ચેમ્બર ટ્રસ્ટના 6 માળના બિલ્ડીંગને મંજૂરી નથી, સ્થળ તપાસનું હુકમ કરતા ચેરિટી કમિશ્નર.

સંયુક્ત ચેરિટી કમિશ્નરની મંજૂરી લીધા વગર તાણી દેવામાં આવેલ 6 માળના ઇમારત ગેરકાયદે બનેલ હોવાનો દાવો.

ચેરિટી કમિશ્નર અને કલેક્ટરની મંજૂરી વગર ચેમ્બર ટ્રસ્ટના વહીવટ કર્તાઓ કરી રહ્યા છે મનમાની.

રૂ. 10 હજાર / ચો. ફુટની કિંમત ધરાવતા બાંદકામ ખાલી રૂ. 2500 / ચો. ફુટ ના ભાવે વેચીને ફાયદો કોણે મેળવવો છે ?

વર્ષ 2010 અને ત્યાર પછી તમામ માળ વેચી નાખેલ હોવા છતાં વર્ષ 2021 માં બિલ્ડીંગ વેચવાની સંયુક્ત ચેરિટી કમિશ્નરની માંગી મંજૂરી.

સામાજિક કાર્યકર્તા સંજય ઇઝાવા દ્વારા સંયુક્ત ચેરિટી કમિશ્નર સમક્ષ વાંધા અરજી રજુ કરાતા સમગ્ર મામલાનો થયો પર્દાફાશ.

સુરત સરસાણા કન્વેનશન સેન્ટર ખાતે વર્ષ 2010 માં ઉભું કરી દેવામાં આવેલ 6 માળની ઇમારતના અલગ અલગ ફ્લોર વેચવા માટે વર્ષ 2021 માં સંયુક્ત ચેરિટી કમિશ્નરની મંજૂરી માંગતા વહીવટ કર્તાઓને સંયુક્ત ચેરિટી કમિશ્નરની લાલ આંખ. તા. 28.04.2023 ના રોજ સંયુક્ત ચેરિટી કમિશ્નરશ્રી, સુરત દ્વારા કરવામાં આવેલ હુકમ મુજબ-

ટ્રેડ અને ઉદ્યોગોને વેગ મળે તે હેતુ સરકાર શ્રી દ્વારા રાહતના દરે સધર્ન ગુજરાત ચેમ્બર્સ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર ને સરસાણા ખાતે 1 લાખ 18 હાજર ચો.મીટર જમીન વર્ષ 2006 માં મળી હતી. જેમાં સરકાર / કલેક્ટર અને ચેરિટી કમિશ્નરની મંજૂરી સાથે ડોમ અને કન્વેનશન સેન્ટર બનાવવામાં આવેલ છે. જે નાયબ ચેરિટી કમિશ્નરશ્રીના ચોપડે નોધાયેલ છે. ત્યાર પછી કોઈ પણ મંજૂરી વગર 6 માળનું ઇમારત ” સી – બિલ્ડીંગ” બનાવી કોઈ પણ કાયદેસરની જાહેરાતો / ટેન્ડર વગર સુરતની અલગ અલગ સંસ્થા પાસેથી મામૂલી રકમ એવા રૂ. 2500 પ્રતિ ચોરસ ફુટ ના ભાવે રૂપિયા વસુલ કરી બારોબાર વેચી માંરવામાં આવેલ છે.

99 વર્ષના લીસ પેટે કરાર બનાવી સુરતના નીચે મુજબની સંસ્થાઓ પાસેથી રૂપિયા વસુલવામાં આવેલ છે.

(૧) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી – SGCCI, સમૃધ્ધિ, મકાઈપુલ, નાનપુરા, સુરત – ૩૯૦૦૧ ને ૯૯ વર્ષ ના લીઝ પર તારીખ ૦૯.૦૫.૨૦૧૬ ના રોજ થયેલ કરાર અન્વયે ફાળવી દીધેલ છે, જે અંતર્ગત રૂ. ૨,૦૬,૭૭,૨૦૦/- આગોતરા રકમ પેટે સ્વીકારેલ છે.

(૨) આ ઉપરાંત વધુ એક કરાર ધી સીન્થેટીક એન્ડ રેયોન ટેક્ષ્સ્ટાઈલ એક્ષપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ- S.R.T.P.E.C નામની અન્ય એક કંપનીને પણ વર્ષ ૨૦૧૦માં સુરત રજીસ્ટ્રારશ્રીની કચેરીમાં નોંધણી ક્રમાંક ૪૩૫૭ દ્વારા નોંધાયેલ છે, જે બદલ ઉક્ત ટ્રસ્ટ રૂપિયા. ૧,૯૭,૫૫,૩૬૦/- નું અવેજ પણ સ્વીકારેલ છે.

(૩) આ ઉપરાંત ક્રેડાઈ સુરત ( સુરત બીલ્ડર અસોસિએશન ) એફ – ૧૦, બીજો માળ, રીજન્ટ આર્કેડ, ઘોડ દોડ, સુરત – ૩૯૫૦૦૭ નામની સંસ્થા પાસેથી પણ એગ્રીમેન્ટ પણ કરેલ હતો. આ એગ્રીમેન્ટ અંતર્ગત રૂ. ૧,૦૧,૦૦,૦૦૦/- નો અવેજ પણ સ્વીકારેલ છે.

(૪) આ ઉપરાંત સુરત પીડિયાટ્રીક એસોસીએશન, c/o, ક્રિષ્ના ચિલ્ડ્રન હોસ્પિટલ , વૃંદાવન -૨, પીરામીડ આઇકોનની સામે, શ્રીજી નગર પાસે, પાલનપુર જકાતનાકા, ઉગત રોડ, સુરત – ૩૯૫૦૦૯ નામની સંસ્થા પાસેથી પણ એગ્રીમેન્ટ પણ કરેલ હતો. આ એગ્રીમેન્ટ અંતર્ગત રૂ. ૫૨,૪૧,૮૨૫/- નો અવેજ પણ સ્વીકારેલ છે.

(૫) આ ઉપરાંત જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ૩૦૦૪ – ૩૦૦૫, ત્રીજે માળે, અભિષેક માર્કેટ, રિંગરોડ, સહારા દરવાજા, સુરત – ૩૯૫૦૦૨ નામની સંસ્થા પાસેથી પણ એગ્રીમેન્ટ પણ કરેલ હતો. આ એગ્રીમેન્ટ અંતર્ગત રૂ. ૮૯,૯૦,૭૭૯/- નો અવેજ પણ સ્વીકારેલ છે.

(૬) આ ઉપરાંત સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસીએશન, યુ-૨૯, એસ્કોન સીટી, મહેશ્વરીભવનની સામે, સીટીલાઇટ, સુરત -૩૯૫૦૦૭. નામની સંસ્થા પાસેથી પણ એગ્રીમેન્ટ પણ કરેલ હતો. આ એગ્રીમેન્ટ અંતર્ગત રૂ. ૯૪,૧૬૧/- નો અવેજ પણ સ્વીકારેલ છે.

(૭) આ ઉપરાંત સાઉથ ગુજરાત પ્રોડકટીવીટી કાઉન્સીલ, બી – ૩૦૩, તિરૂપતી પ્લાઝા, અઠવાગેટ, સુરત – ૩૯૫૦૦૧ નામની સંસ્થા પાસેથી પણ એગ્રીમેન્ટ પણ કરેલ હતો. આ એગ્રીમેન્ટ અંતર્ગત રૂ. ૫૪,૮૧,૫૪૩/- નો અવેજ પણ સ્વીકારેલ છે.

(૮) આ ઉપરાંત સાઉથ ગુજરાત નીટર્સ એસોસીએશન, ૭૦૭, જીવનદીપ કોમ્પલેક્ષ, જે.કે.ટાવરની સામે, રીંગરોડ, સુરત – ૩૯૫૦૦૨ નામની સંસ્થા પાસેથી પણ એગ્રીમેન્ટ પણ કરેલ હતો. આ એગ્રીમેન્ટ અંતર્ગત રૂ. ૪૩,૨૨૦/- નો અવેજ પણ સ્વીકારેલ છે.

(૯) આ ઉપરાંત સાઉથ ગુજરાત ટેક્ષચુરાઈઝર વેલ્ફેર એસોસીએશન, નામની સંસ્થા પાસેથી પણ એગ્રીમેન્ટ પણ કરેલ હતો. આ એગ્રીમેન્ટ અંતર્ગત રૂ. ૮૪,૭૪૫/- નો અવેજ પણ સ્વીકારેલ છે.

આ રીતે આ બધી સંસ્થા પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરી છે, સરકાર દ્વારા આ સંસ્થાને આપેલ શરતી જમીનમાં કોઈ વાણિજ્ય હેતુ કામ કરવા માટે મનાઈ છે. એટલ માટે આ પ્રોજેક્ટને સરકાર તરફથી મંજૂરી મળેલ નહોતી. સરકારની મંજૂરીની રાહ જોયા વગર નવા નિમણુંક થયેલ વહીવટ કર્તાઓ દ્વારા આ ઇમારતમાં બુકીંગ શરુ કરી એડવાન્સ રકમ સ્વીકારી બાંધકામ બનાવી કરી દેવામાં આવેલ હતું. PTR પર નામ હોય એવા કોઈ ટ્રસ્ટીઓએ આ 99 વર્ષના કરારમાં સહી કરેલ પણ નથી, એ આ ઇમારતમાં જગ્યા રાખનાર માટે એક મોટો ચિંતાનો વિષય છે.

સધર્ન ગુજરાત ચેમ્બર્સ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ચેરિટી કમિશ્નરશ્રીની આ ઇમારત અંગે માંગવામાં આવેલ મંજૂરી માં હુકમ કરતા સ્પષ્ટ કરવામાં આવેલ છે કે મંજૂરી વગર આ મિલકત વેચી મારવાનું વાંધેદાર સંજય ઇઝાવાની રજૂઆતને ધ્યાને લઈને અધિક્ષકની આગેવાનીમાં એક તપાસ એજન્સીની નિમણુંક કરીને તા. 25.05.2023 સુધી મિલકતની હાલની પરિસ્થિતિ અંગે રિપોર્ટ કરવા હુકમ કર્યો છે. સાથે સાથે આ ઇમારત વપરાશમાં લેતા પહેલા દૈનિક અખબારોમાં જાહેરાત આપી નાગરિકો / લાભાર્થી પાસે વાંધા સૂચનો મંગાવવા પણ હુકમ કરેલ છે.

સરકાર અને સંયુક્ત ચેરિટી કમિશ્નરશ્રીની મંજૂરી વગર બનેલ આ મિલકત બારોબાર વેચી મારનાર સંસ્થાના કાર્યકર્તાઓ હવે ચિંતામાં આવી ગયા છે. સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ મિનિસ્ટ્રી લેવલથી ચેરિટી કમિશ્નરશ્રી ઉપર દબાણો લાવી આ મિલકત કાયદેસર કરવા હુકમ કરાવવા માટેના પ્રયત્નો ચાલે છે. વધુ સુનાવણી આવનાર 25.05.2023 ના રોજ રાખેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *