ચુંટણી આવતા જનતાના પૈસાનો ધુમાડો કરવાનું શરૂ, વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પોસ્ટર પાછળ લાખોનો ખર્ચ.

ચુંટણી આવતા જનતાના પૈસાનો ધુમાડો કરવાનું શરૂ, સુરતમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પોસ્ટર પાછળ ૧૦ લાખનો ખર્ચ.

BRTS બસ સ્ટેન્ડ પર લગાવવામાં આવેલ ચૂંટણી લક્ષી બેનરો તાત્કાલિક દૂર કરવા અરજી.

ચુંટણી આવતા સુરત મહાનગર પાલિકાએ જનતાના પૈસાનો ધુમાડો કરવાનું શરૂ કરી દીધું છે, સુરતમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પોસ્ટર પાછળ મ્યુનિસિપલ કમિશ્નર ની મંજૂરી થી રૂ.૧૦ લાખનો ખર્ચ કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના ફોટાવાળા મોટા-મોટા બેનરો લગાવી દેવામાં આવેલ છે. સરકાર દ્વારા આ પ્રકારનો પ્રચાર કોઈ ચોક્કસ પક્ષ માટે કરે તે યોગ્ય નથી.

ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે ભાજપ સરકાર દ્વારા પોતાની સરકાર ફરી સત્તા ઉપર આવે તે માટે પોતાના નેતાઓના ફોટાવાળા પોસ્ટર જાહેરમાં લગાવવાનું શરૂ થઇ ગયું છે. સુરત BRTS બસ સ્ટેન્ડ પર લગાવવામાં આવેલ બસ સ્ટેન્ડના નામ સાથેના બોર્ડ બદલાવીને તમામ જગ્યાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના ફોટાવાળા મોટા-મોટા બેનરો લગાવી દેવામાં આવેલ છે. જે પાછળ સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ. ૧૦ લાખનો ખર્ચ થયેલ છે.

RTI માં મળેલ માહિતી મુજબ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ વિભાગને મુખ્યમંત્રી કચેરી દ્વારા આપવામાં આવેલ સૂચના સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીની બોહોળી પ્રસિદ્ધિ અર્થે સુરતમાં પણ બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડ પર જાહેરાતોના રૂપમાં પ્રસિદ્ધ કરવાનું છે. ૧૨ ફૂટ X ૫.૫ ફૂટ સાઈઝમાં અને ૧૦ લાખની મર્યાદામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના ફોટાવાળી આ જાહેરાતો લગાવવાની મંજૂરી આર.કે.બીલ્ડર્સને આપવામાં આવેલ છે. તાજેતરમાં લગાવવામાં આવેલ સારી કંડીશનમાં હતા એવા તમામ બોર્ડો ઉતારી આ નવા ફોટોવાળા બોર્ડો લગાવવામાં આવેલ છે.

ગુજરાતમાં ચુંટણીના આગળના દિવસોમાં એક પક્ષ દ્વારા પોતાની ચુંટણી પ્રચાર સરકાર અને પ્રજાના ખર્ચે થાય તે હેતુ આખા ગુજરાતમાં સત્તાનો દુરુપયોગ કરી જનતા દ્વારા ભરેલા કરોડો રૂપિયાના ટેક્સનો દુરુપયોગ કરી રહ્યા છે. RTI અંતર્ગત માહિતી માંગનાર જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા સરકારના આ વલણ સામે જનતાને જાગૃત કરવા તથા સરકારને સવાલો પૂછવા અપીલ કરી છે.

આ અંગે અરજદાર દ્વારા મુખ્યમંત્રી શ્રી અને મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, સુરત મહાનગર પાલિકાને પાત્ર લખીને આ પ્રકારના હોર્ડિંગ / બેનરો / જાહેરાતો જનતાના પૈસે આગળ નહીં થાય તે અંગે યોગ્ય કાર્યવાહી કરે હાલમાં લગાવવામાં આવેલ ચૂંટણી લક્ષી બેનરો તાત્કાલિક દૂરવા રજુઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *