OYO જેવી હોટલોમાં લોકલ આઈ.ડી. ધારક કપલના પ્રવેશ પર પ્રતિબંધ લગાવોઃ જાગૃત નાગરિક સંજય ઇઝાવા.

OYO જેવી હોટલોમાં લોકલ આઈ.ડી. ધારક કપલના પ્રવેશ પર પ્રતિબંધ લગાવોઃ જાગૃત નાગરિક સંજય ઇઝાવા.

ગુજરાતમાં આજકલ વિદ્યાર્થીનીઓ અને નાબાલિક બાલિકાઓ સાથે થઇ રહેલ કુકર્મ વધી રહ્યો છે. વારંવાર આ પ્રકારના કિસ્સાઓ બહાર આવે છે. મોટા ભાગે સોશિયલ મીડિયા દ્વારા દોસ્તીના નામે પહેચાન બનાવીને એનો દુરુપયોગ ઘણા લોકો કરતા હોય છે. ઈન્ટરનેટ કાફે/કપલ બોક્સ અને OYO જેવી હોટલો અમુક કલાકો માટે કોઈ બે અનજાન વ્યક્તિઓ માટે કોઈ પણ પુરાવા વગર એકાંત અને અંગત પળો માટે રૂમો આપી દેવામાં આવતા હોય છે. જયારે રૂમમાં આવનાર છોકરીઓની ઉમર, નામ, સરનામાં જેવી કોઈ માહિતી હોટેલ કે કપલ બોક્સ વાળા દ્વારા ધ્યાનમાં લેતા નથી, હોટલવાળાને ફક્ત ભાડાની આવક ઉપર નજર હોય છે.

આવા કિસ્સામાં ઈન્ટરનેટ કાફે/કપલ બોક્સ અને OYO જેવી હોટેલોમાં કેટલાક નિયંત્રણો લગાવવા અંગે સુરતના જાગૃત નાગરિક શ્રી સંજય ઇઝાવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને આ અંગે વિચારવા ભલામણ કરી છે.

  1. ઈન્ટરનેટ કાફે/કપલ બોક્સ, લોકલ અને OYO જેવી હોટેલોમાં નોંધણી ફરજીયાત કરાવવાનું રહશે.
  2. ઉક્ત જગ્યાની અલગ ભાગમાં (એન્ટ્રન્સ, રીસેપ્શન, લોબી ) CCTV ની સુવિધા ફરજીયાત કરાવવાનું રહશે.
  3. ઉકત જગ્યા પર આવનાર વ્યક્તિઓનાં વેલીડ આઈ.ડી. કાર્ડની નકલ લેવાનું ફરજીયાત કરાવવાનું રહેશે.
  4. ૧૮ વર્ષથી નીચેની છોકરીઓ અને ૨૧ વર્ષથી નીચેના છોકરાઓને ઉક્ત જગ્યા પર પ્રવેશ આપવું નહી.
  5. ૧૦૦ કીલોમીટર અંતરના લોકલ આઈ.ડી. ધરાવતા કપલ, સ્ટુડન્ટને કોઈ પણ સંજોગમાં ઉકત જગ્યાએ પ્રવેશ આપવું નહી.
  6. ઉકત જગ્યાએ પ્રવેશ કરનાર કપલ પોતાના ફેમિલીનો સંપર્ક નંબર આપવાનું રહશે.
  7. શંકાસ્પદ કપલ, સ્ટુડન્ટને પ્રવેશ આપવાનની પરિસ્થિતિ ઉભી થાય તો ૧૦૦ નંબર પર કોલ કરીને જાણકારી આપવી ફરજીયાત રહેશે.
  8. ઉપરોક્ત નિયમો ભંગ કરનાર ઈન્ટરનેટ કાફે/કપલ બોક્સ, લોકલ અને OYO જેવી હોટેલોના મનેજર અને માલિક બંને સમાન રીતે ગુનેકાર રહેશે.
  9. ઈન્ટરનેટ કાફે/કપલ બોક્સ, લોકલ અને OYO જેવી હોટેલોમાં થતા કોઈ પણ કિસ્સા અંગેની ફરિયાદમાં મેનેજર અને માલિક બંને સમાન રીતે આરોપીઓ બનશે.
  10. આવા નિયમો સોશિયલ મીડિયા મારફતે લોકો સુધી પોહચાડી જાગૃતિ ફેલાવવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *