ટોઈંગ ક્રેન ડ્રાઈવર અને રોનક ટ્રેડર્સના વહીવટદાર ફૂલેશ દેસાઈ વચ્ચેનો ઓડિયો વાયરલ.

ભ્રષ્ટાચારમાં ડૂબેલા સુરત ટ્રાફિક પોલીસ હવે હદ વટાવી દીધી છે. “ટ્રાફિક DCP, ACP ને ક્રેન દીઠ દૈનિક હાજર હાજર રૂપિયા આપું છું, અને શેઠને ડીઝલ માટે હાજર રૂપિયા આપું છું” – ટોઈંગ ક્રેન ડ્રાઈવર.

ટ્રાફિક ખાતામાં વર્ષ ૨૦૨૦ દરમિયાન મોટા પાયે થયેલ ભ્રષ્ટાચાર બહાર આવ્યા પછી ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માં ટોઈંગ ક્રેન એજન્સી રોનક ટ્રેડર્સના લઘુતમ કામગીરી ન કરવા બદલ એજન્સીના બિલમાંથી કાપવામાં આવેલ રૂ.૨૦.૨૪ લાખની બદલે રોનક ટ્રેડર્સના વહીવટદાર ફૂલેશ દેસાઈ અને જાવેદ શેખ દ્વારા દર મહીને ડ્રાઈવરોના પાંચ-પાંચ હાજર રૂપિયા પગારમાંથી કાપી લેવામાં આવે છે.

સુરત ટ્રાફિક પોલીસ ખાતામાં વર્ષોથી ચાલે છે મોટા પાયે ભ્રષ્ટાચાર. ઘણા ઓડીયો, પુરાવા બહાર આવ્યા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહી. હવે તો પોલીસ કમિશ્નરશ્રી પણ શંકાના દૈરામાં. કરોડોનો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ.

ઓડીયો મુજબ ટ્રાફિક DCP, ACP ને ક્રેન દીઠ દૈનિક હાજર હાજર રૂપિયા અને ડીઝલ માટે હાજર રૂપિયાનું ભ્રષ્ટાચાર થાય છે તો વાર્ષિક ૧૬ જેટલા ક્રેનમાં રૂ. ૧ કરોડ ૭૩ લાખ થી પણ વધારે ભ્રષ્ટાચાર છે. જે અન્ય રીતે ટોઈંગ ક્રેન સંચાલનમાં થતા ભ્રષ્ટાચાર શિવાયનું છે, અને ટોઈંગ ક્રેન ભાડે રાખવાની પ્રથા છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *