સુરત એરપોર્ટ વિસ્તારના જીંગા તળાવને લઈને ફરી વિવાદ થવાની સંભાવના.

સુરત એરપોર્ટ વિસ્તારની આજુબાજુ કાર્યરત જીંગા તળાવ તાત્કાલિક બંધ કરાવવા મુખ્યમંત્રીશ્રી, ગુજરાત એવિએશન મીનીસ્ટર અને સુરત જીલ્લા કલેકટરને SAAC દ્વારા રજુઆત.

સુરત એરપોર્ટ વિસ્તારની આજુબાજુ કાર્યરત જીંગા તળાવ તાત્કાલિક બંધ કરાવવા સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ શ્રી સંજય ઇઝાવા દ્વારા પાત્ર લખીને માંગણી કરવામાં આવેલ છે. સુરત એરપોર્ટને અડીને સરકારી અને ખાનગી જમીનમાં ગેર કાયદેસર રીતે બનાવવામાં આવેલ જીંગા તળાવના કારણે પક્ષીઓની અવર જવર વધી ગઈ છે, જે સુરત એરપોર્ટપરથી ટેક ઓફ અને લેન્ડીંગ કરી રહેલ વિમાનો સાથે અથડાઈ છે. આખા દેશમાં સૌથી વધારે બર્ડ હીટ થતા એરપોર્ટોમાં સુરતનું ઍરપોર્ટ નંબર ૫ માં ક્રમે છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત મળેલ એક માહિતી મુજબ સુરત એરપોર્ટ પર વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૪ ,વર્ષ ૨૦૨૦-૨૧ માં ૮ અને વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૦ ,વર્ષ ૨૦૨૨-૨૩ માં ૨ બર્ડ હીટ થયા છે.

સુરત શહેરમાં એર કનેક્ટિવિટી વધારવામાટે ભૂતકાળમાં શહેરના રહીશીઓ દ્વારા કરવામાં આવેલ વારંવાર રજુઆતો પછી આંદોલનના માર્ગે માંગણીઓ કરી અને ગુજરાત ઉચ્ચ ન્યાયાલય સુધી જાહેર હિતની યાચિકા દાખલ કરવામાં આવી ત્યારે સુરત એરપોર્ટપર જરૂરી સુવિધાઓ અને એરલાઇન્સો વધવાની શરૂવાત થયેલ હતી . ગત વર્ષોમાં દિવસ દરમિયાન ૫૪ જેટલી ઉડાનો અને ૪૫૦૦ જેટલા યાત્રીઓ સુરત એરપોર્ટનો લાભ લઇ રહેલ હતા. હાલ માં ચાલી રહેલ ટર્મીનલ કોમ્પ્લેક્ષનના કામો અને અન્ય સુવિધાઓના અભાવે પ્રતિ દિન ઉડાન અને યાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયેલ છે.

તાજેતરમાં તા.૨૬.૦૨.૨૦૨૩ ના રોજ સુરત થી દિલ્હી જવા માટે ઉડાન ભરેલ ઈન્ડીગો વિમાનને બર્ડહીટ થવાના કારણે એન્જીન નંબર-૨ માં ભારે નુકશાન થયેલ હતું અને અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી. સુરત એરપોર્ટ, સુરત શહેર અને યાત્રીઓની સુરક્ષા ધ્યાને રાખી આ પ્રકારનની ઘટનાઓ ભવિષ્યમાં થાય નહી તે હેતુથી સુરત એરપોર્ટ વિસ્તારની આજુબાજુ કાર્યરત જીંગા તળાવ તાત્કાલિક બંધ કરાવવા જરૂરી કાર્યવાહી કરવી હિતાવત છે.

૨૦૧૪ માં સ્પાઇસ જેટ એરલાઇન્સ સાથે થયેલ બફેલો હીટ પછી સુરત એરપોર્ટ ઠપ થયેલ હાલતમાં હતા, જેની શેહરના વ્યાપાર અને પ્રગતિને વિપરીત અસર થયેલ હતી. વર્ષોના પ્રયાસો પછી ફરી સુરત એરપોર્ટ કાર્યરત થયું ત્યારે આ પ્રકારના બર્ડહીટ થી શહેરને ફરીથી પાછળ ધકેલાય એવી પૂરેપૂરી સંભાવના છે.

સુરત એરપોર્ટને કાર્યરત કરાવવા માટે વર્ષોથી લડત ચલાવી રહેલ શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા ઉમેરવામાં આવ્યું કે ” સુરત એરપોર્ટ વિસ્તારની આજુબાજુ કાર્યરત જીંગા તળાવ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટેની જરૂરી કાર્યવાહી માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત એવિએશન મીનીસ્ટર અને સુરત જીલ્લા કલેકટર દ્વારા લેવામાં ન આવે તો આવનાર દિવસોમાં એરપોર્ટને લઈને ફરી એન્થોલનો શરુ કરવામાં આવશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *