જાગૃત નાગરિકની લડત અંતે રંગ લાવી, સુરત પોલીસ દ્વારા ટોઇંગ ક્રેન એજેન્સીના ૨૦ લાખ કાપી લીધા.

જાગૃત નાગરિકનું લડત અંતે રંગ લાવી, વર્ષ ૨૦૨૦ દરમિયાન સુરત ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટાચાર થયાની પુષ્ટિ આપતી માહિતી બહાર આવી.

ટોઇંગ ક્રેન એજેન્સીની ઓછી કામગીરી બદલ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા રૂ.૨૦ લાખ કાપી લીધા. અને જુલાઈ મહિનાના આઈ – ફોલો કેમ્પેઈનનું ભાડું ચુકવ્યું નથી.

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પેપર ઉપર વધુ સ્પષ્ટ રહેવાનો પ્રયાસ. વર્ષ ૨૦૨૦ માં લોકડાઉન દરમિયાન ટોઇંગ ક્રેન સંચાલનમાં થયેલ ભ્રષ્ટાચારની ફરિયાદ પછી વર્ષ ૨૦૨૧ માં એજન્સીના રૂ. ૨૦.૨૪ લાખ ૧૩ મહિનામાં દંડ પેટે કાપી લીધા.

વર્ષ ૨૦૨૦ ના આઈ- ફોલો કેમ્પેઇન દરમિયાન ૨૨ જેટલી ટોઈંગ ક્રેનો કામગીરી નહી કરેલ હોવા છતાં નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક દ્વારા પૂરે પૂરું ભાડું ચૂકવવામાં આવેલ હતુ. વર્ષ ૨૦૨૧ માં ભાડે રાખેલ ૧૬ પૈકી ૮ ક્રેન આઈ- ફોલો કેમ્પેઇન દરમિયાન બંધ રાખીને અંદાજે રૂ.૧૦ લાખથી પણ વધારે રકમનો ભ્રષ્ટાચાર કરવામાંથી એક જાગૃત નાગરિકનો સવાલ સુરત પોલીસ તંત્રને નડી ગયો છે.

Link:-

જાણો કેમ ગુજરાત માહિતી આયોગ દ્વારા અપીલ અધિકારીને જાહેર માહિતી અધિકારી બનાવ્યા.

સુરતમાં લોકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં ટોઈંગ ક્રેન બંધ હોવા છતા સત્તાનો દુર-ઉપયોગ કરીને લાખ્ખોના પેમેન્ટની ચૂકવણી કરવા બદલ નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક અને મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગની સાથે ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલ સામે પણ કાર્યવાહી કરવા માટે શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા ઉચ્ચ સ્થળે ફરિયાદ કરવામાં આવેલ હતી. આ ભ્રષ્ટાચારમાં ઉચ્ચ કક્ષાના IPS અધિકારી એવા તત્કાલીન નાયબ પોલીસ કમિશ્નર પ્રશાંત સુમ્બે તથા મદદનીશ પોલીસ કમિશ્નર એ.પી.ચોહાણની સંડોવણી હોવા છતાં તપાસ અધિકારી, અધિક પોલીસ કમિશ્નરશ્રી શરદ સિંઘલ આઈ.પી.એસ. દ્વારા બંને અધિકારીઓને બચાવીને અરજદારની ફરિયાદ ફાઈલે કરી દેવામાં આવેલ હતા.

સામાજિક કાર્યકર્તા સંજય ઇઝાવાની ફરિયાદમાં સુરત પોલીસ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી નહી કરતા મામલો નામદાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલય સુધી પોહચી ગયો છે, હાલ આ મેટર નામદાર કોર્ટમાં પેન્ડીંગ છે. ભ્રષ્ટાચાર અંગેનુ તપાસનુ માર્ગદર્શન આપતી નામ.સુપ્રિમ કોર્ટના ચુકાદાનો ભંગ બદલ તપાસ અધિકારી સામે પણ ફરજ પરના બેદરકારી અને સત્તાનો દુરુપયોગ સામે કાર્યવાહી કરવા જ્યુડી. મેજી. ફર્સ્ટ ક્લાસ કોર્ટ, સુરતમાં પણ કેસ દાખલ કરવામાં આવેલ છે.

વર્ષ ૨૦૨૦ માં ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલના આખા વર્ષમાં કોઈ દંડ કે પેનલ્ટી કાપ્યા વગર પૂરે પૂરું પેમેન્ટ આપી દેવામાં આવતું હતું. લોકડાઉનમાં પણ કામગીરી નહી કરેલ હોવા છતાં લાખોના પેમેન્ટ આપી દીધા, અને આઈ- ફોલો કેમ્પેઈન દરમિયાન પણ તમામ ક્રેનનું પૂરે પૂરુ ભાડું ચૂકવી દેવામાં આવેલ છે. આ તમામ મુદાઓ ફરિયાદમાં શામિલ કરવામાં આવેલ હોવાથી હવે વર્ષ ૨૦૨૧ માં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પેપર ઉપર વધુ કાળજી રાખવામાં આવેલ છે.

Link :-

શું પોલીસ અને ટી.આર.બી ઉચ્ચ અધિકારીઓ માટે હપ્તો ઉધરાવે છે ? જાણો વધુ રકમ કોણ ખાઈ જાઈ છે ?

ફેબ્રુઆરી ૨૦૨૧ થી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીના સમયગાળામાં ઓછો સમય ચાલેલ હોય તેવી ટોઈંગ ક્રેનના દંડ પેટે રૂ. ૧૬,૮૬,૦૦૦/-, ટોઈંગ ક્રેનમાં ઓછા મજૂર રાખવામાં આવેલ હોય તે પેટે રૂ. ૩૭,૨૦૦/- અને ટોઈંગ ક્રેન દ્વારા દૈનિક લઘુતમ કામગીરી નહી કરવા બદલ રૂ. ૩,૦૧,૦૦૦/- મળીને કુલ્લે રૂ. ૨૦,૨૪,૨૦૦/- દંડ પેટે ટોઈંગ ક્રેન એજન્સી રોનક ટ્રેડેર્સના બિલમાંથી કાપી લેવામાં આવેલ છે. અને જે દિવસ ક્રેન બંધ હોય એનું પણ ભાડું કાપી લેવામાં આવેલ છે. એક જાગૃત નાગરિક દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલ પછી આજે સુરત પોલીસ દ્વારા જનતાના લાખો રૂપિયાની બચત કરાવવામાં સફળ થયેલ છે. ત્યારે સવાલએ થાય છે કે વર્ષ ૨૦૨૦ માં દંડ પેટે અગ્રવાલ એજન્સીનો એક રૂપિયો પણ આ રીતે કાપ્યો નથી. અને લોકડાઉન દરમિયાનના લાખો રૂપિયાની ચુકવણી અને આઈ-ફોલો કેમ્પેઈન દરમિયાન ના લાખો રૂપિયા કેમ ચૂકવી દીધા ? એટલે ભ્રષ્ટાચાર થયું એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.

ટોઈંગ ક્રેન સંચાલનમાં ભ્રષ્ટાચાર હજી ચાલુ છે.:-
ઓછી રકમ ભરીને ટેન્ડર મેળવનાર ટોઈંગ ક્રેન સંચાલક કમાવવા માટે અધિકારીઓ સાથે મળીને નો-પાર્કિંગમાંથી ઉઠાવવામાં આવેલ વાહનોનો મેમો/ચલણ બનાવ્યા વગર દૈનિક ઘણા વાહનો બારોબાર છોડી દેતા હોય છે. સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ટોઈંગ ક્રેન સંચાલક દ્વારા જુલાઈ ૨૦૨૧ થી લઈને ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી DCP ટ્રાફિકને રૂ.૧૫,૦૦,૦૦૦/-, DCP એકાઉન્ટને રૂ. ૨,૭૮,૦૦૦/- ACP વહીવટ અને પ્લાનિંગ ને રૂ. ૮,૬૬,૦૦૦/- તથા પી.આઈ. ને રૂ. ૨,૮૦,૦૦૦/- થઈને કુલ્લે રૂ.૨૭,૮૯,૦૦૦/- નો વહીવટ અત્યાર સુધી કરી ચુક્યા છે. આ આકડો દર્શાવતું એક ચિઠ્ઠી હાલ ચર્ચાનો વિષય બની ગયેલ છે.

Link:-

DCP ટ્રાફિક ફરી વિવાદમાં, સુરતમાં I follow Campaign માં પણ સત્તાનો દુરુપયોગ. હોમ મીનીસ્ટરને કરી ફરિયાદ.

૨૦.૨૪ લાખ પેનલ્ટી પછી ટોઈંગ ક્રેન સંચાલક દ્વારા ડ્રાઈવરોનો પગાર કાપી લીધેલ.:-
ટોઈંગ ક્રેન ઓછો સમય ચાલેલ હોય, ટોઈંગ ક્રેનમાં ઓછા મજૂર રાખવામાં આવેલ હોય અને ટોઈંગ ક્રેન દ્વારા લઘુતમ કામગીરી ન કરવા બદલ એજન્સીના બિલમાંથી કાપવામાં આવેલ રૂ.૨૦,૨૪,૦૦૦ બદલ રોનક ટ્રેડર્સ દ્વારા પોતાના ૧૬ જેટલા ડ્રાઈવરોનો પગારમાંથી મહીને રૂ.૧૦,૦૦૦ કાપી લેવાય છે. આને માટે તમામ ૧૬ ડ્રાઈવરોનું સેવિંગ ખાતું એજન્સી દ્વારા કેનરા બેંકમાં ખોલવામાં આવેલ છે. અને તમામ ડ્રાઈવરોના ATM કાર્ડ, સહી કરેલ ચેક બુક અને પાસ બુક પણ એજન્સી દ્વારા કબજે રાખવામાં આવેલ છે.

ટોઈંગ ક્રેન ડ્રાઈવર તરીકે નોકરી ચાલુ રાખવું હોય તો ડીઝલ પોતે ભરાવવું પડશે.:-
ટોઈંગ ક્રેન એજન્સી રોનક ટ્રેડર્સની ક્રેનોમાં ડીઝલ ભરાવવાની જવાબદારી ડ્રાઈવરોને સોપી દીધેલ છે. ડીઝલ નહી ભરે તો ડ્રાઈવરોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે. જે ડરથી ડ્રાઈવરો દ્વારા મેમો/ચલણ આપ્યા વગર વાહનનો દંડ ઉધરાવવા મજબૂર છે. જે અંગે આગળ પણ ટોઈંગ ક્રેન ડ્રાઈવર અને એજન્સી રોનક ટ્રેડર્સના સુપરવાઈસર વચ્ચેનો ઓડીઓ વાયરલ થયેલ છે. મળેલ માહિતી મુજબ આ ઓડીઓ બહાર આવ્યા પછી DCP, ACP ના વહીવટ કર્તાઓ સુરતથી ફરાર થઇ ગયેલ હતા. પણ હાલ રાબેતા મુજબ તમામ વહીવટ કર્તાઓ ઉધરાવવાનુ ચાલુ કરી દીધુ છે.

Link :-

ટોઇંગ ક્રેનમાં ભ્રષ્ટાચાર કરીને ડીઝલ ભારવા ડ્રાઈવરો મજબૂર. લાખોનું ભ્રષ્ટાચાર અધિકારીઓની રહેમ નજર હેઠળ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *