હજીરાવાસીઓનું સ્વપ્નું સાકાર, ૨૦ બેડની પ્રાઈમ કેર હોસ્પિટલનું શુભારંભ મોરામાં.

મૈત્રી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત પ્રાઈમ કેર હોસ્પિટલનું શુભારંભ તા.૨૧.૦૭.૨૦૨૨ ના રોજથી હજીરા વિસ્તારના મોરા ટેકરામાં થયેલ છે. હજીરા વાસીઓનું લાંબા વર્ષોથી થયેલ માંગણી સુરતના એક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાકાર કરવામાં આવેલ છે.

૨૦ બેડની સુવિધા ધરાવતી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર, નિષ્ણાંત ડોકટરો દ્વારા કન્સલ્ટીંગ, જનરલ વોર્ડ, સેમી સ્પેશીયલ, સ્પેશીયલ સુવિધાઓ સાથે ૫ બેડની ICU, ઓપરેશન થીયેટરની સુવિધા પણ ચાલુ છે. મોરા સુવાલી રોડ પર શરૂ કરવામાં આવેલ આ હોસ્પિટલમાં સ્ત્રી રોગો અને ડિલીવરી માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવેલ છે.

મોરા ટેકરા રોડ પર એસ.બી.આઈ બેંક પાસેના કોમ્પ્લેક્ષમા પ્રથમ માળે પ્રાઈમ કેર હોસ્પિટલનું સંચાલન થયું છે. તમામ પ્રકારના રોગો માટે અત્યાધુનિક તબીબી સારવાર આપતી પ્રાઈમ કેર હોસ્પિટલ ,મૈત્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે .પ્રાઈમ કેર હોસ્પિટલ હજીરા, મોરા, ઇચ્છાપોર અને આસપાસના વર્તુળમાં રહેતા રહેવાસીઓ માટે ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરે છે.

કન્સલ્ટનટ તબીબો:-

શહેરના જાણીતા ફીસીશ્યન ડો.અમિત શાહ MBBS, MD (Medicine ) (ફીઝીશિયન) તથા ડો.મિલન મોદી – MBBS, DNB Chest Medicine (ચેસ્ટ ફીઝીશિયન)ના દેખરેખ હેઠળ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવેલ પાંચ બેડની ઇન્ટેંસિવ કેર યુનિટની સુવિધા આપના મોરા વિસ્તારમાં શરૂ થયેલ છે. શ્રી અમિત શાહ અને ચેસ્ટ ફીસીશિયન મિલન મોદી દરરોજ પોતાની ઓ.પી.ડી પ્રાઈમ કેર હોસ્પિટલમાં શરૂ કરી દીધેલ છે.

૨૫ વર્ષ કરતા વધારે અનુભવી એવા ડો. વિજય લોનકર (MBBS,MS, OBS & GYNAE ) ના નેતૃત્વમાં અત્યાધુનિક ઓપરેશન થિયેટર અને ઇન્ટેંસિવ કેર યુનિટ સાથે સજ્જ સ્ત્રીરોગ અને ડીલીવરી વિભાગ પણ શરૂ કરવામાં આવેલ છે.

ડો.ડી.બી. ભૂતરા MBBS. DNB PAEDIATRICS (બાળરોગ તજજ્ઞ)ના નેતૃત્વમાં વિશેષ બાળરોગ વિભાગ તમારા બાળકોની સારવાર કરશે.

ડો.અનિલ મહેશ્વરી –MBBS, D. ORTHO (ઓર્થોપેડીક સર્જન) દ્વારા હાડકાને લગતી તમામ સારવાર માટેની સવલતો ઉભી કરવામાં આવેલ છે, અકસ્માત, ફેકચર જેવા ઈમરજન્સી માટે પણ ઓર્થોપેડીક ડીપાર્ટમેન્ટની સેવા ઉપલબ્ધ રહેશે.

ડૉ.સ્વપ્નીલ પટેલ, MBBS DMRD (રેડિયોલોજીસ્ટ )ના નેતૃત્વમાં અત્યાધુનિક એક્ષ – રે અને રેડીયોલોજી વિભાગ સજ્જ કરવામાં આવેલ છે.

ડો. ઝલક મહેતા, BPT (ફીઝીઓ થેરાપિસ્ટ) દ્વારા મગજ અને ચેતાતંતુને લગતી તકલીફ, કરોડરજ્જુ,મણકા,ચેતાતંત્રને લગતી તકલીફ, સાંધાનો દુખાવો અને ઘસારો, ફેકચર અને હાડકા ખસી જવાની તકલીફ ,ઓપરેશન પહેલા અને પછીની કસરત, રમત-ગમત દરમિયાનની ઈજા, હૃદય અને શ્વાસોશ્વાસ માટેની કસરત, વૃધ્ધ માટેની કસરત, વજન ઉતારવાની કસરત, પ્રસુતિ પહેલા અને પછીની કસરત વિભાગ સજ્જ કરવામાં આવેલ છે.

ડો.શ્વેતા સુરાવાલા, BDS (ડેન્ટલ સર્જન )નો વિશેષ અનુભવ અને નુતન ટેકનોલોજી સાથે દાંતને લગતી તમામ સારવાર તથા ડેન્ટલ સર્જરી માટેનો આધુનિક ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવેલ છે.

મૈત્રી હેલ્થ કાર્ડ:-

વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી નોંધણી ફી લઈને ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ મૈત્રી હેલ્થ કાર્ડની સુવિધા શહેરી જનોના હેલ્થ અંગેની કાળજી કરવામાં મદદરૂપ થશે. વર્ષ દરમ્યાન પ્રાઈમ કેર હોસ્પિટલના કોઈ પણ તબીબ પાસે પહેલું કન્સલ્ટિંગ વિના મૂલ્યે મળશે, રૂ.૧૪૦૦/- નું પહેલું તબીબી પરીક્ષણ વિના મૂલ્યે થશે, પ્રથમ પરીક્ષણ બાદ પછીના ત્રિમાસિક પરીક્ષણ ઉપર ૧૦% વળતર આપવામાં આવશે, મેડિકલ ચેક અપ સિવાય કોઈ પણ લેબોરેટરી પરીક્ષણ ઉપર વર્ષ દરમ્યાન ૧૦% રાહત મળશે, પ્રાઈમ કેર હોસ્પિટલના મેડિકલ સ્ટોરના બીલ ઉપર ૧૦% વળતર તરત મળશે, પ્રાઈમ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દર્દીઓના હોસ્પિટલ બીલમાં ૧૦% વળતર પણ આપવામાં આવશે.

તથા મૈત્રી હેલ્થ કાર્ડ ધારકને કોઈ પણ આપતકાળમાં પ્રાઈમ કેર હોસ્પિટલ સુધી પોહચવા માટે અમ્બુલન્સની સુવિધા પણ વિના મુલ્યે મળશે. વધુમાં ઉમેરતા પ્રાઈમ કેર હોસ્પિટલના ચીફ મેડીકલ ઓફિસર ડો.વર્ષા સૂર્યવંશી એ જણાવ્યું કે હજીરા કાઠા વિસ્તારના રહેવાસીઓ તથા હજીરા ઉદ્યોગ ક્ષેત્રમાં કામ કરી રહેલ હજારોની સંખ્યાના પરપ્રાન્તીઓને પણ આ હેલ્થ કાર્ડની સુવિધા મળશે અને પોતાના હેલ્થ અંગે નિયમિત રીતે તપાસ કરીને તંદુરસ્ત રહી શકે છે. આવી તબીબી સારવાર રહેવાસીઓના આર્થિક સ્થરને ધ્યાનમાં લઈ વ્યાજબી અને શ્રેષ્ઠતમ રીતે મળી રહે એજ મૈત્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ હોસ્પિટલનુ શરૂવાત કરવામાં આવેલ છે.

કન્સલ્ટનટ તબીબો:-

1. ડો.વિજય લોનકર MBBS,MS, OBS & GYNAE (ગાયનેક)
2. ડો.અમિત શાહ MBBS, MD (મેડીસિન) (ફીઝીશિયન)
3. ડૉ.સ્વપ્નીલ પટેલ, MBBS DMRD (રેડિયોલોજીસ્ટ )
4. ડો.મિલન મોદી – MBBS, DNB Chest Medicine (ચેસ્ટ ફીઝીશિયન)
5. ડો.અનિલ મહેશ્વરી –MBBS, D. ORTHO (ઓર્થોપેડીક સર્જન)
6. ડો. ડી.બી. ભૂતરા MBBS. DNB PAEDIATRICS (બાળરોગ તજજ્ઞ)
7. ડો. વર્ષા સૂર્યવંશી MBBS, CIH (વ્યવસાયિક હેલ્થ ફિઝીસિયન)
8. ડો.શ્વેતા સુરાવાલા BDS (ડેન્ટલ સર્જન )
9. ડો. ઝલક મહેતા BPT,( ફીઝીઓ થેરાપિસ્ટ)
10. ડો. દીપિકા ડાભી, B.A.M.S, PGDHHM, PGDMLS, PGDQMHHO

સવલતો :-

• ૨૦ બેડની અત્યાધુનિક સારવાર માટેની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ.
• સ્ત્રીરોગ અને ડીલીવરી વિભાગ.
• જનરલ તેમજ વિશેષ પ્રકારની દવાઓની સવલત.
• અત્યાધુનિક ઇન્ટેંસિવ કેર યુનિટ- ICU.
• આધુનિક ઓપરેશન થિયેટર- OT.
• સામાન્ય તથા તમામ પ્રકારની લેપ્રોસ્કોપિક ઓપરેશનની સવલત.
• વિશેષ બાળરોગ વિભાગ ઉપલબ્ધ.
• અકસ્માત અને હાડકાની શ્રેષ્ઠ સારવાર.
• ડેન્ટલ સર્જરી વિભાગ.
• એક્ષ – રે અને રેડીયોલોજી વિભાગ.
• ૨૪ કલાકનો મેડિકલ સ્ટોર.
• ૨૪ કલાકની પેથોલોજી લેબોરેટરી.
• ઝડપી આવાગમન માટે એમ્બ્યુલન્સની સગવડ.
• પ્રશિક્ષિત અને અનુભવી નર્સિંગ સ્ટાફ.
• ૨૪ કલાક નિવાસી મેડિકલ ઓફિસર (આર.એમ.ઓ.) ઉપલબ્ધ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *