DCP ટ્રાફિક ફરી વિવાદમાં, સુરતમાં I follow Campaign માં પણ સત્તાનો દુરુપયોગ. હોમ મીનીસ્ટરને કરી ફરિયાદ.

સુરત શહેરમાં વર્ષ 2020 અને 2021 દરમિયાન શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલ I follow Campaign દરમિયાન સત્તાનો દુરુપયોગ કરવામાં આવેલ હોય, મામલો ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી સુધી પોહચી ગયો છે.

શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ આર.ટી.આઈ. અરજીના જવાબમાં મળેલ માહિતી મુજબ વર્ષ ૨૦૨૦ તથા ૨૦૨૧ માં જુલાઈ મહિનામાં ટ્રાફિક પોલીસ દ્વારા I follow Campaign ની ઉજવણી કરવામાં આવેલ હતી. ત્યારે વાહન ચાલકોને દંડ ભરવામાંથી મુક્તિ આપીને અલગ અંદાજથી ટ્રાફિક નિયમો અંગે સમજાવવાની કોશિશ કરતા હતા. અને જે વાહન ચાલકો નિયમોનું પાલન કરે છે તે લોકોનુ સન્માન પણ કરવામાં આવે છે.

આ કેમ્પાઇન અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા લાખોનો ખર્ચ કરવામાં આવેલ છે. પણ નિયમ મુજબ ટેન્ડર બહાર પાડવાની કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. દૈનિક અખબારમાં કોઈ જાહેરાત આપીને ભાવ માંગવામાં આવેલ નથી. પોતાના માનીતા માણસ પાસેથી અલગ અલગ ૩ કોટેશન મંગાવીને લાખોના કામ આપી દેવામાં આવેલ છે.

લોકડાઉન દરમિયાન ટોઈંગ ક્રેન અજેન્સીને લાખોના પેમેન્ટ આપવાનો વિવાદ હજુ પૂરો થયો નથી તો હવે I follow Campaign નો વિવાદ શરૂ થયો છે.

મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, વહીવટ અને પ્લાનિંગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ ના I follow Campaign ની કાર્યક્રમની જાહેરાત કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવેલ હોર્ડિંગની સંખ્યા ૪૦ અને ૨૭ છે. પણ એક પણ હોર્ડિંગના લોકેશન તથા હોર્ડિંગ લગાવવામાં આવેલાની ફોટો ઉપલબ્ધ નથી. વર્ષ ૨૦૨૦ માં ૪૦ હોર્ડિંગ પેટે રૂ. ૧,૮૫,૨૬૦/- થથા તો વર્ષ ૨૦૨૧ માં ૨૭ હોર્ડિંગ પેટે રૂ. ૧,૮૯,૯૯૧/- ની ચુકવણી કરવામાં આવેલ છે, જે શંકાસ્પદ છે.

વર્ષ ૨૦૨૦માં રૂ. ૧,૦૩,૮૪૦/- ચૂકવીને ૨૨,૦૦૦ જેટલા સ્ટીકરો ખરીદવામાં આવેલ હતા, ત્યારે વર્ષ ૨૦૨૧ માં રૂ. ૧,૦૦,૦૦૦/- આપીને ૪૦,૦૦૦ જેટલા સ્ટીકરો ખરીદી લીધા છે, જે શંકાસ્પદ છે.

નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક દ્વારા સત્તાનો દુરુપયોગ તથા CVC ના ગાઈડલાઈન્સ નેવે મૂકી પોતાના મળતીયાને બરોબર આ કામ સોપવામાં આવેલ છે. કોઈ પણ ઓનલાઈન ટેન્ડરની પ્રક્રિયા કાર્ય વગર, દૈનિક પેપરમાં જાહેરાતો આપીને બંધ કવરમાં કોટેશન મગાવ્યા વગર મન ફાવે તેમ સરકારશ્રીના નાણાનો તથા સરકારશ્રીની પારદર્શકતા આદેશોનુ ઉલ્લંઘન કરવામાં આવેલ છે.

અધિક પોલીસ કમિશ્નરશ્રી, ક્રાઈમ અને ટ્રાફિક દ્વારા I follow Campaign અંતર્ગત તા.૨૪.૦૮.૨૦૨૦ ના રોજ કરેલ હુકમ મુજબ તમામ સમાન સામગ્રીના ખરીદી White Collar Event નામની કંપની પાસેથી કરવામાં આવેલ છે. જે ખરીદી અંગે માંગવામાં આવેલ ત્રણે કોટેશન એકજ વ્યક્તિ પાસેથી લેવામાં આવેલ છે. ABHAY JHA PRODUCTIONS નામની કોઈ કંપની અસ્તિત્વમાં નથી, સરનામાં ખોટા છે, કોઈ કોન્ટેક્ટ નંબર નથી,

વર્ષ ૨૦૨૦ માં અને વર્ષ ૨૦૨૧ માં અભય ઝા પ્રોડક્શનસ દ્વારા મદદનીશ પોલીસ કમિશ્નર અને નાયબ પોલીસ કમિશ્નર ને રજુ કરવામાં આવેલ કોટેશનમાં મોનિકા નામની એક જ વ્યક્તિ દ્વારા સહી કરવામાં આવેલ છે, પણ બંને સહી અલગ અલગ છે. આ તમામ બાબતોથી માલુમ પડે છે કે આ એક ફેક કંપની છે. ફક્ત કોટેશન આપવા માટે આ કંપનીનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ રીતે વર્ષ ૨૦૨૧ માં પણ એક જ વ્યક્તિના ૩ કોટેશન અલગ અલગ કંપનીના નામથી મંગાવી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરેલ હોય એવી પણ શંકા છે.

સુરત શહેર ટ્રાફિક ખાતામાં ઘણા સમયથી ગેરરીતિઓ થતી હોવાની ફરિયાદ અને તેની તપાસ ચાલતી હોવાથી આ અંગે વધુ સ્પષ્ટતા થવા માટે તમામ મુદાઓનો સમગ્ર દસ્તાવેજી પુરાવા ચકાસણી માટે કંટ્રોલર અને ઓડિટર જનરલ CAG પાસેથી ઓછામાં ઓછું છેલ્લા ૩ વર્ષનું ઓડીટ કરાવવા માટેની માંગ સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ છે.

તથા સુરત શહેર ટ્રાફિક ખાતામાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો સતત આવતા હોવાથી આ અંગેની તપાસ સુરત બહારના ઉચ્ચ કક્ષાના અધિકારી પાસેથી કરાવવા માટે પણ માંગણી કરવામાં આવેલ છે. આ અંગે ફરિયાદ પોલીસ મહાનિર્દેશકશ્રી અને પોલીસ કમિશ્નરશ્રીને પણ મોકલી આપવામાં આવેલ છે.

One thought on “DCP ટ્રાફિક ફરી વિવાદમાં, સુરતમાં I follow Campaign માં પણ સત્તાનો દુરુપયોગ. હોમ મીનીસ્ટરને કરી ફરિયાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *