૧૮ વર્ષ સુધીના બાળકોને ધાર્મિક દીક્ષા લેવા પર પ્રતિબંધ મુકવા જાહેરહિતની માંગ કરી સુરતના એક જાગૃત નાગરિકએ.

૧૮ વર્ષ સુધીના બાળકોને ધાર્મિક દીક્ષા લેવા પર પ્રતિબંધ મુકવા જાહેરહિતની માંગ કરી સુરતના એક જાગૃત નાગરિકએ.

ગુજરાતમાં જૈન સમાજ દ્વારા નાના-નાના બાળકોને પોતાનું નૈતિક અને ભૌતિક ત્યાગ કરાવીને ફક્ત ધર્મના માર્ગ પર જીવવા માટે મજબૂર કરીને દીક્ષા લેવડાવવામાં આવે છે. અને બાળકોને ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલ તમામ અધિકારો છીનવી લેવામાં આવે છે. ૧૮ વર્ષથી નાના બાળકોને વાલીયો અને ધર્મ ગુરુઓ બ્રેન વોશ કરીને તેનું પોતાનું બાળપણ છીનવી લેવામાં આવે છે, આ અંગે સુરતના એક જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, હોમ મીનીસ્ટર અને નાગરિક સંરક્ષણ મંત્રીશ્રી હર્ષ સંઘવી, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપ ખનાભાઈ પરમાર તથા ગુજરાત રાજ્ય ચીફ સેક્રટરીને પત્ર લખીને આ અંગે કાયદો ઘડવાની માગણી કરવામાં આવી છે.

શું છે બાળકોને મળેલ બંધારણીય ગેરંટી-

 • ભારતના બંધારણ મુજબ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના તમામ વ્યક્તિઓ બાળકો છે.
 • બાળપણ એક એવી પ્રક્રિયા છે જેમાંથી દરેક વ્યક્તિ પસાર થાય છે. બાળપણમાં બાળકોને જુદા જુદા અનુભવો થતા હોય છે.
 • તમામ બાળકોના થતા દુરુપયોગ અને શોષણથી સુરક્ષિત રાખવાની જરૂર છે.
 • ભારતનું બંધારણ તમામ બાળકોને ચોક્કસ અધિકારોની બાંયધરી આપે છે, આમા શામેલ છે.૬-૧૪ વર્ષની વય જૂથના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર કલમ 21A મુજબ સમાવેશ કરવામાં આવ્યો છે.
 • બાળકોને ૧૪ વર્ષની ઉંમર સુધી કોઈપણ જોખમી રોજગારથી સુરક્ષિત રહેવાનો અધિકાર બંધારણની કલમ 24 મુજબ સમાવેશ કરવામાં આવ્યો છે.
 • બાળકોની ઉંમર શક્તિને અનુરૂપ ન હોય તેવા વ્યવસાયોમાં પ્રવેશવા માટે આર્થિક આવશ્યકતા દ્વારા દુરુપયોગ અને ફરજ પડવાથી સુરક્ષિત થવાનો અધિકાર કલમ 39(e) મુજબ ભારતના બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
 • તંદુરસ્ત રીતે અને સ્વતંત્રતા અને ગૌરવની સ્થિતિમાં વિકાસ કરવા માટે સમાન તકો અને સુવિધાઓનો અધિકાર અને શોષણ સામે અને નૈતિક અને ભૌતિક ત્યાગ સામે બાળપણ અને યુવાનીની બાંયધરીકૃત રક્ષણ કલમ 39 (f)માં ભારતનું બંધારણ બાળકોના અધિકાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
 • તમામ બાળકો જ્યાં સુધી ૬ વર્ષની ઉંમર પૂર્ણ ન કરે ત્યાં સુધી પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણનો અધિકાર ભારતના બંધારણ કલમ 45 માં સમાવેશ કરવામાં આવ્યો છે.
 • આ ઉપરાંત સમાનતાનો અધિકાર કલમ 14 મુજબ, ભેદભાવ સામે અધિકાર કલમ 15 મુજબ, વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર અને કાયદાની યોગ્ય પ્રક્રિયા કલમ 21 મુજબ, તસ્કરી અને બોન્ડેડ મંજુરી માટે ફરજ પાડવામાં આવતા રક્ષણ મેળવવાનો અધિકાર કલમ 23 મુજબ અને લોકોના નબળા વર્ગોના સામાજિક અન્યાય અને તમામ પ્રકારના શોષણથી સુરક્ષિત રહેવાનો અધિકાર કલમ 46 ભારતનું બંધારણ બાંયધરી આપે છે.

વર્ષો થી સમાજ માં ચાલી રહેલ પ્રથા-

 • ગુજરાતભરમાં જૈન સમાજ દ્વારા ૧૮ વર્ષથી નીચેના બાળકોને પોતાના બાળપણનો અનુભવ લેતા પહેલા જ પોતાના ધર્મના માર્ગ પર ચાલવા માટે બ્રેનવોશ કરીને દીક્ષા લેવડાવે છે.
 • આ પ્રકારના ધાર્મિક કાર્યમાં અન્ય બાળકોને પણ પ્રેરણા મળે તે હેતુ ધૂમ ધામથી જાહેર રસ્તાઓ પરથી રેલી કાઢીને જૈન ધર્મના અન્ય પરિવારોને પણ ધાર્મિક બ્લેકમેલ કરી રહ્યા છે.
 • બાળકોને પોતાના દિમાગથી વિચારી રહેલ વસ્તુઓમાં ઘણી ભૂલો હોય છે, જેથી કોઈ પણ બાળકોનુ શોષણ ના કરી શકે તે હેતુ થી સરકાર દ્વારા વખતો-વખત અલગ-અલગ નિયમો બનાવવામાં આવેલ છે, અહિયાં આ તમામ નિયમોનું ઉલ્લંઘન થાય છે.
 • ભારતના બંધારણ દ્વારા બાળકોને આપવામાં આવેલ તમામ બંધારણીય અધિકારોનો ભંગ પોતાના પરિવાર બાળકો સાથે કરી રહ્યા છે.
 • બાળકોને ૧૪ વર્ષ સુધીનું ફરજીયાત શિક્ષણ આપવાની બંધારણીય અધિકારનો ભંગ સામે કોઈ પણ ધાર્મિક સમાજના આગેવાનો આવાજ ઉઠાવતા નથી.
 • તંદુરસ્ત રીતે અને સ્વતંત્રતા અને ગૌરવની સ્થિતિમાં વિકાસ કરવા માટે સમાન તકો અને સુવિધાઓનો અધિકાર અને શોષણ સામે અને નૈતિક અને ભૌતિક ત્યાગ સામે બાળપણ અને યુવાનીનું બાંયધરીકૃત રક્ષણ કલમ 39 (f)માં ભારતનું બંધારણ બાળકોના અધિકાર તરીકે સમાવેશ કરવામાં આવેલ હોવા છતાં પોતાના પરિવાર તથા ધાર્મિક ગુરુઓ બાળકોને આ બંધારણીય સુરક્ષા આપતા નથી.
 •  ૬ વર્ષ થી લઈને ૧૮ વર્ષ સુધીના હજારોની સંખ્યામાં બાળકો ગુજરાતભરમાં દીક્ષા લઇ ચુક્યા છે.
 • બાળકોને પોતાના દિમાગથી વિચારવાની શક્તિ મળે તે પહેલા બાળકોના દિમાગમાં ધર્મની વાતો ભરી દેવામાં આવે છે. વારંવાર આ બ્રેનવોશથી બાળક પોતાના ભવિષ્ય અંગે વિચારવાની જગ્યાએ આરામથી દીક્ષા લેવા રાજી થઇ જાય છે.

૧૮ વર્ષ સુધીના બાળકોને ધાર્મિક દીક્ષા અંગે શું કહે છે જીલ્લા કલેકટર કચેરી-

૧૮ વર્ષ સુધીના બાળકોને ધાર્મિક દીક્ષા અંગે તા. ૧૧.૦૭.૨૦૨૨ ના રોજ કલેકટર કચેરી, સુરત જીલ્લામાં માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત અરજદાર સંજય ઇઝાવા દ્વારા કરેલ અરજીના જવાબ રૂપે તા.૧૯.૦૭.૨૦૨૨ ના રોજ મળેલ માહિતી મુજબ કોઈ પણ ધર્મના કોઈ પણ વ્યક્તિ દ્વારા લેવામાં આવેલ દીક્ષા અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જેથી ગુજરાતમાં એક એકીકૃત કાયદો આ અંગે હોવું જરૂરી છે.

શું છે અરજદારની માંગણીઓ-

 • ૧૮ વર્ષ સુધીના બાળકોના બંધારણીય અધિકારો ભંગ કરનાર પરિવાર સામે FIR નોંધીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા માંગણી કરવામાં આવેલ છે.
 • કોઈ પણ ધર્મના લોકો દીક્ષા લેતા પહેલા સરકારશ્રીમાંથી મંજૂરી લેવા જોગ કાયદો પસાર કરવા માંગણી કરવામાં આવેલ છે.
 • ૧૮ વર્ષ સુધીના બાળકોને દીક્ષા લેવડાવવામાં કોઈ પરિવાર અનુમતિ આપે તો તે પરિવાર વિરુધ્ધ ગંભીર ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરવા જોગ નિયમો બનાવવા વિનંતી છે.
 • ૧૮ વર્ષ સુધીના બાળકોને દીક્ષા લેવડાવવામાં પ્રેરિત કરનાર ધર્મ ગુરુઓ અથવા અન્ય કોઈ પણ વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી થાય તે અંગે નિયમ બનાવવા માંગણી કરવામાં આવેલ છે.

સંજય ઇઝાવાની સદર અરજી મુખ્ય મંત્રી કાર્યાલય દ્વારા અધિક મુખ્ય સચિવશ્રી સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા અધિક મુખ્ય સચિવશ્રી ગૃહ વિભાગને તબદીલ કરીને નિયમાનુસારની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *