મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાની તપાસ NIA અથવા કોઈ સ્વતંત્ર એજન્સીને સોપવા કેમ કરી માંગ ?

જાણો ઝૂલતા પુલ દુર્ઘટના પાછળની ટેક્નિકલ ભૂલો અને કોણ કોણ છે જવાબદાર ?

સરકાર દ્વારા રચવામાં આવેલ SIT નું વિસર્જન કરવા અરજદાર કેમ માંગણી કરી ?

કોણ કરી શકે છે આવી દુર્ઘટનાની તપાસ?

માંગણીઓ સ્વીકારવા અરજદારને કેટલા દિવસનો સમયગાળો આપી છે સરકાર ને ?

મોરબીમાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતા અનેક લોકો પુલ નીચે મચ્છુ નદીના પાણીમાં અને પથ્થરો પર ખાબકતા ૧૩૬ થી વધુ માણસોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને ૫૦ થી વધુ માણસોને ઈજા પહોંચી છે જેમાં કેટલાકની હાલત ગંભીર છે. જે અન્વયે શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા મુખ્ય મંત્રી, ગૃહ મંત્રી, ચીફ સૅક્રાટારી, DGP ને પાત્ર લખીને મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાની તપાસ NIA અથવા કોઈ સ્વતંત્ર એજન્સીને સોપવા માંગણી કરી છે.

જાણો શુરૂ છે અરજ્દારણનું નિરીક્ષણ :-

1. મોરબીનો ઝુલતો પુલ ગુજરાત રાજ્ય સરકારની સંપત્તિ છે, જેની દેખ-રેખ મોરબી નગરપાલિકા દ્વારા વર્ષોથી કરવામાં આવેલ છે.

2. તા. ૦૭.૦૩.૨૦૨૨ ના રોજ Certificate No- IN-GJ18742070735389U થી એગ્રીમેન્ટ કરીને “ મોરબી ખાતે આવેલ ઝુલતો પુલ ૧૫ વર્ષ માટે સંપૂર્ણ મેનેજમેન્ટ કરવા માટે ગુજરાત સરકાર વતી ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા દ્વારા રાજકોટ મોરબી હાઇવે સ્થિત “અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડ (ઓરેવા ગ્રુપ)” ને સોપી દેવામાં આવેલ હતુ.

3. ઐતિહાસિક ઝૂલતા પુલની મરામત અને સંચાલન કોઈ ખાનગી સંસ્થાને સોપતા પહેલા કોઈ પ્રકારના ટેન્ડરીંગ કાર્ય કરવામાં આવેલ નથી. અને ઝૂલતા પુલની મરામત અને સંચાલન અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડ (ઓરેવા ગ્રુપ)ને સોપતા પહેલા સદર કંપનીના બ્રીજ મરામત અંગેનો અનુભવ પણ જોવામાં આવેલ નથી. સેન્ટ્રલ વિજીલન્સ કમીશન- CVC દ્વારા જારી કરવામાં આવેલ ઘણા પરિપત્રોનું ઉલ્લંઘન કરીને આ કોન્ટ્રકટ આપવામાં થયેલ છે. જે સક્ષમ સત્તા દ્વારા કરવામાં આવેલ ગંભીર બેદરકારી છે.

4. ભૂતકાળમાં બ્રિજનું નિર્માણ, મરામત, જાળવણી અંગે કોઈ અનુભવ ન કરેલ હોય એવી એજન્સીને ટેન્ડર પ્રકિયા વગર આ ઐતિહાસિક બ્રીજ ૧૫ વર્ષ માટે સંપૂર્ણ પણે મેનેજમેન્ટ કરવા માટે સોપીને ગુજરાત સરકાર દ્વારા આ કિસ્સામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. જેમાં સરકારશ્રીના ઉચ્ચ અધિકારીઓની સંડોવણીની શંકા હોવાથી કોઈ સ્વતંત્ર એજન્સી આ અંગે તપાસ કરવી જરૂરી છે.

5. મોરબીમાં ઝુલતો પુલ છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં હતો. સમારકામ બાદ તા.૨૬.૧૦.૨૦૨૨ ના રોજ (નવા વર્ષના દિવસે) ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો.

6. તા. ૦૭.૦૩.૨૦૨૨ના “મોરબી ઝુલતા પુલ એગ્રીમેન્ટ” ના મુદા નંબર ૧ મુજબ ઝૂલતા પુલની ટીકીટના ભાવ વર્ષ ૨૦૨૨-૨૩ માટે સામાન્ય રૂ.૧૫/-, વિદ્યાર્થીઓ માટે રૂ.૫/- અને ૧૨ વર્ષની નીચે રૂ.૧૦/- ભાવ નક્કી કરવામાં આવેલ હોવા છતાં સંચાલકો દ્વારા ટીકીટના ભાવ સામાન્ય રૂ.૧૭/- અને ૧૨ વર્ષની નીચે રૂ.૧૨/- થી વસુલવામાં આવતા હતા. જેનાથી ખબર પડે છે કે પ્રથમ દિન થી ભ્રષ્ટાચારની દોર ચાલુ થઇ ગયું હતું.

7. તા. ૦૭.૦૩.૨૦૨૨ના “મોરબી ઝુલતા પુલ એગ્રીમેન્ટ” ના મુદા નંબર ૩ મુજબ ઝૂલતો પુલ રીપેરીંગ કરીને ચાલુ કરવાનો તમામ ખર્ચ અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડ દવારા કરવાનો રહેશે. અને મુદા નંબર -૪ મુજબ ઓરેવા ગ્રુપ દ્વારા ઝુલતા પુલને યોગ્ય રીનોવેટ કરી જનતા માટે ખુલ્લો મુકાશે, જે માટે ૮ થી ૧૨ માસનો સમય પણ આપવામાં આવેલ છે.

8. તા. ૦૭.૦૩.૨૦૨૨ના “મોરબી ઝુલતા પુલ એગ્રીમેન્ટ” ના મુદા નંબર ૮ મુજબ એગ્રીમેન્ટ પૂર્ણ થયે જે કન્ડીશનમાં હશે તે કંડીશનમાં નગરપાલિકાને સુપ્રત કરાશે. અથવા એગ્રીમેન્ટ ફરીથી રીન્યુ કરાશે.

9. સદર એગ્રીમેન્ટમાં ઝુલતા પુલની મરામત દરમિયાન રાખવા લાયક ટેકનીકલ કાળજી બાબતે કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

10. સદર એગ્રીમેન્ટમાં ઝુલતા પુલની મરામત પહેલા કન્સલ્ટન્ટની નિમણુક, પ્લાન અને સ્ટ્રકચરલ ડીઝાઈન અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.
10. અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડ દવારા કોઈ સ્ટ્રકચરલ ડીઝાઈનની મંજૂરી ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા પાસેથી મેળવી લેવામાં આવેલ જણાતી નથી.

11. અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડ અથવા ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા દવારા સદર ઝુલતા પુલની સ્ટ્રકચરલ ડીઝાઈનની Vetting/Proof checking કરાવવામાં આવેલ જણાતી નથી, જે ગંભીર બાબત છે.

12. IS Code 1893- 1983, 1893-200, and 1893-2016 Criteria for Earthquake resistant design of Structures મુજબનું કોઈ માર્ગદર્શન પાલન કરવામાં આવેલ જણાતું નથી. જે અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડ અને ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા તરફથી થયેલ મોટી બેદરકારી છે.

13. IS Code 875 Part -3 1987 and 2015 CODE OF PRACTICE FOR DESIGN LOADS (OTHER THAN EARTHQUAKE) FOR BUILDINGS AND STRUCTURES મુજબ વિન્ડ લોડની કોઈ ગણતરી કરવામાં આવેલ જણાતી નથી. જે અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડ અને ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા તરફથી થયેલ મોટી બેદરકારી છે.

14. IS Code 875 Part -2 ના માર્ગદર્શન મુજબ બ્રીજ પર કરવા લાયક લોડ ટેસ્ટ અંગેનું કોઈ માર્ગદર્શન ઝૂલતા પુલમાં થયેલ છે તેમ જણાતું નથી. જે અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડ અને ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા તરફથી થયેલ મોટી બેદરકારી છે.

15. આ પ્રકારના કોઈ પણ સ્ટ્રકચરની ડિઝાઇનની DBR અને ડ્રોઈંગ Vetting / Proof checking માટે જૂની IIT અથવા જૂની NIT જેવી સંસ્થા જે “An Institute of National Importance by Act of Parliament of August 2007” માં મોકલવામાં આવેલ હોય તેમ જણાતું નથી, જે અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડ અને ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા તરફથી થયેલ ફરજ પરની મોટી બેદરકારી છે.

16. ગુજરાત સરકારશ્રી દ્વારા નિમણુક કરવામાં આવેલ ૫(પાંચ) સભ્યવાળી SIT માં બ્રીજ હોનારતમાં તપાસ કરી ચુકેલા અનુભવી એવા જૂના IIT અથવા જૂના NIT ના કોઈ સભ્યોનો સમાવેશ કરવામાં આવેલ નથી. જે કારણથી આ બનાવ અંગેના મૂળ ગુનેગાર સુધી પોહચવામાં મુશ્કેલી થશે.

17. ઝૂલતા પુલની મરામત પૂર્ણ થયા પછી ૫૦૦ કી.ગ્રામ. પ્રતિ ચોરસ મીટરમાં વજન આપી લોડ ટેસ્ટ કરવાની જોગવાઈ છે. જે લોડ ટેસ્ટ સફળતા પૂર્વક થયું હોત તો આ ઝુલતો પુલ અંદાજે ૧૦૦૦ થી પણ વધારે લોકોનો સમાવેશ કરવામાં સફળ રહેતે. જે ટેસ્ટ કરાવવામાં નિષ્ફળ રહેલ અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડ અને ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા લોકોની જાન સાથે જાણી જોઇને કરવામાં આવેલ ક્રિમીનલ બેદરકારી છે.

18. અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા ઝૂલતા પુલની મરામત પૂર્ણ કર્યા પછી મોરબી નગરપાલિકા પાસેથી કોઈ પણ પ્રકારના ફીટ પ્રમાણ / કમ્પ્લીશન પત્ર મેળવી લેવામાં આવેલ નથી. જે અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા કરવામાં આવેલ ક્રિમીનલ બેદરકારી છે.

19. અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા રીનોવેટ કરવામાં આવેલ ઝૂલતા પુલ અંગે મોરબી નગરપાલિકા દવારા કોઈ પણ પ્રકારના ફીટ પ્રમાણ પત્ર આપવામાં આવેલ ન હોવા છતાં સંચાલકો દ્વારા પુલ જાહેર જનતા માટે ખૂલ્લો મુકવામાં આવેલ કાર્ય લોકોની જાન સાથે થયેલ ચેડા છે.

20. અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ઝૂલતો પુલ ચાલુ કરવા અંગે કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ પછી પણ મોરબી નગરપાલિકા આ અનાધિકૃત ઝુલતા પુલ જાહેર જનતા માટે ખુલ્લો મુકવા ઉપર કોઈ પ્રતિબંધ મુકવામાં આવેલ નથી. તે મહાનગરપાલિકાની ફરજ પરની ગંભીર બેદરકારી છે.

21. ભૂતકાળમાં ગુજરાતમાં થયેલ અમુક દુર્ઘટના પછી સરકાર દ્વારા રચના કરવામાં આવેલા SIT / ઇન્કવાયરી કમિશનની રીપોર્ટ પછી પણ કોઈ નક્કર કાર્યવાહી થયેલ નથી. જેનું કારણ પણ એજ છે કે તપાસ અધિકારીઓ રાજ્ય સરકારની ઈચ્છા મુજબ કામ કરી રહ્યા હતા. નીચેના અમુક કિસ્સાઓ દાહરણ છે.

(a) 2006 સુરત પૂર પછી રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સુગનાબેન ભટ્ટની અધ્યક્ષતામાં તપાસ પંચની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો. આજે ૧૬ વર્ષ પછી પણ જવાબદાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

(b) વ્યારા, તિચકપુરા ગામમાં ચાર માળની રેસિડેન્શિયલ સ્કૂલનો ભાગ ધરાશાયી થતાં નવ વર્ષ ૨૦૦૭ માં ૯ આદિવાસી વિદ્યાર્થીનીઓનાં મોત થયાં હતાં અને 18 વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થયેલ હતા. જે અંગે થયેલ તપાસ પછી પણ આજ દિન સુધી ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરવામા આવેલ નથી.

(c) સુરત 2015-16 અઠવાલાઇન્સ બ્રિજ દુર્ઘટના 10 લોકોના મોત થયા હતા. સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) ની આઠ સભ્યોની ટેકનિકલ નિષ્ણાત સમિતિની રીપોર્ટ મુજબ બ્રીજ ડિઝાઇનની ખામીને કારણે આ અકસ્માત સર્જો હતો. છતાં કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા સિવાય કોઈ કાર્યવાહી હાથ ધરાવવામાં આવેલ નથી.

(d) 2019 કાંકરિયા ચકડોળ ઘટના પછી એમ્યુઝમેન્ટ પાર્ક અને રાઇડ્સને લગતી સલામતી, ડિઝાઇન, મશીનરી અને અન્ય પાસાઓની વિગતોમાં જવા માટે એક સમિતિની રચના કરવામાં આવેલ હતી. આ સમિતિમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS), ACS શહેરી વિકાસ, AMC કમિશનર, અમદાવાદના પોલીસ કમિશનર, માર્ગ અને મકાન વિભાગના સચિવ અને કાયદા સચિવનો સમાવેશ થયેલ હતા. જે તપાસમાં પણ કોઈ પરિણામ બહાર આવેલ નથી.

(e) સુરત 2019,તક્ષશિલા અગ્નિ કાંડમાં 22 જેટલા માસુમ બાળકોના મોત થયા હતા. બિલ્ડર અને સુરત મનપાના પાંચ(૫) અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવેલ હતી, છતાં તમામ આરોપીયો જામીન મુક્ત થઈને સમાજમાં ફરે છે,ઇન્કવાયરી કમિટી નિમાયા પછી કોઈ નિર્ણય હજુ બહાર આવેલ નથી.

(f) 2022 બોટાદ લઠ્ઠાકાંડમાં 57 લોકોનાં મોત થયા હતા. જે સંદર્ભે 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ શિવાય તપાસ પંચ નિમાયા પછી કોઈ કાર્યવાહી થયેલ નથી.

ઉપર મુજબની યાદીમાં ઝુલતા પુલ દુર્ઘટના તપાસ પણ એક યાદી બનીને રહે નહી તે હેતુ થી, અને ૧૩૬ થી વધારે નિર્દોષ લોકોને ન્યાય મળે તે હેતુ અને આ ઘટનાની સત્ય હકીકત બહાર આવે અને ક્રિમીનલ બેદરકારી બદલ દાખલો બેસેતેમ સજા મળે તે હેતુ આ દુર્ઘટનાની તપાસ NIA અથવા કોઈ સ્વતંત્ર એજન્સીને સોપવી જરૂરી છે.

22. તા.૩૦.૧૦.૨૦૨૨ ના રોજ ફોજદારી કાર્યસંહિતાની કલમ ૧૫૪ હેઠળ FIR નંબર -૧૧૧૮૯૦૦૪૨૨૨૦૦ થી બી ડીવીઝન પોલીસ સ્ટેશન, મોરબી સીટી, મોરબી જીલ્લો દ્વારા ઈ.પી.કો કલમ ૩૦૪,૩૦૮,૧૧૪ મુજબ ફરિયાદ નોંધીને ઝુલતા પુલ દુર્ઘટના અંગે તપાસ હાથ ધરાવવામાં આવેલ છે. અને આજદિન સુધી બી ડીવીઝન પોલીસ દ્વારા ફક્ત ફરજ પરના નોકરીયાત માણસોની અટકાયત કરવામાં આવેલ છે. અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડ (ઓરેવા ગ્રુપ) ના કોઈ ભાગીદાર,MD અથવા સરકારી ફરજમાં ક્રિમીનલ બેદરકારી દાખનાર અધિકારીઓ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ નથી. એટલા માટે ૧૩૬ નિર્દોષોનો ભોગ લેનાર આ દુર્ઘટનાની તપાસ NIA અથવા કોઈ સ્વતંત્ર એજન્સીને સોપવી જરૂરી છે.

શું છે અરજદારની માંગણીઓ.:-

I. ઝુલતા પુલની મરામત અને સંચાલન જે ખાનગી એજન્સીને સોપવામાં આવેલ છે તે કંપની રાજકીય પકડ ધરાવે છે, સમાજમાં ઉચ્ચ સ્થળે પ્રભાવી છે એટલા માટે કોઈ પણ લોકલ એજન્સી એમના પ્રભાવમાં આવી જવાની સંભાવના હોય આ કેસ અપૂર્વમાં અપૂર્વ ગણીને દિન ૨ માં NIA (National Investigation Agency) અથવા કોઈ સ્વતંત્ર એજન્સીને પાસે તપાસ સોપવા હુકમ કરવા માંગણી કરેલ છે.

II. રાજ્ય સરકાર દવારા નિમણુક કરવામાં આવેલ STI ના મેમ્બરોમાં “An Institute of National Importance by Act of Parliament of August 2007” મુજબ જૂની IIT અથવા જૂની NIT ના કોઈ અનુભવી સભ્યોનો સમાવેશ કરવામાં આવેલ ન હોય આ SITની દિન ૨ માં વિસર્જન કરીને તપાસ NIA (National Investigation Agency ) અથવા કોઈ સ્વતંત્ર એજન્સીને પાસે તપાસ સોપવા હુકમ કરવા માંગણી કરેલ છે.

III. ભૂતકાળમાં થયેલ આ પ્રકારની ઘટનાઓમાં રાજ્ય સરકાર દ્વારા “An Institute of National Importance by Act of Parliament of August 2007” મુજબ જૂની IIT અથવા જૂની NIT ના કોઈ અનુભવી સંસ્થા પાસેથી તપાસ હાથ ધરાવવામાં આવેલ હોય, સદર ઘટનામાં પણ આ પ્રકારના ઉચ્ચ કક્ષાની સંસ્થા પાસેથી તપાસ હાથ ધરાવવા દિન ૨ માં હુકમ કરવા માંગણી કરેલ છે.

IV. સદર કોન્ટ્રકટ કોઈ પણ ટેન્ડર વગર અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડના જેવી બિન અનુભવ ખાનગી કંપનીને સોપવા બદલ સક્ષમ સત્તા દવારા કરવામાં આવેલ ગંભીર બેદરકારીની પણ તપાસ થવી જરૂરી છે, આ કામની મંજૂરી આપનાર સક્ષમ સત્તા સામે દિન ૨ માં FIR નોંધીને તપાસ હાથ ધરાવવા હુકમ કરવા માંગણી કરેલ છે.

V. તા. ૦૭.૦૩.૨૦૨૨ ના રોજ સરકારશ્રીના નિયમોનું ઉલ્લઘન કરીને ખામીયુક્ત એગ્રીમેન્ટ બનાવવા બદલ અને તેની મંજૂરી આપવા બદલ સક્ષમ સત્તા અને ચીફ ઓફિસર મોરબી નગરપાલિકા સામે દિન ૨ માં FIR નોંધીને તપાસ હાથ ધરાવવા હુકમ કરવા માંગણી કરેલ છે.

VI. ફરજ પરના ગંભીર બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ જેવા કે ચીફ ઓફિસર, ઈજનેર ઇનચાર્જ, તથા અજંતા મેન્યુંફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડના ભાગીદારો / MD સામે દિન ૨ માં ગુનો નોંધી તપાસ હાથ ધરાવવા હુકમ કરવા માંગણી કરેલ છે.

VII. નાગરિકોની કોઈ પણ ભૂલ ન હોવા છતાં ૧૩૬ થી વધારે લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. જીવ ગુમાવનાર નાગરિકોના આશ્રીતોને વળતર પેટે રૂ. ૨૫ લાખ તથા ઈજાગ્રસ્ત લોકોને રૂ. ૫ લાખ ચુકવવા સરકારશ્રી તરફથી હુકમ કરવા માંગણી કરેલ છે.

NIA Enquiry for Morbi Bridge tragedy >>> Click here for full Pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *