ટોઇંગ ક્રેનની CCTV ફૂટેજ નહી આપતા અરજદાર હાઈકોર્ટમાં, ફૂટેજની CD બંધ કવરમાં રજુ કરવા સુરત પોલીસને કોર્ટનો આદેશ.

RTI અંતર્ગત ટોઇંગ ક્રેનના CCTV ફૂટેજ નહી આપતા ગુજરાત હાઈકોર્ટમાં થયેલ અપીલમાં સુરત પોલીસને નોટીસ જારી, ફૂટેજની CD બંધ કવરમાં રજુ કરવા આદેશ.

લોકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં ટોઈંગ કેન બંધ હોવા છતા સત્તાનો દુર-ઉપયોગ કરીને લાખ્ખોના પેમેન્ટની ચૂકવણી કરવા બદલ સુરત શહેર ટ્રાફિક પોલીસ, નાયબ પોલીસ કમિશ્નર પ્રશાંત સુબે , મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગની સાથે ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલ સામે પણ સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવેલ હતી.

ટોઇંગ ક્રેન ટેન્ડર શરત મુજબ દરેક ક્રેનમાં CCTV અને DVR સહિતની સુવિધા રાખવાની હોય છે. અને મહિનાના અંતે કરેલ કામગીરીના રેકોર્ડીંગ CD રૂપમાં ક્રેન ઇન્ચાર્જને સોપવાનું હોય છે. મળેલ માહિતી મુજબ લોક ડાઉન અને ત્યાર પછીના સમય ગાળામાં કામગીરી ખૂબ જ ઓછી અથવા કરેલ ન હોવાથી DVR માં રેકોર્ડ થયેલ જુના મહિનાઓના CCTV ફૂટેજ તપાસ અધિકારીના સહમથી વિડીઓ એડીટીંગ એક્ષ્પર્ટ પાસેથી રૂ.૨૫૦૦૦/- ની ફી આપીને વિડીયો કટ પેસ્ટ કરીને ખોટા પુરાવા ઉભા કરવામાં આવેલ હોય તેવી શંકા પછી અરજદાર દ્વારા આ તમામ CCTV ફૂટેજની માંગણી માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત કરવામાં આવેલ હતી.

આ બનાવટી CD ઓ અરજદારના હાથમાં નહી આવે તે માટે અરજીના આરોપીયો એવા મદદનીશ પોલીસ કમિશ્નર (જા.માં.અધિકારી ) અને નાયબ પોલીસ કમિશ્નર (પ્રથમ અપીલ અધિકારી ) દ્વારા સરકારી કચેરીમાં જમા હોય એવી માહિતી, ત્રાહિત પક્ષકારની માહિતીમાં દર્શાવી માહિતી આપવાનું ટાળી દેવામાં આવેલ હતુ. પ્રથમ અપીલમાં પણ ન્યાય નહી મળતા અરજદાર દ્વારા પ્રથમ અપીલ અધિકારીના નિર્ણય માહીતી આયોગમાં પડકારવામાં આવેલ હતા. ગુજરાત માહિતી આયોગ પણ અરજદારને ન્યાય નહી આપતા મામલો ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં પોહચી ગયો હતો.

તા.૦૬.૦૭.૨૦૨૨ ના રોજ નામદાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં થયેલ પ્રથમ હિયરીંગમાં જસ્ટીસ એ.એસ.સુપેહિયા સરકારને ઠપકો આપતા જણાવવામાં આવ્યું કે ટોઈંગ ક્રેનો દ્વારા વાહનો ટો કરવામાં ગુપ્ત માહિતી શું હોય છે ? ત્રાહિત પક્ષકારની માહિતી કઈ રીતે થાય છે ? તા. ૦૧.૦૮.૨૦૨૨ પહેલા સરકાર આ તમામ CCTV ફૂટેજના CD ઓ બંધ કવરમાં કોર્ટમાં રજુ કરે, અને દંડ માટેની તૈયારી રાખજો.

સામાવાળા પક્ષ એવા જાહેર માહિતી અધિકારી, પ્રથમ અપીલ અધિકારી અને ગુજરાત માહિતી આયોગને નોટીસ કાધીને વધુ સુનાવણી તા.૦૧.૦૮.૨૦૨૨ ના રોજ રાખવામાં આવેલ છે. અરજદાર વતી સીનીયર વકીલ શ્રી કે.આર. કોષ્ટિ દલીલો કરવામાં આવેલ હતી.

“CCTV ફૂટેજ એડિટ કરીને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે મદદનીશ પોલીસ કમિશ્નર અને નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક દ્વારા કરવામાં આવેલ સત્તાનો દુરુપયોગ બહાર આવી ગયો છે. હવે આ અધિકારીઓ દ્વારા લોકડાઉન દરમિયાન ટોઈંગ ક્રેનના બીલ ચુકવણીમાં કરેલ ભ્રષ્ટાચાર આ ફૂટેજ મળવાથી સાબિત થશે”સંજય ઇઝાવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *