સુરત ટ્રાફિક પોલીસનું વધુ એક ભ્રષ્ટાચારનું પર્દાફાશ, તત્કાલીન DCP સુબે પર વધુ એક ભ્રષ્ટાચારની આરોપ.

ટ્રાફિક ચોકી અને ટ્રાફિક પોસ્ટની ઉપર લગાવવામાં આવેલ જાહેરાતના બોર્ડો દૂર કરવા પોલીસ કમિશ્નરને અરજી.

શહેરના મોટા ભાગના ત્રણ અને ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક પોલીસ ચોકી અને ટ્રાફિક પોસ્ટ મુકવામાં આવેલ છે. જે કેબીનના ઉપરના ભાગે જાહેરાત પણ લગાવવમાં આવેલ છે. શહેરના જાગૃત નાગરીક સંજય ઇઝાવા દ્વારા આ અંગે માંગવામાં આવેલ RTI અંતર્ગત મળેલ માહિતી ચોકવનારી છે. સંખ્યા બંધ નવ ટ્રાફિક કેબીનો શહેરમાં અલગ-અલગ ત્રણ અને ચાર રસ્તાઓ ઉપર મુકવામાં આવેલ છે. અને ટ્રાફિક જવાનોને ઉભા રહેવા માટે રોડ વચ્ચે ટ્રાફિક સ્ટેન્ડ પણ મુકવામાં આવેલ છે. છતાં સુરત શહેર પોલીસ ખાતું આ બાબતોથી અનજાન છે.

નાયબ વહીવટી અધિકારી, પોલીસ કમિશ્નરશ્રી કચેરી અને મદદનીશ પોલીસ કમિશ્નર વહીવટ અને પ્લાનિંગ, ટ્રાફિક શાખાને પણ આ કેબીનો અંગે કોઈ જાણકારી નથી. શહેરમાં આ પ્રમાણે કેટલા કેબીનો મુકવામાં આવ્યા છે , કોણે મુકવામાં આવેલ છે, કેબીન ઉપર હોર્ડિંગ કોના દ્વારા મુકવામાં આવેલ છે ? આવી કોઈ માહિતી પોલીસ ખાતામાં નથી. તમામ જાહેર માહિતી અધિકારીઓ દ્વારા આ અંગે “નીલ” માહિતી આપી દેવામાં આવેલ છે.

CGDCR ૨૦૨૧ સેક્શન ૧૯ :- ADVERTISING DISPLAY & COMMUNICATION INFRASTRUCTURE મુજબ Permission shall be required for any nature of outdoor Advertising Display Infrastructure or Communication Infrastructure Telecommunication infrastructure/ microwave communication tower as per Schedule 18 (other than sign boards for way-finding). This is applicable for but not limited to Billboards with Liquid Crystal Display Board (LCD) Light emitting diodes (LED), Kiosks, Wall Signs, Glass display, Vehicles (non-motorized and motorized etc.), floating balloons, digital display. અને ગુજરાત સરકાર દ્વારા આ સત્તા મહાનગરપાલિકાને આપવામાં આવેલ છે. છતાં સુરત પોલીસના અમુક અધિકારીઓ ભેગા મળીને સરકારની આવકને પોતાના ખિસ્સા ભરવા માટે દુરુપયોગ કરવામાં આવેલ છે.

“મળેલ માહિતી મુજબ તત્કાલીન નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક ખાતા દ્વારા આ પ્રકારના કેબીનો સુરત શહેરમાં ડોનેશનથી મુકવા માટે મોખિક મંજૂરી આપવામાં આવેલ છે. અને જે કેબીનની ઉપર જાહેરાતો કરવાનો હકક પણ કેબીન આપનાર ડોનરને સોપવામાં આવેલ છે. એટલે અલગ-અલગ ત્રણ અને ચાર રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ માટે મુકવામાં આવેલ કેબીનો અને સ્ટેન્ડ મફતમાં મળેલ છે. કેબીનો ઉપર જાહેરાત કરવાનો હકક પણ મફતમાં આપવામાં આવેલ છે. આ પ્રકારની ગેર કાયદેસર જાહેરાતોથી સુરત મહાનગરપાલિકાની આવકમાં લાખોનું નુકશાન છે. પણ તત્કાલીન નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક ખાતા દ્વારા આ મફત યોજનાની મોખિક મંજૂરી માટે આશરે ૫૦ લાખ થી પણ વધારે રકમ લેવામાં આવેલ હોવાની ચર્ચા છે”.

https://fb.watch/fKV6Z9pA8C/

આ સમગ્ર તપાસ માટે RTI એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા દ્વારા પોલીસ મહાનિર્દેશકશ્રી (DGP) અને પોલીસ કમિશ્નરશ્રી સુરતનાઓને પત્ર લખી સમગ્ર મામલાની તપાસની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *