ટ્રાફિક મેમોની વસુલાત હવે વર્ચ્યુંઅલ કોર્ટ દ્વારા થશે, ૬ મહિનાથી જુનું ઈ- મેમો રદ કરવા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી.

ટ્રાફિક મેમોની વસુલાત હવે વર્ચ્યુંઅલ કોર્ટ દ્વારા થશે… ૬ મહિનાથી જુનું ઈ- મેમો રદ કરવા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી.

શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં કરેલ જાહેર હિતની અરજીમાં વાહન ચાલકોને સરળતાથી ટ્રાફિક મેમો અંગેના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રાજ્યમાં વર્ચ્યુંઅલ કોર્ટ શરુ કરવા દાદ માંગવામાં આવેલ હતી. સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવતા ઈ- મેમો ૬ મહિના પહેલા કોર્ટમાં રજુ કરીને નોન કોંગીઝેબલ ગુનો દાખલ કરી દંડ વસુલી કરી લેવું જોઈએ. પણ ટ્રાફિક પોલીસ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી નહિ કરતા લાખોની સંખ્યામાં ઈ- મેમો પોલીસ ખાતામાં જમા રહી ગયેલ છે.

ઈ- મેમોની તારીખ ૬ મહિનાથી જુની થઇ ગયું હોય, અને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ- મેમોની રકમ વસુલવા માટે ટ્રાફિક કોર્ટમાં દાવો ના કરેલ હોય તો આ રકમ માટે પોલીસ પણ વાહન ચાલકોને હેરાન ના કરી શકે. CrPc ૪૬૮ મુજબ જે નિયમ ભંગની સજા ફક્ત દંડ હોય તો ૬ મહિનાની અંદર કોર્ટએ કાર્યવાહી શુરુ કરવાની હોય છે. જો ૬ મહિનામાં આવા કિસ્સામાં કાર્યવાહી શરુ નહી કરેલ હોય તો ત્યાર પછી દંડ કરાવવાની સત્તા કોર્ટ પાસે પણ રહેતી નથી.

૬ મહિનાથી જુના એવા ઈ- મેમો સુરતમાં ૪૦ લાખ થી પણ વધારે છે, જેની રકમ ૧૧૮.૬૨ કરોડ છે. સુરત શિવાય વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ સહીત આ રકમ ૩૦૪ કરોડ થી પણ વધારે છે.

આ અંગે થયેલ સુનાવણીમાં ઉચ્ચ ન્યાયાલયના ચીફ જસ્ટિસે સંકેત આપ્યા કે આ પોલીસ સમયસર કાર્યવાહી નહી કરે તો સરકારને મોટી રેવન્યુ લોસ થવાની સંભાવના છે. આ અંગે પોલીસ દ્વારા નાણા નહી ભરનાર સામે FIR દર્જ કરેલ છે કે કેમ ? ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે યોગ્ય કાર્યવાહી થતી નથી બીજી બાજુ સરકારને મળવાપાત્ર દંડની રકમની પણ વસૂલાત થઈ શકતી નથી.

સ્થાનિક કોર્ટમાં આ અંગે કેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે ? પોલીસ દ્વારા નાણા નહી ભરનાર સામે FIR દર્જ કરેલ છે કે કેમ ? આ માહિતીઓ સાથે અરજદાર ફરી આ કોર્ટ સમક્ષ નવી અરજી કરી શકે છે.
કોર્ટની રાજ્ય સરકાર અને પક્ષકારોને નોટિસ

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને જસ્ટિસ અશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે રાજ્યમાં ઈ-ટ્રાફિક કોર્ટ મુદ્દે સંકેત આપતા ઉલ્લેખ કર્યો કે, દંડની રકમ કાર્ડથી ભરવા પરના બેન્કિંગ ચાર્જનો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો છે. ઈ – મેમો અંગેની જાહેર હિતની અરજી બાબતે કોર્ટે રાજ્ય સરકાર સહિત અન્ય પક્ષકારોને નોટિસ પાઠવીને આ મામલે ૧ જુલાઈના રોજ જવાબ રજુ કરવા હુકમ કરી છે. વધુ સુનાવણી આવનાર દિવસોમાં હાથ ધરવામાં આવશે. અરજદાર વતી જાણીતા વકીલ વિશાલ દવે આ જાહેર હિતની અરજીમાં હાજર થયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *