ટ્રાફિક નિયમ ભંગ કરનાર પાસે થી દંડ ઉઘરાવાનું બંધ કરી તાલીમ કેન્દ્રમાં ફરજીયાત ટ્રેનિંગ આપો. જાગૃત નાગરિક સંજય ઇઝાવા.

આ સુજાવ વાંચીને તમે પણ સહમત થઇ જશે, બસ આવુજ થવું જોઈએ. ટ્રાફિક નિયમ સુધારા અંગે જાગૃત નાગરીકે મુખ્ય મંત્રીને લખ્યો પત્ર, જાણો શું છે સુજાવ.

ટ્રાફિક નિયમ ભંગ કરનાર પાસે થી દંડ ઉઘરાવાનું બંધ કરી તાલીમ કેન્દ્રમાં ફરજીયાત ટ્રેનિંગ આપો. જાગૃત નાગરિક સંજય ઇઝાવા.

પોલીસ પ્રજા પાસેથી ટ્રાફિક નિયમના ભંગ બદલ જે દંડ વસુલે છે તે માટે જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા અનેક સુજાવો પોતાના એક લેટર થકી રાજ્યના મુખ્ય મંત્રીને લખીને પોતાની માંગ રજુ કરી છે. અને શું છે આ લેટરની સમગ્ર વિગત આવો જાણીએ, ગુજરાત ભરમાં ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે હાલમાં સરકાર દ્વારા લેવામાં આવતા પગલા અયોગ્ય છે. ગેમેતેટલો દંડ ફટકારશો પણ કોઈ ફરક નહિ પડે. કારણ કે લોકો હવે દંડથી ટેવાઈ ગયાં છે. પોતે નિયમ ભંગ ગુનામાંથી બચવા સરકાર દ્વારા સરસ આયોજન કરી અપાયુ છે. રૂ. 500 થી લઈને રૂ.25000 સુધીના અલગ અલગ દંડ ભરી દો એટલે ગુનો માફ.

આજકાલ આ દુનિયામાં લોકો પાસે પુષ્કળ પૈસા છે, નહિ હોઈ તો ગમ્મે ત્યાંથી વ્યવસ્થા કરીને પણ નિયમ ભંગ બદલ દંડ ભરીને છૂટી જાય છે. કારણ કે આ બધી જંઝટમાં પાડવાનો લોકો પાસે સમય હોતો નથી તો પછી સરકાર લોકોની આ મજબૂરીનો કેમ ફાયદો નથી ઉઠાવતા. કેમ સરકાર આ તરફ વિચાર નથી કરતી. મારા આ સૂચનો પર એક વાર વિચારજો, ચોક્કસ પરિણાંમ મળશે. ચોક્કસ થી ગુજરાત બદલાશે, ચોક્કસ થી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહશે.

1). ગુજરાતના તમામ જિલ્લાઓના અલગ અલગ વિસ્તારમાં 50 થી 100 લોકો બેસી શકે એવી સુવિધા ધરાવતા હોલની વ્યવસ્થા કરવી જોઈએ.

2). આ હોલને ટ્રાફિક નિયમોનું તાલીમ કેન્દ્ર નામ આપવું જોઈએ.

3). ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહન ચાલકો અને સહ યાત્રીઓને રસ્તાપરથી પકડીને સીધા આ તાલીમ કેન્દ્રપર પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરવી
જોઈએ.

4). તાલીમ કેન્દ્રપર ઓછામાં ઓછા 4 કલાક સુધી ટ્રાફિક નિયમ ભંગ કરનારને અલગ અલગ નિયમો અંગે વિડિઓ સાથે જાણકારી આપવાની જોગવાઈ કરવાની રહશે.

5). નિયમ ભંગ ની તાલીમ લેનાર વ્યક્તિઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત રહશે.

6). બીજી વાર ટ્રાફિક નિયમ ભંગ કરનાર વ્યક્તિને ઓછામાં ઓછા 8 કલાક તાલીમ આપવાનું રહશે.

7). ત્રીજી વાર ટ્રાફિક નિયમ ભંગ કરનાર વ્યક્તિને ઓછામાં ઓછા 2 દિવસ સુધી તાલીમ આપવાનું રહશે.

8) ત્યાર પછી પણ જે વ્યક્તિ ટ્રાફિક નિયમ ભંગ કરશે એમને 3 મહિના માટે જેલમાં મોકલવાની વ્યવસ્થા ઉભી કરવાની રહશે.

આ તમામ નિયમોનું પાલન કરાવવા માટે જરૂરી બીલો વિધાનસભામાં પસાર કરી કાયદો બનાવવો જોઈએ. એક રૂપિયા પણ દંડ લીધા વગર વાહન ચાલકોને નિયમોનું ભાન કરાવવું હોઈ અને નિયમોનું પાલન કરાવવું હોઈ તો સરકાર આવા નિયમો બનાવી વાહન ચાલકોનો અમૂલ્ય સમય તાલીમ આપવામાં ઉપયોગ કરાવવશે તો ભલભલા નાગરિકો પોતાનો સમય આ તાલીમ કેન્દ્રમાં બરબાદ કર્યા વગર વાહન નિયમોનુ પાલન કરીને ચલાવવાની કોશિશ કરશે એ પાક્કું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *