IPS અધિકારીઓના ભ્રષ્ટાચાર સામે તપાસ કરવા સુરત પોલીસને રસ નથી.

વારંવાર ભ્રષ્ટાચારનો આરોપ લાગેલા હોવા છતાં તત્કાલીન નાયબ પોલીસ કમિશ્નર પ્રશાંત સુંબે સામે કોઈ તપાસ નથી. અન્ય ભ્રષ્ટાચારના કેસ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં ચાલુ હોવાથી બીજી ફરિયાદ તપાસ કરવા ઇનકાર.

પી.એલ.માલ IPS, અધિક પોલીસ કમિશ્નરશ્રી, સેક્ટર-૧, સુરત શહેર દ્વારા ફરિયાદની તપાસ કર્યા વગર ફરિયાદ ફયાલે કરવા પોલીસ કમિશ્નરને કરી રીપોર્ટ.

શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા તા.૨૪.૦૩.૨૦૨૨ ના રોજ ગૃહ મંત્રી, પોલીસ મહાનિર્દેશક અને પોલીસ કમિશ્નર સુરતનાઓને કરી હતી ફરિયાદ.

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૦ જુલાઈ મહિનામાં તથા વર્ષ ૨૦૨૧ જુલાઈ મહિનામાં I follow Campaignની કાર્યક્રમ કરવામાં આવેલ છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત મળેલ માહિતી મુજબ વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ ના I follow Campaign ના કાર્યક્રમ પાછળ સત્તાનો દુરુપયોગ કરીને CVC તથા સરકારશ્રીના ગાઈડલાઈન્સને નેવે મૂકી માનીતી એજન્સી પાસેથી વગર ટેન્ડરે કામ કરાવી પોતાના અંગત લાભ મેળવવા માટેનું કૃત્ય કરવામાં આવેલ હોય તેમ પ્રથમ દ્રષ્ટીએ દેખાય આવેલ છે. તે અંગે તા.૨૪.૦૩.૨૦૨૨ ના રોજ મે. હોમ મીનીસ્ટર (રાજય કક્ષા મંત્રીશ્રી ), મે.પોલીસ મહાનિર્દેશકશ્રી અને કમિશ્નરશ્રી સુરત શહેરને મારા દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવેલ હતી.

અધિક પોલીસ કમિશ્નરશ્રી, સેક્ટર-૧, સુરત શહેર દ્વારા સદર ફરિયાદમાં થયેલ તપાસ દરમિયાન તા.૧૮.૦૧.૨૦૨૩ ના રોજ અરજદારની નિવેદન લેવામાં આવેલ હતું. પરંતુ તા. ૦૭.૦૩.૨૦૨૩ ના રોજ અધિક પોલીસ કમિશ્નરશ્રી દ્વારા આપવામાં આવેલ સમજ યાદી મુજબ “ઉપરોકત વિષય અનુસંધાને જણાવવાનું કે, આપશ્રીએ ઉપરોક્ત સંદર્ભથી કરેલ અરજીની તપાસ કરતા નીચે મુજબની અરજીના તપાસના કામે અરજીમાં કરેલ રજુઆત અંગે મેળવવામાં આવેલ નિવેદન તથા તપાસ દરમ્યાન અરજીમાં જણાવેલ બાબતે આપશ્રીએ JMFC કોર્ટમાં અરજી CRMA- J/45/22 અને અપીલ અરજી નં. CRMA, ૬/૨૦૨૩ કરવામાં આવેલ. જે હાલ પેન્ડીંગ હોવાનું તેમજ આપશ્રીએ નામદાર હાઇકોર્ટમાં R/SCR.A861/2021 નંબરની મુળ અરજી તથા No:CR.MA/1/2022 થી રીસ્ટ્રોરેશન અરજી પણ દાખલ કરેલ હોય. જે અરજી નામદાર કોર્ટમાં પેન્ડીંગ હોવાનું જણાવેલ છે, જેથી અરજી બાબતે અત્રેથી કઇ કરવાનું રહેતુ ન હોય. આપની અરજી દફતરે કરવા મે.પો.કમિ.સાશ્રી સુરત શહેરનાઓને અત્રેથી અહેવાલ પાઠવવામાં આવેલ છે. જેની જાણ થવા વિનંતી છે.” આવો જવાબ આપીને અંદાજે ૧૧ મહિના પછી સંજય ઇઝાવાની ફરિયાદ ફયાલે કરવાનો પ્રયાસ કરી છે.

DCP ટ્રાફિક ફરી વિવાદમાં, સુરતમાં I follow Campaign માં પણ સત્તાનો દુરુપયોગ. હોમ મીનીસ્ટરને કરી ફરિયાદ.

સંજય ઇઝાવા દ્વ્રારા વધુમાં ઉમેરવામાં આવ્યું કે મને પાઠવવામાં આવેલ સમજ યાદી જોતા એવું લાગે છે કે અધિક પોલીસ કમિશ્નરશ્રી, સેક્ટર-૧, સુરત શહેર દ્વારા મૂળ ફરિયાદ તપાસ કરવાની જગ્યાએ JMFC કોર્ટ સુરત અને નામદાર હાઇકોર્ટમાં ચાલતા અન્ય એક ભ્રષ્ટાચાર વિરુધ્ધના કેસો સાથે આ મુદાને પણ જોડી દીધેલ છે. એટલે આ પ્રકારની સમજ યાદીમાંથી તપાસ અધિકારી આરોપીને બચાવવા માટે કામ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓના ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવાનું કોઈ અધિકારીને ગમતું નથી એવું સાબિત થાય છે.

સુરત શહેર ટ્રાફિક ખાતાના તત્કાલીન અધિકારી પ્રશાંત સુંબે IPS સામે છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો સતત આવતી હોય છે. લોકડાઉન દરમિયાન ટોઈંગ ક્રેનો બંધ હોવા છતાં લાખોના પેમેન્ટ આપી દેવામાં આવેલ હતા. જે અંગેનો મામલો ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં ચાલુ છે. આ અંગેની ફરી તપાસ સુરત બહારના ઉચ્ચ કક્ષાના અધિકારી પાસેથી કરાવવા માટે સંજય ઇઝાવા દ્વારા માંગ કરવામાં આવેલ છે. કારણ કે સુરત પોલીસ દ્વારા પોતાના તાબા હેઠળના અધિકારીઓ સામે તપાસ કરી સત્ય બહાર લાવવા ઈચ્છતા નથી. તપાસમાં પક્ષ્પાત કરી આરોપીને બચાવવાની કામગીરી કરી રહ્યા છે. એટલા માટે I follow Campaign – 2020 અને 2021 માં થયેલ સત્તાનો દુરુપયોગ અંગેની તપાસ સુરત બહારના ઉચ્ચ કક્ષાના અધિકારી પાસેથી ફરી કરાવવા માંગણી કરવામાં આવેલ છે.

One thought on “IPS અધિકારીઓના ભ્રષ્ટાચાર સામે તપાસ કરવા સુરત પોલીસને રસ નથી.

  • March 15, 2023 at 1:01 pm
    Permalink

    ઉપલા અધિકારીઓ તથા નેતાઓ સુધી બધાને પોતાનો હિસ્સો મળી ગયો હોય તો કેવીરીતે તપાસ કરવી???

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *