E-Passports શું છે, અને તે કઈ રીતે કરે છે કામ, ભારતીય નાગરિકોને મળશે ઇ-પાસપોર્ટ, જાણો અહીં

વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ જરૂરી હોય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ રજૂ કરી દીધું છે. જેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બજેટમાં કેન્દ્રીય નાણામંત્રીએ કેપાસપોર્ટને અપગ્રેડ કરવા માટે મોટી જાહેરાત કરી છે જલદી ભારતીય નાગરિકોને વિદેશ યાત્રા કરવા માટે ઈ-પાસપોર્ટ આ વર્ષથી જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હાલમાં, ભારતીય નાગરિકોને જારી કરાયેલા પાસપોર્ટ પુસ્તિકાઓ પર છાપવામાં આવે છે. વાદળી રંગના પાસપોર્ટ ભારતના સામાન્ય નાગરિકો માટે બનાવવામાં આવે છે. તેને સત્તાવાર અને રાજદ્વારીઓથી અલગ રાખવા માટે, સરકારે આ રંગ તફાવત રાખ્યો છે. આનાથી કસ્ટમ અધિકારીઓ અથવા વિદેશમાં પાસપોર્ટ તપાસનારાઓ માટે પણ ઓળખ સરળ બને છે.

ભારતીય નાગરિકોને ૨૦૨૨-૨૩થી ઈ-પાસપોર્ટસ મળશે – સાધારણ પાસપોર્ટનું કામ કરવા માટે આ વર્ષે ભારતીય નાગરિકોને ઈ-પાસપોર્ટ જારી કરી દેવામાં આવશે, જે એન્બેડેડ ચિપ્સ અને ફ્યૂચરિસ્ટિક તકનીક સાથે આવશે. આ ઈ-પાસપોર્ટમાં માઇક્રોચિપ્સ લાગેલી હશે જેમાં જરૂરી સિક્યોરિટી ડેટા સ્ટોર કરવામાં આવશે. હાલ ભારત પોતાના નાગરિકોને માત્ર પ્રિન્ટેડ પાસપોર્ટ્સ આપે છે.

શું છે આ ઈ-પાસપોર્ટ્સ – શું તમે વિચારી રહ્યાં છો કે આ ઈ-પાસપોર્ટ્સ શું હોય છે તો તમને જણાવી દઈએ કે ઈ-પાસપોર્ટ્સ સાધારણ પ્રિન્ટેડ પાસપોર્ટથી વધુ અલગ નથી, બસ સાધારણ પાસપોર્ટથી વધુ સુરક્ષિત છે. આ કારણથી ઈ-પાસપોર્ટ તે તમામ માહિતીને એક ચિપમાં રાખશે જે એક સાધારણ પાસપોર્ટમાં છપાયેલી હોય છે, જેમ તમારૂ નામ, તમારૂ સરનામું, જન્મ તારીખ વગેરે.

ઈ-પાસપોર્ટના વિશેષતાઓ શું હશે? – ઈ-પાસપોર્ટના ફીચર્સની વાત કરીએ તો પાસપોર્ટમાં ફિટ કરવામાં આવેલી ચિપ તે વ્યક્તિ વિશે તમામ જાણકારી સ્પોટ કરશે, જેનો આ પાસપોર્ટ છે. આ ઈ-પાસપોર્ટ ૬૪ કિલોબાઇટ્સની સ્ટોરેજ સ્પેસ અને એક રેક્ટેંગ્યૂલર એન્ટીના સાથે આવશે જે પાસપોર્ટમાં જ એમ્બેડેડ હશે. આ ચિપ પાસપોર્ટની પાછળ ફિટ કરવામાં આવસે. શરૂઆતમાં આ ચિપમાં પાસપોર્ટ હોલ્ડરની પ્રથમ ૩૦ આંતરરાષ્ટ્રીય સફરો વિશે તમામ જાણકારી હશે અને પછી બાદમાં આ પાસપોર્ટમાં હોલ્ડરની તસવીર અને તેની બાયોમેટ્રિક જાણકારી પણ હાજર રહેશે.

આ સ્માર્ટ ઈ-પાસપોર્ટની સાથે ભારત ૧૫૦ દેશોના લિસ્ટમાં સામેલ થઈ જશે. જેમાં યુકે, જર્મની, બાંગ્લાદેશ અને અન્ય સામેલ છે, જે બાયોમેટ્રિક પાસપોર્ટ ઈશ્યૂ કરે છે. સામાન્ય નાગરિકો માટે બાયોમેટ્રિક પાસપોર્ટ અંડર ડેવલપમેન્ટ છે. પરંતુ દેશ દ્વારા ઈશ્યૂ કરાયેલા રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ૨૦૦૮ થી બાયોમેટ્રિક રીતથી સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે, પહેલો ઈ-પાસપોર્ટ તત્કાલીન પ્રેસિડન્ટ પ્રતિભા પાટિલને ઈશ્યૂ કરાયો હતો. તમને જણાવી દઈએ કે ઈ-પાસપોર્ટનું ચલણ વિશ્વના ૧૨૦ દેશોમાં પહેલેથી જ છે, જેમાં જર્મની, યુકે, યુએસ જેવા દેશો સામેલ છે.

તેથી,જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેંન્ટ માં જણાવી તમારા મિત્રોને પણ શેર કરી જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *