સુરત ટ્રાફિક પોલીસનું વધુ એક સત્તાનો દુરુપયોગ, ટોઈંગ ક્રેન ભાડે રાખવાનું કરોડોનું કામ ટેન્ડર વગર બારોબાર આપી દીધુ.

માનીતા કોન્ટ્રાક્ટરને કરોડોનું ટેન્ડર બારોબાર આપતા સુરત ટ્રાફિક પોલીસ.

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ માટે ટોઈંગ ક્રેન ભાડે રાખવા ટેન્ડર પ્રક્રિયાથી એજન્સીની નિમણુક કરવાની જગ્યાએ જેની જોડે હાલ સેટિંગ ચાલે છે અને ૧૫ મહિનાના વધારેના કામ સોપી દેવામાં આવેલ છે.

વગર ટેન્ડરે રોનક ટ્રેડેર્સને ૩ કરોડ થી પણ વધુ રકમનું કામ મળી ગયું. આટલું મોટું કામ બારોબાર મંજૂરી આપવાની સત્તા ન હોવા છતાં તત્કાલીન નાયબ પોલીસ કમિશ્નર, વહીવટ શ્રી સરોજ કુમારી દ્વારા સત્તાનો દુરુપયોગ કર્યો છે.

અરજદાર અને જાણીતા RTI એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા દ્વારા આ અંગે વિજીલન્સ કમિશ્નરશ્રી, ગુજરાત, હર્ષ સંઘવી મે. હોમ મીનીસ્ટર, DGP, પોલીસ કમિશ્નર સુરત શહેરને ફરિયાદ કરીને યોગ્ય પગલા ભરવા રજુઆત કરી છે.

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૧ માટે નિયમાનુસાર ટેન્ડર બહાર પાડી ૧૬ જેટલા ટોઈંગ ક્રેન ભાડે રાખવામાં આવેલ હતા જેનો વાર્ષિક ખર્ચ રૂ. ૨ કરોડ ૪૦ લાખ જેટલો થયો છે.

માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત મદદનીશ જાહેર માહિતી અધિકારી અને મુખ્ય ક્લાર્ક વહીવટી શાખા, પોલીસ કમિશ્નર કચેરી દ્વારા તા. ૧૪.૦૩.૨૦૨૩ ના રોજ પાઠવવામાં આવેલ માહીતી મુજબ વર્ષ ૨૦૨૨ અને વર્ષ ૨૦૨૩ માટે ટોઈંગ ક્રેન ભાડે રાખવા કોઈ વર્ક ઓર્ડર આપવામાં આવેલ નથી.

વર્ષ ૨૦૨૧ માટે બહાર પાડવામાં આવેલ ટેન્ડરની સમય મર્યાદા ૩૧.૧૨.૨૦૨૧ ના રોજ પૂર્ણ થયેલ હોવા છતાં વર્ષ ૨૦૨૨ માટે તથા વર્ષ ૨૦૨૩ ,માટે કોઈ ટેન્ડર બહાર પાડી એજન્સીને નિમણુક કરવામાં આવેલ નથી. વર્ષ ૨૦૨૧ ના ટોઈંગ ક્રેન ઈજારદાર એવા શ્રી રોનક ટ્રેડર્સને તા.૨૮.૦૨.૨૦૨૨ ના રોજ નાયબ પોલીસ કમિશ્નરશ્રી વહીવટ અને મુ.મ સુરત શહેરની મંજૂરીથી કરોડોનો કોન્ટ્રકટ બારોબાર આપી દેવામાં આવેલ છે.

સજીવ ભાર્ગવ ઇઝાવા વિરુધ્ધ ગુજરાત સ્ટેટ R/WRIT PETITION (PIL) NO. 191 of 2019 ના ઓરલ ઓર્ડરમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ નિવેદન મુજબ પારદર્શિકતા ટેન્ડર પ્રક્રિયા કરી ટોઈંગ ક્રેન ભાડે રાખવા માટે ટેન્ડર માંગવામાં આવશે. છતાં સરકારશ્રીની આ ખાતરીનો પણ ભંગ કરીને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ પેટે અધિકારીઓના માનીતા ઇજારદારને ૧ વર્ષ અને ૩ મહિનાથી વગર ટેન્ડરે મંજૂરી આપી કરોડોનું કામ આપી દેવામાં આવેલ છે. જે સરકારની પોલીસી અને નિયમોની વિરુધ્ધ છે. યોગ્ય ટેન્ડરીંગ પ્રકિયા કાર્ય વગર કરોડોનું કામ શ્રી રોનક ટ્રેડર્સને આપવા પાછળ ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની મિલીભગત છે તેમ શંકા છે.

વર્ષ ૨૦૨૨ માં વાયરલ થયેલ ઓડીઓમાં શ્રી રોનક ટ્રેડર્સના ક્રેન ડ્રાઇવર અને શ્રી રોનક ટ્રેડર્સના સુપરવાઈસર વચ્ચેની વાતચીતમાં નાયબ પોલીસ કમિશ્નર સુધી હપ્તો આપતો હોવાની ચર્ચા પણ બહાર આવેલ છે.

ઈ ટેન્ડરીંગ પદ્ધતિથી ટેન્ડરીંગ કરવા અંગે તકેદારી આયોગ, ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ તમામ સર્કુલરનું પણ ટ્રાફિક પોલીસ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવેલ છે. આ મુદાઓ પર તપાસ કરવા અરજદારે માંગણી કરી છે.

  • વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી ઈજારદાર કેમ નક્કી નથી કરવામાં આવ્યું ?
  • CVC / SUPRIME COURT ના સર્કુલર / આદેશોનું પાલન કેમ નથી થયું ?
  • કરોડોનો કોન્ટ્રકટ વગર ટેન્ડરે કોઈ ચોક્કસ એજન્સીને આપવા પાછળ કયા-કયા અધિકારીઓની ભૂમિકા છે ?
  • વાયરલ ઓડીઓ મુજબ અધિકારીઓ હપ્તો વસુલી કરે છે તે અંગે તપાસ કરવી જરૂરી છે.
  • વગર ટેન્ડર પ્રક્રિયાથી નિમણુક કરવામાં આવેલ હાલના ઇજારદારને તાત્કાલિક આ કોન્ટ્રકટથી છુટ્ટો કરવા હુકમ કરવા વિનંતી છે.
  • વર્ષ ૨૦૨૩ માટે ટોઈંગ ક્રેન ભાડે રાખવા બાબતે તાત્કાલિક ટેન્ડર બહાર પડી L1 ઇજારદારને કામ સોપવા યોગ્ય હુકમ થવા વિનંતી છે.
  • વગર ટેન્ડરે કરોડોનું ટેન્ડર કોઈ ચોક્કસ વ્યક્તિને આપી દેવા પાછળ અધિકારીઓએ કરેલ સત્તાનો દુરુપયોગ સામે કડક પગલા ભરવા મારી વિનંતી છે.

દિન ૧૫ માં આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવશે તો ન્યાયના હિતમાં અરજદાર દ્વારા ઉચ્ચ સ્થળે રજુઆત કરવાની જાણકારી પણ આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *