6 મહિનાથી જુના ઇ-મેમોની ઉઘરાણી કરવાની પોલીસને સત્તા નથી. વાહન ચાલકોને રાહત.

સી.આર.પી.સી 468 મુજબ 6 માસની લિમિટેશન ઈ-મેમોમાં નડે છે. એટલે કોઈ પણ વાહન ચાલક દ્વારા ઈ-મેમોની માંડવાળ ફી ચુકવવામાં નહીં આવે તો તે ઈ-મેમોની વસૂલી માટે પોલીસ કોર્ટમાં જઈ શકે છે, તે પણ 6 મહિના પહેલા.

પોલીસ દ્વારા આપવામાં આવતા ઈ-મેમો 6 મહિનાથી જુનો થઇ ગયો હોય તો તે ઈ-મેમોની રકમ વાહન ચાલકને ધમકાવીને ઉધરાવવાની સત્તા પોલીસને નથી. જો એ રકમ વાસુલ કરવું હોય તો ઈ-મેમો જારી કાર્યના તારીખથી 6 મહિનામાં માંડવાળ ફી વસુલ કરી લેવું જોઈએ. અને છેલ્લા છ માસ દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલ ઇ-ચલણને એન.સી. કેસ તરીકે રજૂ રાખવા કોર્ટ દ્વારા હુકમ કરેલ છે. પ્રજાહિતમાં થયેલ લડતમાં રાજકોટના યુવા લોયર્સની ટીમનો કાનુની જંગમાં ભવ્યર વિજય થયો હતો. કોર્ટ દ્વારા નોંધ લેવામાં આવેલ હતી કે 6 મહિનાથી જુના ઈ-મેમાની ઉઘરાણી કરવાની પોલીસને સત્તા જ નથી.

છેલ્લા ઘણા સમયથી રાજકોટ અને ગુજરાતની પ્રજા રાજમાર્ગો પર સી.સી.ટી.વી. કેમેરાઓ લગાડવામાં આવેલ છે. તે કેમેરાઓનો ઉપયોગ વાહનચાલકો વિરુધ્ધી કરવામાં આવી રહેલ છે. ખરી હકીકત એ છે સી.સી.ટી.વી કેમેરાઓ નાખવાનો ઉદેશ લોકોની જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃતીઓ, દબાણો અટકાવવા માટે હતો,પરંતુ આ સી.સી.ટી.વી. કેમેરાઓનો ઉપયોગ ગરીબ તથા મધ્યવમ વર્ગના લોકોને હેરાન પરેશાન કરી ટ્રાફિક નિયમ ભંગના નામે ખુબ જ મોટા સમાધાન શુલ્કયના ઈ-મેમો આપીને ટ્રાફિક પોલીસ ડીપાર્ટમેન્ટધ દ્વારા અન્યામયી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

યુવા વકીલો દ્વારા ઈ-મેમો સંદર્ભ ઘણા સમયથી કાનુની લડત આપી રહેલ છે, જે મુજબ રાજકોટના યુવા લોયર્સના કન્વીસનર હેમાંશુ પારેખ તથા ક્ષત્રીય આગેવાન એડવોકેટ ગીરીરાજસિંહ જાડેજા દ્વારા પોતાને મળેલ અલગ અલગ ઈ-મેમો (ટ્રાફીક નિયમ ભંગ નોટીસ) રદ કરવા માટે રાજકોટની નામદાર અદાલતમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવેલ જેમાં જે અદાલતે ફરીયાદ રજીસ્ટારે લઈ (૧) કમીશ્નર ઓફ પોલીસ, રાજકોટ (ર) આસીસ્ટન્ટ કમીશ્નર ઓફ પોલીસ (ટ્રાફીક) (૩) કમાન્ડર એન્ડં કન્ટ્રો લ સેન્ટ રના જવાબદાર અધિકારીશ્રીને નોટીસ કરી અદાલતમાં જવાબ રજુ કરવા માટે જણાવેલ હતું. જેમાં એ.સી.પી. ટ્રાફીક દ્વારા અદાલતમાં હાજર થઈ સરકારી વકોલ મારફત જવાબ રજુ રાખવામાં આવ્યોા હતો.

જેમાં જે ફોજદારી ફરીયાદમાં ફરીયાદી વકીલો દ્વારા ઈ-મેમોને કોર્ટ નોટીસ (એન.સી.) ગણી કાર્યવાહી કરવા એક અરજી રજુ રાખેલ હતી. જે અરજીના અનુસંધાને અદાલતમાં રજુઆત અને કાયદાકીય દલીલો કરવામાં આવેલ હતી. જેમાં અદાલત દ્વારા હુકમ કરવામાં આવેલ છે કે, નિકાલ કરવાના બાકી હોય એવા ઈ-ચલણને સી.આર.પી.સી. ની ૬ માસની લીમીટેશન મુજબ અદાલતમાં એન.સી. તરીકે રજુ કરવા હુકમ કરેલ છે. અને જે અંગે દરરોજ કાર્યવાહી કોર્ટમાં ચાલશે. અને આ હુકમની જાણ અદાલત દ્વારા પોલીસ કમીશ્નર, એ.સી.પી. (ટ્રાફીક) અને કમાન્ડર એન્ડ કન્ટ્રો લ સેન્ટારને પણ કરવામાં આવેલ છે.

અદાલતમાં ઈ-મેમો એન.સી. તરીકે રજુ થતા અદાલત દ્વારા જે તે વ્યાકિતને અદાલત સમક્ષ બોલાવવામાં આવશે અને તેને મેમો સંદર્ભ પોતાની વાત-બચાવ રજુ કરવાની તક મળશે અને અદાલત કેસની હકીકત અને કાયદાની જોગવાઈઓ મુજબ દંડ કરશે. આમ ટ્રાફીક પોલીસની એકતરફી કાર્યવાહીનો અંત આવશે.

ટ્રાફીક પોલીસ દ્વારા રૂબરૂ અપાતા ઈ-મેમોમાં સ્પવષ્ટ જણાવેલ છે કે વાહન ચાલકે પોતે કરેલ ગુન્હાવ બાબતે ટ્રાફીક પોલીસ પાસે માંડવાળ કરવુ એટલે કે સમાધાન શુલ્કક ભરવું કે કોર્ટમાં જવુ તે નકકી કરવાનો અધીકાર વાહન ચાલકનો છે. અને ઈ-મેમોમાં આવી કોઈ જાણકારી આપવામાં આવેલ નથી. અને રકમ પરાણે ભરવા માટે દબાણ કરી શકાય નહીં આમ સમાધાન શુલ્કકના નામે ટ્રાફીક પોલીસ પોતે જજ બનીને લોકોને ખોટી રીતે ધમકાવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાહન જપ્ત કરવા, લાઇસન્સ જમા લેવા જેવી ધમકીઓ આપે છે. એટલે વાહન ચાલકોને બંધારણે આપેલ અધિકાર એવા કોર્ટમાં આ ઈ-ચલણ પડકારવાનો હક છીનવી લે છે.

અરજદારો દ્વારા અદાલતમાં માંગણી કરવામાં આવેલ છે કે, સી.સી.ટી.વી. સર્વેલન્સ કેમેરા દ્વારા ટ્રાફીક નિયમનના ભંગ બદલ ઈ-ચલણ કે ઈ-મેમો ઈસ્યુ કરવાની કોઈ સત્તા કે અધીકાર પોલીસને નથી કે તેના દ્વારા દંડ વસુલ કરવાની કોઈ સત્તા કે અધીકાર નથી તથા આજ દિવસ સુધીમાં ઈસ્યુદ કરવામાં આવેલ આવા ઈ-મેમો કે ઈ-ચલણ કાયદાકીય જોગવાઈ વગરના ગેરકાયદેસર અને ગેર બંધારણીય છે, તથા આ કામના પ્રતિવાદીઓને ટ્રાફીક નિયમના ભંગ બદલનો ગુન્હોઆ સાબીત થયા વગર કોઈ પણ પ્રકારના ઈ-મેમો કે ઈ-ચલણ ઈસ્યું કરવા કોઈ સત્તા કે અધીકાર નથી તેવી રજુઆત અદાલતમાં કરવામાં આવેલ હતી.

અદાલતનાં હુકમ અનુસાર કાયદાના આધારો.-
1. નામદાર સુપ્રીમ કોર્ટના ડિવિઝન બેન્ચ દ્વારા માર્ગદર્શક ચુકાદાઓ આપ્યો છે જે ચુકાદાઓ મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા 1995 (1) એસ.સી.સી. 304ના ચુકાદામાં તેવું જણાવેલ છે કે, દંડ કરવાની સત્તા માત્ર સેક્શન 116 દ્વારા ક્રિમિનલ કોર્ટને જ છે. કોઈપણ ઓફિસર કોઈ દંડ જાતે કરી શકતા નથી અને નામદાર કોર્ટ પણ આવી ફરીયાદ આવે ત્યારે જ તેને સ્વીકારી શકે છે.

2. એ.આઈ.આર. 2000 (બોમ્બે) 246 બોમ્બે હાઈકોર્ટના ચુકાદા મુજબ જે કેસમાં દંડની જોગવાઇ હોય તે દંડ ફોજદારી કાર્યવાહી કર્યા બાદ જ થઈ શકે. અધિકારીઓને દંડ કરવાની કોઈ સત્તા નથી. તે પ્રકારના સિદ્ધાંત ઉપરોક્ત ચુકાદામાં પ્રતિપાદીત થયેલ છે.

3. સી.આર.પી.સી. 468 મુજબ કોઈપણ સરકારી લેણું વસુલવા માટે જે કલમમાં દંડની જોગવાઇ હોય તેમાં વધુમાં વધુ 6 માસમાં તંત્ર દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવો પડે. જો આ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે તો તે સરકારી લેણું (દંડ) આપોઆપ લિમિટેશન એક્ટ મુજબ રદ થવાને પાત્ર છે.

આ કામગીરી માટે યુવા લોયર્સની સીનીયર જુનીયર એડવોકેટની વિશાળ ટીમ સતત કાર્યશીલ છે. યુવા લોયર્સ એશોસીએશનના પ્રમુખ કીરીટ નકુમના માર્ગદર્શન હેઠળ એડવોકેટની વિશાળ ટીમ સક્રીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *