વાહન ચાલકો પાસેથી દંડ ઉધરાવનાર પોલીસ પોતે દંડ ભરવામાં નિષ્ફળ છે આર ટીઆઈ માં થયો ખુલાસો.

ફરજ પરની બેદરકારી બતાવી ઉચ્ચ અધિકારીઓ દ્વારા કર્મચારીઓનુ શોષણ કરે છે – સંજય ઇઝાવા.

ગુજરાત પોલીસ ખાતાની ફરજમાં બેદરકારી બદલ કર્મચારીઓને દંડ સાથેના કારણ દર્શાવવા નોટીસ આપવામાં આવેલ છે. જે નોટીસના જવાબ વ્યાજબી ના હોય તો હિયરીંગ પછી આખરી હુકમ કરીને દંડ વસુલવામાં આવે છે.

સુરત શહેર પોલીસ ખાતામાં છેલ્લા ૩ વર્ષ દરમિયાન ઝોન-૧,૨,૩ અને ટ્રાફિક ખાતામાં ફરજમાં બેદરકારી બદલ કારણ દર્શાવવા નોટીસ મળેલા કર્મચારીઓની સંખ્યા 7542 થી વધારે છે. સામાજિક કાર્યકર્તા અને RTI એક્ટીવીસ્ટ સંજય ઇઝાવાને મળેલ માહિતી મુજબ ઝોન-૧,૨,૩ અને ટ્રાફિક ખાતામાં વર્ષ ૨૦૧૯ દરમિયાન 3151, વર્ષ ૨૦૨૦ દરમિયાન 1836 અને વર્ષ ૨૦૨૧ દરમિયાન ૨૫૫૫ જેટલા પોલીસ જવાનોને ફરજ પરના બેદરકારી બદલ નોટીસ મળેલ છે.

સુરત શહેર પોલીસ ઝોન -૧ માં ૩ વર્ષ દરમિયાન રૂ. ૩૩ લાખ ૩૨ હજાર ૮૫૦ જેટલા રકમ નો દંડ કર્મચારીઓને આપવામાં આવેલ હતા. કર્મચારીઓની સુનાવણી બાદ આખરી હુકમ મુજબ દંડની રકમ રૂ. ૧૮ લાખ ૧૦ હજાર જેટલો થઇ ગયો હતો. એમાંથી રૂ. ૯ લાખ ૧૩ હજાર ૩૭૪ દંડ પેટે અલગ-અલગ પોલીસ સ્ટેશન દ્વારા સ્વીકારવામાં આવેલ છે. RTI માહિતી મુજબ હજુ આ ૩ વર્ષ ના આખરી દંડની રકમ ની ૫૦% રકમ વસુલાત બાકી છે.

ઝોન -૨ માં ૩ વર્ષ દરમિયાન કુલ ૨૩૭૩ જેટલી નોટીસ ફરજમાં બેદરકારી બદલ પાઠવવામાં આવેલ છે. જે અંગે થયેલ આખરી હુકમ પૈકી રૂ. ૬ લાખ ૬૦ હજાર ૧૦૦ હજુ ઝોન -૨ ના અલગ-અલગ પોલીસ સ્ટેશનઓ દ્વારા વસુલવામાં આવેલ છે.

ઝોન -૩ માં ૩ વર્ષ દરમિયાન કુલ 1655 જેટલી નોટીસ ફરજમાં બેદરકારી બદલ પાઠવવામાં આવેલ છે. માહિતી અધિકાર અધિનિયમની છટકબાજીનો ઉપયોગ કરીને દંડની રકમ અંગે કોઈ માહિતી ઝોન -૩ ના નાયબ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા આપવામાં આવેલ નથી. ઝોન -૪ માં આ અંગે કોઈ માહિતી આપવાનો જ ઇનકાર કરવામાં આવેલ હતા. ઝોન -૩ અને ૪ ના પ્રથમ અપીલ અધિકારી એવા અધિક પોલીસ કમિશ્નરશ્રી શરદ સિંધલ પણ માહિતી આપવામાં નકારી દેવામાં આવેલ હતા.

કર્મચારીઓને ફરજ પરના બેદરકારી બતાવી ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોટી રકમની નોટીસ પાઠવી ડરાવવામાં આવે છે, ત્યાર પછીની હિયરીંગમાં ગેરકાયદેસર રીતે કર્મચારીઓ પાસે થી રકમ વસુલીને પોતાના ખિસ્સા ભરીને દંડની રકમ ઓછી કરી દેવામાં આવે છે. આ માહિતી મને મળતા આ રીતની અરજી કરી માહિતી માંગવાની ફરજ પડી હતી. કર્મચારીઓને શોષણ કરવાની વાત કઈ હદ સૂધી સાચી છે, અધિકારીઓ આ પ્રકારના દંડની માહિતીઓ આપવા નથી માંગતા. યેન કેન બહાને માહિતી આપવાનું ટાળે છે. આ અંગે પોલીસ કમિશ્નરશ્રી અને ડી.જી.પી. સર સ્પેશિયલ ટીમ ની નીમુણુક કરી તપાસ હાથ ધરાવવી જોઈએ”- સંજય ઇઝાવા (RTI એક્ટીવીસ્ટ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *