શું ટ્રાફિક પોલીસ દ્વારા આપી રહેલ ઈ-મેમો નિયમાનુસાર છે કે નિયમ વિરુધ્ધ ?

ટ્રાફિક પોલીસ દ્વારા પાઠવવામાં આવતા ઈ-મેમો નિયમ વિરુધ્ધ, કોર્ટમાં લડી લેવાના મૂડમાં જાગૃત નાગરિક.

ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતભરમાં જારી કરી રહેલ ઈ-મેમો તદ્દન ગેર કાયદેસર હોવાનો દાવો સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવ્યો છે.

તા. ૧૬.૦૧.૨૦૨૩ ના રોજ સુરત શહેરમાં સ્પીડ લીમીટ અંગે જારી કરવામાં આવેલ ઈ-મેમોના રૂ. ૨૦૦૦/- ચૂકવવા ના પાડી મામલો કોર્ટમાં લડી લેવા માટે તૈયારી બતાવી કોર્ટમાં હિયરીંગમાં હાજર થઇ ગયા છે જાગૃત નાગરિક.

Motor Vehicles (Seventeenth Amendment) Rules, 2021 ના નિયમોનું ઉલ્લંઘન કરી વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ- મેમો આપી રહ્યા છે. “ Central Motor Vehicles (Seventeenth Amendment) Rules, 2021, Section- “167A (1) મુજબ સુરત શહેરી વિસ્તારમાં ચલણ જારી કરવા માટે વપરાતા ઇલેક્ટ્રોનિક અમલીકરણ ઉપકરણ (CCTV કેમેરા) પ્રમાણિત કરવામાં આવેલ નથી. મોટર વેહિકલ એકટ મુજબ આ પ્રકારના કેમેરાઓ રાજ્ય સરકારના અધિકારીઓ પાસેથી દર વર્ષે કેલીબ્રેશન કરી કેમેરાની કાર્યક્ષમતા અંગે સેર્ટીફિકેટ મેળવી લેવાનું હોય છે. છતા ટ્રાફિક પોલીસ દ્વારા આ નિયમોનું પાલન આજદિન સુધી કરવામાં આવેલ નથી. CCTV કેમેરા દ્વારા બતાવી રહેલ વાહનની સ્પીડ બરાબર છે કે નહી તે અંગેની કેલીબ્રેશન આજ દિન સુધી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલ નથી. જે નિયમ વિરુધ્ધ છે. એટલે આ નિયમ વિરુધ્ધ કામના ઈ-મેમો તદ્દન ખોટા અને કાયદાની વિરુધ્ધ છે.

“167A. Electronic Monitoring and Enforcement of Road Safety.- (4) (a)” મુજબ સુરત શહેરી વિસ્તારમાં ચલણ જારી કરવા માટે વપરાતા ઇલેક્ટ્રોનિક અમલીકરણ ઉપકરણ સાથે “આપ CCTV કેમેરાના નિરીક્ષણ હેઠળ છે” એવા બોર્ડ દરેક કેમેરા પાસે લગાવવાનું હોય છે. પણ સુરત શહેરમાં આજદિન સુધી કોઈ પણ CCTV અથવા સ્પીડ ગન સાથે આ પ્રકારના કોઈ પણ બોર્ડ મારવામાં આવેલા નથી. છતા ટ્રાફિક પોલીસ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરીને વાહન ચાલકોને ઈ-મેમો આપી રહ્યા છે, જે તદ્દન ખોટું અને કાયદાની વિરુધ છે.

167A. Electronic Monitoring and Enforcement of Road Safety.- (4) (b) મુજબ સુરત શહેરી વિસ્તારમાં અલગ અલગ રસ્તાઓની સ્પીડ અંગેની જાણકારી આપતા બોર્ડ ઉપરની કલમ મુજબ અચૂક લગાવવાના હોય છે. છતાં સુરત પોલીસ દ્વારા સ્પીડ લીમીટ અંગે શહેરના રસ્તાઓ પર કોઈ બોર્ડ લગાવવામાં આવેલ નથી. ટ્રાફિક પોલીસ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરીને વાહન ચાલકોને ઈ-મેમો આપી રહ્યા છે, જે તદ્દન ખોટું અને કાયદાની વિરુધ છે.

જે કેમેરા થી વાહનની સ્પીડ માપી રહ્યા છો તે કેમરા થી વાહનની અંદર ચલણમાં દર્શાવાનું હોય છે. પણ શહેરમાં લગાવવામાં આવેલ કેમેરાથી આ પ્રકારના નિયમ પાલન થતા નથી. ફક્ત સ્પીડ અંગેની માહિતી ઈ-મેમો માં દર્શાવામાં આવેલ હોય છે. જે તદ્દન ખોટું અને કાયદાની વિરુધ છે.

Electronic Monitoring and Enforcement of Road Safety ના ઘણા નિયમો પૈકી ફક્ત એકજ નિયમનું પાલન કરીને CCTV કેમેરા લગાવી દેવામાં આવેલ છે, અને અન્ય કોઈ પણ નિયમનું પાલન કાર્ય વગર વાહન ચાલકોને ઈ-મેમો જારી કરી રહ્યા છે, કરોડોની ઉધરાણી કરી ફક્ત સરકારી તિજોરી ભરવાની કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરી રહ્યા છે.

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા RTI એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા ને માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ આપવામાં આવેલ માહિતી મુજબ Motor Vehicles (Seventeenth Amendment) Rules, 2021 અંતર્ગત ઉપરના કોઈ પણ નિયમનું પાલન થયું હોય એવી કોઈ પણ માહિતી સુરત ટ્રાફિક પોલીસ પાસે ઉપલબ્ધ નથી.

ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવેલ સ્પીડ લીમીટ અંગેના આ ઈ-ચલણ રદ કરી તમામ નિયમોનું પાલન કરવા ટ્રાફિક પોલીસને સૂચના આપવા અંગે સંજય ઇઝાવા દ્વારા આવનાર હિયરીંગમાં જ્યું. મેજી સાહેબની કોર્ટમાં રજુઆત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *