ટ્વિટરને ધમકી આપી એકાઉન્ટ બ્લોક કરાવ્યાનો મામલો- RTI નો જવાબ આપવામાં ભારત સરકાર દ્વારા ગલ્લા ટલ્લા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરમાં જનતાના મૌલિક અધિકારોને સરકાર દ્વારા લગાવવામાં આવેલ લગાન અંગેના પત્ર વ્યવહાર માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત જાહેર કરવા સ્પષ્ટ ના પાડતુ ઇલેક્ટ્રોનિકસ અને ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ડિપાર્ટમેન્ટ, ભારત સરકાર.

સુરતના જાગ્રૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિકસ અને ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ડિપાર્ટમેન્ટમાં RTI અંતર્ગત કેન્દ્ર સરકાર અને ટ્વિટર કાર્યાલય વચ્ચે છેલ્લા 5 વર્ષમાં થયેલ પત્ર વ્યવહાર અંગેની માહિતી માંગવામાં આવેલ હતી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ટ્વિટર કાર્યાલય માં આપવામાં આવેલ સૂચનાઓ અને ટ્વિટર કાર્યાલય દ્વારા આપવામાં આવેલ જવાબોની માહિતી માંગવામાં આવેલ હતી.

સોશિયલ મીડિયાઓ સાથે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલ નાગરિકોના “ફ્રીડમ ઓફ સ્પીચ” વિરુદ્ધના કડક નિયંત્રણ તાજેતરમાં વિવાદમાં આવેલ હતું. સરકાર સામેં કરી રહેલ ટિપ્પણીઓ પર નિયંત્રણ લગાવવા ગેર કાનૂની રીતે કેન્દ્ર સરકાર દ્વારા દબાણ થઇ રહ્યું છે એવો ટ્વિટર ના પૂર્વ CEO દ્વારા આક્ષેપ લગાવવામાં આવેલ હતા. ટ્વિટરના પૂર્વ CEO જેક ડોર્સીના જણાવ્યા મુજબ, ભારત સરકારના આદેશોમાં ઘણીવાર એવા શબ્દો હતા કે “અમે ભારતમાં ટ્વિટર બંધ કરીશું, અમે તમારા કર્મચારીઓના ઘરો પર દરોડા પાડીશું.” અને ડોર્સીએ આક્ષેપ કર્યો હતો કે સરકારે ટ્વિટરને અમુક પોસ્ટ્સ અને એકાઉન્ટ્સ દૂર કરવા માટે નિયમિત વિનંતીઓ જારી કરી હતી, ઘણીવાર આ માંગણીઓ સાથે ધમકીઓ પણ આપવામાં આવતી હતી.

આ સંદર્ભે RTI એકટીવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા માંગવામાં આવેલ માહિતીથી વિવાદ થવાની અને ગેર કાનૂની પ્રવૃતિઓ થકી કેન્દ્ર સરકારની છબીપર અસર થવાની સંભાવવાના હોવાથી સદર માહિતી નકારવામાં આવેલ છે. અરજીના જવાબ આપતા ગિરિજા નંદન જયસ્વાલ (સાઇબર લો ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “તેમે માંગેલી માહિતી ઇન્ફર્મેશન ટેક્નોલોજી નિયમો, 2009 હેઠળ આવે છે, જે આઇટી એક્ટ, 2000 ની કલમ 69A સાથે વાંચવામાં આવે છે, જે માહિતી ગોપનીય છે અને RTI એક્ટ 2005 ની કલમ 8 (1)(a) ની જોગવાઈઓ હેઠળ જાહેર કરી શકાતી નથી.”

સરકાર ના આ નિર્ણય સામે અપીલ કાર્યવાહી કરવા આગળની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે સંજય ઇઝાવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *