જાગૃત નાગરિકના પ્રયાસો ફળ્યા, ટોઈંગ ક્રેન એજન્સીના રૂ.૨૫ લાખ પેનલ્ટી પેટે કાપીને સુરત ટ્રાફિક પોલીસ.

સુરત ટ્રાફિક પોલીસની છબી સુધારવાનો પ્રયાસ, વર્ષ ૨૦૨૦માં લોકડાઉન દરમિયાન ટોઇંગ ક્રેન સંચાલનમાં થયેલ ભ્રષ્ટાચાર ફરિયાદ પછી વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં એજન્સીના રૂ. ૨૫ લાખ ૧૪ હજાર ૮૯૯ દંડ પેટે કાપી લીધા છે.

સુરતમાં લોકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં ટોઈંગ કેન બંધ હોવા છતા સત્તાનો દુર-ઉપયોગ કરીને લાખ્ખોના પેમેન્ટની ચૂકવણી કરવા બદલ નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક અને મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગની સાથે ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલ સામે પણ કાર્યવાહી કરવા માટે શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા ઉચ્ચ સ્થળે ફરિયાદ કરવામાં આવેલ હતી. આ ભ્રષ્ટાચારમાં ઉચ્ચ કક્ષાના IPS અધિકારી એવા નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રશાંત સુમ્બે તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી એ.પી. ચોહાણની સંડોવણી હોવાથી તપાસ અધિકારી અધિક પોલીસ કમિશ્નરશ્રી શરદ સિંઘલ આઈ.પી.એસ દ્વારા બંને અધિકારીઓને બચાવીને આ આરોપમાં ભ્રષ્ટાચાર થયો નથી એવો રીપોર્ટ પણ કરી દેવામાં આવેલ છે.

સુરત પોલીસ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી નહી કરતા મામલો હાલ નામદાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં પેન્ડીંગ છે. વર્ષ ૨૦૨૦ માં ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલના આખા વર્ષમાં કોઈ દંડ કે પેનાલ્ટી કાપ્યા વગર પૂરે પૂરું પેમેન્ટ આપી દેવામાં આવેલ હતું. લોકડાઉનમાં પણ કામગીરી નહી કરેલ હોવા છતાં લાખોના પેમેન્ટ ચુકવવામાં આવેલ, અને આઈ ફોલો કેમ્પૈન દરમિયાન પણ તમામ ક્રેનોની પૂરે પૂરુ ભાડું ચૂકવી દેવામાં આવેલ છે. આ તમામ મુદાઓ ફરિયાદમાં શામિલ કરવામાં આવેલ હોવાથી વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ માં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કાળજી રાખવામાં આવેલ છે. ટોઈંગ ક્રેનમાં ઓછા મજૂર રાખવામાં આવેલ હોય તો પણ દંડ કરવામાં આવેલ છે, જે દિવસ ક્રેન બંધ હોય એનું પણ ભાડું કાપી લેવામાં આવેલ છે, ટોઈંગ ક્રેનની લઘુતમ કામગીરી ન કરી હોય તો પણ દંડ કરવામાં આવેલ છે, અને નિયત સમય મર્યાદાથી ઓછી સમય કામગીરી કરવામાં આવેલ હોય તો પણ દંડ વસુલ કરવામાં આવેલ છે.

જાન્યુઆરી-૨૦૨૧ થી ડિસેમ્બર- ૨૦૨૧ સુધી રૂ. ૧૮ લાખ ૧૩ હજાર ૮૦૦ તથા જાન્યુઆરી-૨૦૨૨ થી ડિસેમ્બર- ૨૦૨૨ સુધી રૂ. ૭ લાખ ૧ હજાર ૯૯ મળીને રૂ. ૨૫ લાખ ૧૪ હજાર ૮૯૯ દંડ પેટે ૨ વર્ષ માં કાપી લેવામાં આવેલ છે. જયારે વર્ષ ૨૦૨૦ માં દંડ પેટે કાપવામાં આવેલ રકમ શૂન્ય હતી.

ઉપરાંત વર્ષ ૨૦૨૧ તથા ૨૦૨૨ દરમિયાન આઈ ફોલો કેમ્પૈન દરમિયાન ૧૬ પૈકી ૮ ક્રેન બંધ રાખીને ભાડું પણ બચાવી લીધું છે. એક જાગૃત નાગરિક દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલ પછી આજે સુરત પોલીસ દ્વારા જનતાના લાખો રૂપિયાની બચત કરાવવામાં સફળ થયેલ છે.

વધુમાં સંજય ઇઝાવા દ્વારા જણાવવામાં આવ્યું કે “વર્ષ ૨૦૨૦ માં લોકડાઉન દરમિયાન ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર પુરવાર કરાવી યોગ્ય સજા અપાવવાની કોશિશ ચાલુ રહેશે.”

One thought on “જાગૃત નાગરિકના પ્રયાસો ફળ્યા, ટોઈંગ ક્રેન એજન્સીના રૂ.૨૫ લાખ પેનલ્ટી પેટે કાપીને સુરત ટ્રાફિક પોલીસ.

  • March 21, 2023 at 2:32 pm
    Permalink

    વાહ સંજયભાઈ આપ દ્વારા ખુબ સરસ કામગીરી

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *