શું પોલીસ અને ટી.આર.બી ઉચ્ચ અધિકારીઓ માટે હપ્તો ઉધરાવે છે ? જાણો વધુ રકમ કોણ ખાઈ જાઈ છે ?

પોલીસ અને ટી.આર.બી કર્મચારીઓ હપ્તો ઉધરાવે છે ઉચ્ચ અધિકારીઓ માટે, વધુ રકમ ACP, DCP ના ખિસ્સામાં જાય છે.

તપાસ કરવી હોય તો મદદનીશ પોલીસ કમિશ્નર અને નાયબ પોલીસ કમિશ્નર સામે તપાસ કરો. નાના કર્મચારીઓને બલીના બકરા ના બનાવો. – સંજય ઇઝાવા, RTI એક્ટીવસ્ટ.

સુરત શહેર ટ્રાફિક પોલીસ રીજીયન -૨, વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટ ટ્રાફિક પોલીસ ચોકી પર તા.૨૬.૦૩.૨૦૨૨ ના રોજ વહેલી સવારે ૬:૨૧ કલાકે વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર હપ્તા વસુલ કરવા અંગે વકીલ મેહુલ બોગરા દ્વારા લાઇવ વિડીઓ બનાવ્યા પછી ટ્રાફિક પોલીસ સામે ઘણા આક્ષેપો સાથે સામાજિક કાર્યકર્તા સંજય ઇઝાવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને હોમ મીનીસ્ટરશ્રીને ફરિયાદ કરીને શ્રી બી. એન દવે, મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, રીજીયન -૨, ટ્રાફિક પોલીસ તથા શ્રી પ્રશાંત સુબે અઈ.પી.એસ, નાયબ પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફિક પોલીસ સામે કડક કાર્યવાહીઓના માંગણી કરવામાં આવી છે.

હપ્તાની વસુલી કરવાનું હોવાથી પોલીસ કર્મચારીઓ વગર યુનીફોર્મમાં ઉભા રહીને વાહન ચાલકો પાસેથી અલગ અલગ રકમ ઉધરાવે છે. મેહુલ બોગરાનું લાઇવ વિડીઓ મુજબ નાના મોટા વાહન ચાલકો પાસેથી રૂ. ૩૦/- થી લઈને રૂ. ૨૦૦/- જેવી રકમ હપ્તા તરીકે વસુલી રહ્યા હતા. વાહન ચાલકો વિડીઓ બનાવવાવાળાને પણ પોલીસ અથવા પોલીસના વચેટિયા સમજીને પૈસા માંગેએ પહેલા જ રકમ આપતા જોવા મળે છે.

અગાઉ તા. ૨૭.૦૯.૨૦૨૧ ના રોજ વાયરલ થયેલ ઓડીઓ મુજબ રીજીયન-૧, સુરત શહેર ટ્રાફિક પોલીસ હદમાં વાહનો ચલાવવા માટે JCB મશીન ના મહીને રૂ. ૨૦૦૦/- અઈસર ટ્રેકના રૂ. ૧૫૦૦/- અને છોટા હાથીના રૂ. ૧૦૦૦/- લેખે એક રીક્ષાવાળા દ્વારા ACP કક્ષાના અધિકારી માટે નક્કી કરે છે. છતાં આ અંગે કોઈ તપાસ કે કાર્યવાહી થયું નથી.

http://fb.watch/c1aCMBZm6l/

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ શહેરોમાં પોલીસ કર્મચારીઓને બોડીવોર્ન ( Body Worn ) કેમેરા આપવામાં આવેલ છે. સુરત શહેર પોલીસમાં પણ આવા કેમેરા આપવામાં આવેલ છે, પણ આજ દિન સુધી ટ્રાફિક ખાતાના કોઈ પણ કર્મચારી આ બોડીવોર્ન કેમેરા સાથે કામ કરતા નથી. યેનકેન બહાના બનાવીને આ કેમેરાનો વપરાસ અટકાવી રાખવા પાછળ મોટી સાજીશ છે. આ કેમેરા સાથે કામ કર્યું હોય તો એક લેવલ સુધી આ પ્રકારના ભ્રષ્ટાચાર રોકી શકાય છે. પણ ટ્રાફિક ખાતાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરીને પોતાની કામણી વધારવા માટે સરકારશ્રીની આવી સૂચનાઓ નેવી મુકીને પોતાની મનમાની ચલાવી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા તારીખ:- ૨૫/૦૯/૨૦૨૦ ના રોજ બહાર પાડવામાં આવેલ નોટીફીકેશન નંબર – G.S.R. 584(E),મુજબ ટ્રાફિક નિયમ ભંગ બદલ ઈ-ચલણની જોગવાઈ કરવામાં આવેલ છે. સુરત શહેરમાં અન્ય શહેરોની સરખામણીમાં સૌથી વધારે cctv કેમેરાઓ લાગેલા છે. cctv કેન્દ્રિત કરીને વાહન ચાલકોને નિયમ ભંગ બદલ ઈ-ચલણ મોકલી નિયમાનુસાર દંડ વસુલી શકે છે. પણ અહિયાં ટ્રાફિકના ઉચ્ચ અધિકારીને ઈ-ચલણ કરતા સ્થળ પરથી માંડવાળ ફી ઉધરાવવામાં વધુ રસ છે. મળેલ માહિતી મુજબ નાયબ પોલીસ કમિશ્નરશ્રી, પ્રશાંત સુબેના દબાણ હેઠળ વધુ પડતા હપ્તાની ઉધરાણી સુરત શહેરમાં ચાલે છે. ઈ-ચલણ સ્કોડમાં પણ નોકરી માટે દૈનિક ૪ આકડાની રકમનો હપ્તો પોહચાડવો પડે છે.

સુરત શહેરમાં નો-પાર્કિંગમાંથી વાહનો ટોઈંગ કરવા માટે ભાડે રાખવામાં આવેલ ક્રેનો દીઠ દૈનિક ૪ આકડાની રકમ નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રશાંત સુબે માંગે છે એવી વાતો પણ ચાલે છે. તાજેતરમાં બહાર આવેલ એક ઓડિયોમાં ટોઈંગ ક્રેન ડ્રાઇવર અને રોનક ટ્રેડેર્સના સુપરવાઈઝર વચ્ચેની વાતચીતમાં પણ ટ્રાફિક ખાતામાં ચાલી રહેલ દૈનિક ભ્રષ્ટાચાર અંગે ખુલાસો થાય છે. આ ભ્રષ્ટાચારની એક ચેન છે. નાયબ પોલીસ કમિશ્નર નીચેના મદદનીશ પોલીસ કમિશ્નરને વધુમાં વધુ રોકડા ભેગા કરી આપવા દબાણ કરે છે, મદદનીશ પોલીસ કમિશ્નર દ્વારા એમના નીચેના પી.આઈ/પી.એસ.આઈ/એ.એસ.આઈને દબાણ કરે છે. વધુમાં વધુ રોકડા ઉધરાવવા માટે જેના પરિણામે નીચલા કર્મચારીઓ એવા પોલીસ કોન્સ્ટેબલ તથા ટી.આર.બી. જવાનો તથા નજીકના રીક્ષાવાળાઓ વાહન ચાલકો પાસેથી રોકડા ઉધરાવવાનું કામ કરે છે.

નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રશાંત સુબે અને મદદનીશ પોલીસ કમિશ્નર દવેને આદત પડી ગયેલ છે કે રોજ-રોજ વધુમાં વધુ રોકડા ભેગા કરીને પોતાનુ ખિસ્સું ભરે, પછી ભલે તે બહારના વ્યક્તિઓ પાસેથી હોય કે પોતાનાં ખાતામાંથી હોય. સત્તાનો દુરુપયોગ , ભ્રષ્ટાચાર અંગે ઘણા ફરિયાદો સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ છે.

• લોકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં ટોઇંગ ક્રેન બંધ હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરીને લાખોના પેમેન્ટની ચુકવણી કરવા અંગે નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રશાંત સુબે સામે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં ક્રિમીનલ કેસ નંબર R/SCR.A/861/2021 થી પેન્ડીંગ છે. URL-

http://fb.watch/c1sNHD97Da/

• વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ ના I follow campaign માં નાયબ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા કરવામાં આવેલ સત્તાનો દુરુપયોગ અંગે ગુજરાત સરકાર અને પોલીસ મહાનિર્દેશકશ્રીમાં ફરિયાદ થયેલ છે.

• પોલીસ સ્ટાફ તથા TRB જવાનોને પોતાના બંગલે ઘર કામ કરાવવા માટે નિયુક્ત કરીને પગાર ટ્રાફિક ખાતા/ટ્રસ્ટમાંથી અપાવવાનો ઓડીઓ વાયરલ થયેલ છે. URL – https://fb.watch/c1sFb8FmeE/ & https://fb.watch/c1sHC0l7HR/

http://fb.watch/c1sFb8FmeE/

http://fb.watch/c1sHC0l7HR/

• ટોઈંગ ક્રેન સંચાલક પાસેથી દૈનિક ઉધરાણી અંગે વાયરલ થયેલ મેસેજ પછી સંજય ઇઝાવા દ્વારા તા. ૨૩/૦૯/૨૦૨૧ ના રોજ ફરિયાદ કરવામાં આવેલ છે. પણ આજદિન સુધી આ કોઈ પણ ફરિયાદમાં કોઈ નિક્ષ્પક્ષ તપાસ થયું નથી.

મા.મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય તથા મા. હોમ મીનીસ્ટર શ્રી હર્ષ સંઘવી, અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, અને પોલીસ મહાનિર્દેશકશ્રીને ફરિયાદ કરીને માંગણી કરવામાં આવેલ છે કે (૧) તા. ૨૬.૦૩.૨૦૨૨ ના વાયરલ લાઇવ વિડીઓના અનુસંધાને સુરત ટ્રાફિક રીજીયન -૨ ના મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી બી.એન. દવે તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફિક, પ્રશાંત સુબે ની ભૂમિકા અંગે સુરત બહારના ઉચ્ચ અધિકારી પાસેથી તપાસ કરાવવું, (૨) ટ્રાફિક પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન બોડીવોર્ન (Body Worn) કેમેરા ફરજીયાત પહેરવા માટે હુકમ કરવા તથા (૩) પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટની કામગીરી જે રસ્તાપર પર cctv કેમેરા લગાવવામાં આવેલ હોય તેજ જગ્યાએ કરવા તથા (૪) વાહન ચાલકો દ્વારા કરી રહેલ ટ્રાફિક નિયમ ભંગ બદલ ફક્ત ઈ-ચલણ દ્વારા દંડ વાસુલવા માટેની સરકારશ્રીના નોટીફીકેશનનુ પાલન કરાવવા માટે ફરિયાદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *