ટ્રાફિક પોલીસ દ્વારા પાઠવવામાં આવતા ઈ-મેમો નિયમ વિરુધ્ધ, તાત્કાલિક રદ કરો.

ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતભરમાં જારી કરી રહેલ ઈ-મેમો તદ્દન ગેર કાયદેસર હોવાનું દાવો સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવ્યું છે.

Motor Vehicles (Seventeenth Amendment) Rules, 2021 ના નિયમોનું ઉલ્લંઘન કરી વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા આપી રહ્યા છે ઈ- મેમો.

સંજય ઈઝાવા દ્વારા હોમ મીનીસ્ટર, DGP તથા સુરત પોલીસ કમિશ્નરને પત્ર લખીને કરવામાં આવી માંગણી, સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં સ્પીડ ગન અને CCTV કેમેરાની મદદથી હજારોની સંખ્યામાં ટ્રાફિક નિયમ ભંગ બદલ ઈ-મેમો જારી કરી રહ્યા છે.

શું છે નિયમ ભંગ ?

•“ Central Motor Vehicles (Seventeenth Amendment) Rules, 2021, Section- “167A. Electronic Monitoring and Enforcement of Road Safety.-(1) The electronic enforcement device used for issuance of a challan shall have an approval certificate signed by a designated authority of the State Government certifying that the device is accurate and operating properly and the approval certificate shall be renewed on a yearly basis.”

સદર કલમ મુજબ સુરત શહેરી વિસ્તારમાં ચલણ જારી કરવા માટે વપરાતા ઇલેક્ટ્રોનિક અમલીકરણ ઉપકરણ (CCTV કેમેરા) પ્રમાણિત કરવામાં આવેલ નથી. મોટર વેહિકલ એકટ મુજબ આ પ્રકારના કેમેરાઓ રાજ્ય સરકારના અધિકારીઓ પાસેથી દર વર્ષે કેલીબ્રેશન કરી કેમેરાની કાર્યક્ષમતા અંગે સેર્ટીફિકેટ મેળવી લેવાનું હોય છે. છતા ટ્રાફિક પોલીસ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરીને વાહન ચાલકોને ઈ-મેમો આપી રહ્યા છે, જે તદ્દન ખોટું અને કાયદાની વિરુધ છે.

•“ 167A. Electronic Monitoring and Enforcement of Road Safety.- (4) (a) State Governments shall ensure that appropriate warning signs are conspicuously placed before the stretches monitored by electronic enforcement device, notifying the public that such device is in use and the concerned authorities shall ensure that physical markings, physical stop lines and pedestrian crossing are clearly marked on the road.”

સુરત શહેરી વિસ્તારમાં ચલણ જારી કરવા માટે વપરાતા ઇલેક્ટ્રોનિક અમલીકરણ ઉપકરણ સાથે “આપ CCTV કેમેરાના નિરીક્ષણ હેઠળ છે” એવા બોર્ડ દરેક કેમેરા સાથે લગાવવાનું હોય છે. પણ સુરત શહેરમાં આજદિન સુધી કોઈ પણ CCTV અથવા સ્પીડ ગન સાથે આ પ્રકારના કોઈ પણ બોર્ડ મારવામાં આવેલા નથી. છતા ટ્રાફિક પોલીસ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરીને વાહન ચાલકોને ઈ-મેમો આપી રહ્યા છે, જે તદ્દન ખોટું અને કાયદાની વિરુધ છે.

•“ 167A. Electronic Monitoring and Enforcement of Road Safety.- (4) (b) Appropriate fixed and dynamic speed limit signs may also be used to notify the speed limits on the road sections during adverse weather conditions, such as rain, hail, foggy weather etc. as well as for indicating any obstruction ahead in the route.”

સુરત શહેરી વિસ્તારમાં અલગ અલગ રસ્તાઓની સ્પીડ અંગેની જાણકારી આપતું બોર્ડ ઉપરની કલમ મુજબ અચૂક લગાવવાનું હોય છે. છતાં સુરત પોલીસ દ્વારા સ્પીડ લીમીટ અંગે શહેરમાં કોઈ બોર્ડ લગાવવામાં આવેલ નથી. ટ્રાફિક પોલીસ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરીને વાહન ચાલકોને ઈ-મેમો આપી રહ્યા છે, જે તદ્દન ખોટું અને કાયદાની વિરુધ છે.

શું છે અરજદારની માંગણી :- મોટોર વેહિકલ એકટ મુજબ કાર્ય કરવાની જગ્યાએ ટ્રાફિક પોલીસ દ્વારા સરકારને આવક ઉભી કરવા માટે ગેરકાયદેસર રીતે પાઠવી રહેલ તમામ ઈ-મેમો તાત્કાલિક ધોરણે બંધ રાખીને કેમેરાની કેલીબ્રેશન કરી, “આપ CCTV કેમેરાના નિરીક્ષણ હેઠળ છે” એવા બોર્ડ લગાવી, સ્પીડ લીમીટ અંગે શહેરના અલગ-અલગ રસ્તાઓ પર સાઈન બોર્ડ લગાવવા માટે રજુઆત કરી છે. તથા આજ દિન સુધી નિયમ વિરુધ્ધમાં પાઠવવામાં આવેલ ઈ–મેમો રદ કરવાની પણ માગ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *