સત્તા સામે લેખ લખું એ આતંકવાદી કૃત્ય ગણી શકાય ?

મોદી સરકારના આ નિર્ણયો વાંચ્યા પછી તમે પણ કહેશો, હા મોદી સરકાર હિટલર શાહીના રસ્તાપર છે. ( પાર્ટ-1 )

“મધર ઓફ ઘી ડેમોક્રેસી” તરીકે આખી દુનિયામાં ઢંઢેરો પીટી રહેલ સરકાર ખરેખર “મર્ડર ઓફ ઘી ડેમોક્રેસી” કરી રહ્યા છે. મોદી સરકાર સત્તામાં આવ્યા પછી ઘણા એવા કાયદામાં ફેર ફાર કરી ચુક્યા છે કે ભારતના મોટા ભાગના નિયમો એમના તરફી કામ કરે. મોદી સરકાર જે ઈચ્છે તે થાય. સત્તા સામે સવાલ કરનારને દેશ દ્રોહી સાબિત કરે. નીચે મુજબના આ કાયદાના ફેરફારો ધ્યાનથી સમજવાની કોશિશ કરજો.

A ). સાધારણ માણસના અધિકાર એવા માહિતી અધિકાર અધિનિયમમાં 2005 માં થયેલ ફેરફાર.

1. માહિતી અધિકાર અધિનિયમમાં 2005, સેક્શન 8 (1) ( j /ઠ ) અંતર્ગત:- ” વ્યક્તિના અંગત જીવનને લગતી માહિતી વિશાળ જાહેર હિતમાં પ્રગટ કરવી વાજબી ઠરે તેમ છે તેવી કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાપ્રસંગ, રાજ્યના જાહેર માહિતી અધિકારી અથવા અપીલીય સત્તામંડળને ખાતરી થાય તે સિવાય, કોઈ જાહેર ગતિવિધિ અથવા હિત સાથે કોઈપણ પ્રકારનો સંબંધ ધરાવતી ન હોય તેવી અથવા કોઈ વ્યક્તિના અંગત જીવનમાં બિનજરૂરી હસ્તક્ષેપ થતો હોય તેવી અંગત જીવનને લગતી કોઈ માહિતી આપવાની રહેશે નહિ.” “પરંતુ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળને જેનો ઇનકાર કરી શકાય નહિ તેવી માહિતીનો કોઈ વ્યક્તિને ઇનકાર કરી શકાશે નહીં.” અટલે કે મનરેગા / બેન્ક ડિફોલ્ટર્સ / રાશન / પેનશન જેવી માહિતીઓ જે નામો માહિતીના રૂપમાં મળતા હતા તે હવે ઘી ડિજિટલ પર્શ્નલ ડેટા પ્રોટેક્શન બિલ -2023 અંતર્ગત બાદ આપવામાં આવ્યું છે. એટલે હવે મનરેગા અંતર્ગત વેતન લેનાર / બેન્ક પાસેથી નાણાં લઈને પરત કર્યા વગર ઉઠમણું કરનાર / રાશન કોણ કોણ પ્રાપ્ત કરે છે / પેનશન કોણ કોણ પ્રાપ્ત છે / ક્યા ટેન્ડર કોને મળ્યા છે એવી માહિતીઓ હવે મળવા પાત્ર નથી. જેથી આ ક્ષેત્રે થઇ રહેલ ભ્રષ્ટાચાર હવે બહાર આવશે નહીં. આ અંગે સરકાર પોતે જે માહિતી જાહેર કરશે તેજ માહિતી હવે આમ નાગરિકોને જાણવા મળશે.

B ). ભારત ન્યાય સંહિતા 2023 ના સેક્શન -195 મુજબ:- “ભારતની સુરક્ષા, સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતા ને જોખમમાં મૂકતી ખોટી અથવા ભ્રામક માહિતી બનાવે છે અથવા પ્રકાશિત કરે છે, એવા સંજોગમાં ત્રણ વર્ષ સુધીની કેદની સજા અથવા દંડ અથવા બંને સાથે સજા કરવામાં આવશે.” આ વાત જોડે હું સહમત છું, પણ આ કાયદામાં ભારતની સુરક્ષા, સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતા ને જોખમમાં મૂકતી ખોટી અથવા ભ્રામક માહિતી અંગે કોઈ પ્રકારનું વર્ણન નથી. એટલે કે અત્યાર સુધી સરકાર આંદોલનકારીઓ, સત્તા સામે સવાલ કરનાર પત્રકારો, એક્ટિવિસ્ટો સામે દેશ દ્રોહની કલમ લગાવી વર્ષો સુધી જેલમાં કેદ રાખવામાં આવતી હતી. રાજ્ય દ્રોહની કલમ નાબૂદ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ સૂચના પછી રાજ્ય દ્રોહ કલમ હટાવીને હવે આ પ્રકારની કલમો ઉમેરી લેવામાં આવે છે, જેમાં સરકાર સમય મુજબ નક્કી કરશે કે ભારતની સુરક્ષા, સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતા ને જોખમમાં મૂકતી માહિતી કઈ કઈ છે.

C ). ભારત ન્યાય સંહિતા 2023 ના સેક્શન -111 મુજબ :- “જો કોઈ વ્યક્તિ ભારતમાં અથવા કોઈપણ વિદેશી દેશમાં ભારતની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જોખમમાં મૂકવાના ઈરાદા સાથે, સામાન્ય જનતાને અથવા તેના એક વર્ગને ડરાવવા અથવા જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે કોઈ કૃત્ય કરે તો તેણે આતંકવાદી કૃત્ય કર્યું હોવાનું કહેવાય છે.” એટલે કોઈ પ્રોફેસર, પત્રકાર, રાષ્ટ્રીય નિરીક્ષક, પોલિટિકલ આગેવવાં, કોઈ સમાજ સેવક ભારતમાં અથવા વિદેશમા ભારત સરકાર સામે ટિપ્પણિયા કરે તે આતંકવાદી કૃત્ય કર્યું હોવાનું કહેવાય ? શું આ જનતાનો બોલવાના અધિકારપર લગામ લગાવવાની વાત નથી ? પોતાના અધિકાર માટે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવું હવે આતંકવાદી કૃત્ય ગણાય ?

D ). ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 મુજબ :- ક્રિમિનલ પ્રોસિજરના કોડ 1898 કલમ મુજબ કોઈ પણ વ્યક્તિની પોલીસ કસ્ટડી વધુમાં વધુ 15 દિવસ હતી તે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 મુજબ વ્યક્તિની પોલીસ કસ્ટડી 60 અથવા 90 દિવસ સુધી લંબાવામાં આવી છે. એટલે હવે કોઈ પણ પુરાવા વગર કોઈ પણ નાગરિકને પોલીસ 90 દિવસ સુધી રિમાન્ડ માંગી શકે છે. કોઈ પણ ઠોસ પુરાવા વગર દેશદ્રોહ કલમ લગાવી વર્ષો સુધી જેલમાં પુરીદેવાના કિસ્સાઓ સામે છે, ત્યારે આ કલમ થી પોલીસનો અધિકાર વધે છે, અને સત્તા સામે બોલી રહેલ કોઈ પણ નાગરિક સામે આ કલમની ઉપયોગ ખોટી રીતે કરી શકે છે.

E ). ભારત ન્યાય સંહિતા 2023 ના

1). સેક્શન – 255 મુજબ :- “જે પણ, જાહેર સેવક, ન્યાયિક કાર્યવાહીના કોઈપણ તબક્કામાં, કોઈપણ અહેવાલ, હુકમ, ચુકાદો અથવા નિર્ણય ભ્રષ્ટ અથવા દૂષિત રીતે કરે છે અથવા ઉચ્ચાર કરે છે જે તે કાયદાની વિરુદ્ધ હોવાનું જાણે છે, માટે જાહેર સેવકને સાત વર્ષ સુધી કેદની સજા થશે, અથવા દંડ થશે, અથવા બંને સાથે થશે .”

2). સેક્શન – 256 મુજબ :- કોઈપણ વ્યક્તિ, તેને વ્યક્તિઓને પ્રતિબદ્ધ કરવાની કાનૂની સત્તા આપે છે અજમાયશ માટે અથવા કેદમાં રાખવા માટે, ભ્રષ્ટ અથવા દૂષિત રીતે કોઈપણ વ્યક્તિને અજમાયશ માટે અથવા કેદમાં રાખવા માટે મોકલે છે, અથવા કોઈપણ વ્યક્તિને કેદમાં રાખે છે તે સત્તાનો ઉપયોગ એ જાણીને કરે આમ કરવાથી તે કાયદાની વિરુદ્ધ કામ કરી રહ્યો છે, તે માટે જાહેર સેવકને સાત વર્ષ સુધી કેદની સજા થશે, અથવા દંડ થશે , અથવા બંને સાથે થશે .”

હવે આ નવા કાયદામાં સરકારના તમામ જાહેર સેવકો, ન્યાયાધિશો આ કલમના દાયરામાં આવે છે. એટલે કે નિયમ વીરુદ્ધ કોઈ પણ હુકમ કરશે તો હુકમ કરનારને 7 વર્ષ સુધીની જેલ જવાનો વારો આવશે. આ કાયદો સારો છે, આમ નાગરિકો સાથે થઇ રહેલ અન્યાય એક અંત સુધી આ કાયદો ખતમ કરશે. પણ ચિંતાનો વિષય એ છે કે હુકમ નિયમ વીરુદ્ધ છે કે નહીં તે સરકાર નક્કિ કરશે, પછી હુકમ કરનાર સામે કાર્યવાહી કરશે. એટલે સરકારની વિરુદ્ધ કોઈ હુકમ કરશે તો આ કાયદાના દાયરામાં આવી જવાની સંભાવના ચોક્કસ છે, એટલે હવે સરકાર ઈચ્છે તેમ અધિકારીઓ અને ન્યાયધિશો હુકમ કરવા મજબૂર થશે એવી સંભાવના છે.

હવે આ પ્રકારનો લેખ લખું એ પણ કદાચ આતંકવાદી કૃત્ય ગણી શકાય, સચ્ચાઈ જનતા સામે લાવવા પ્રયત્ન કરી રહેલ પત્રકારો, એક્ટિવિસ્ટો હવે 3 વર્ષ માટે જેલ પણ જઈ શકે છે.

લેખકઃ સંજય ઇઝાવા (RTI એક્ટિવિસ્ટ, મોબાઈલ નંબર- 9712 999 666 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *