લોકસભામાં દાવો – મણીપુર હિંસા અંગે દર ૩ કલાકે વડા પ્રધાનને માહિતીગાર કરતા હતા. જાણો આ અંગે RTI માં PMO એ શું જવાબ આપ્યો.

હોમ મીનીસ્ટર અમિત શાહ પણ વડાપ્રધાન મોદીના રસ્તે.. મણીપુર વિષયમાં સંસદમાં બોલે છે જૂઠ.

મનસૂન સત્રમાં લોકસભામાં મા.હોમ મીનીસ્ટર અમિત શાહ મણીપુરને લઈને એક બયાન આપવામાં આવેલ હતું. હોમ મીનીસ્ટ્રી દ્વારા દર ૩ કલાકે મણીપુરમાં થઇ રહેલ હિંસા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માહિતગાર કરવાની વાત કરી છે. મણીપુર હિંસા અંગે સદનમાં વડા પ્રધાન દ્વારા કોઈ ભાષણ અથવા વિપક્ષના સવાલોનો જવાબ નહી આપવા બદલ વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા ત્યારે જવાબ આપી રહેલ હોમ મીનીસ્ટરએ આ વાત કરી હતી. વડા પ્રધાન મોદી સાહેબને મણીપુર હિંસા અને પરિસ્થિતિ અંગે દર ૩ કલાકે હોમ મીનીસ્ટ્રી દ્વારા માહિતી આપીને એમને માહિતીગાર કરીએ છે.

સુરતના સામાજિક કાર્યકર્તા શ્રી સંજય ઇઝાવા દ્વારા પ્રધાન મંત્રી કાર્યાલયમાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત અરજી કરીને હોમ મીનીસ્ટ્રી દ્વારા દર ૩ કલાકે રજુ કરવામાં આવેલ મણીપુર હિંસા અને પરિસ્થિતિ અંગેની માહિતીની નકલ માંગવામાં આવેલ હતી. સંજય ઇઝાવા દ્વારા માંગવામાં આવેલ માહિતી નીચે મુજબ છે.

  1. કૃપા કરીને મણિપુર રમખાણા અંગે દર 3 કલાકે ગૃહ મંત્રાલય દ્વારા પ્રદાન કરવામાં આવેલા અપડેટ્સ સંબંધિત માહિતી પ્રદાન કરો.
  2. કઈ તારીખથી ગૃહ મંત્રાલયે મણિપુર રમખાણો અંગે PMO ને અપડેટ્સ આપવાનું શરૂ કર્યું.
  3. રમખાણના પહેલા દિવસથી જ ગૃહ મંત્રાલયે PMOને મણિપુર રમખાણો અંગે કેટલી વાર અપડેટ્સ આપ્યા.
  4. કૃપા કરીને મણિપુર રમખાણોની સોફ્ટ કોપી/હાર્ડ કોપી માહિતી પ્રદાન કરો, જે ગૃહ મંત્રાલય દ્વારા PMO ને પહેલા દિવસથી આજ સુધી અપડેટ કરવામાં આવ્યા છે.
  5. કૃપા કરીને મણિપુર રમખાણોના નિરાકરણ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય/મણિપુર રાજ્ય સરકારને PMOની વિવિધ સૂચનાઓ સંબંધિત માહિતી પ્રદાન કરો.
  6. કૃપા કરીને મણિપુર રમખાણોના નિરાકરણ માટે PMO દ્વારા લેવામાં આવેલી કોઈપણ જરૂરી કાર્યવાહી અંગેની માહિતી આપો.
  7. મણિપુર રમખાણોના નિરાકરણ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય/મણિપુર રાજ્ય સરકારને વિવિધ સૂચનાઓ અને જરૂરી પગલાં અંગે ભારતના વડા પ્રધાન દ્વારા સહી કરેલ પત્રોની નકલ પ્રદાન કરો.
  8. મણિપુરના રમખાણોના નિરાકરણ માટે મણિપુર રાજ્યના રાજ્યપાલ/મણિપુર રાજ્યના મુખ્ય મંત્રીને વિવિધ સૂચનાઓ અને જરૂરી પગલાં અંગે ભારતના વડા પ્રધાન દ્વારા સહી કરેલ પત્રોની નકલ પ્રદાન કરો.

ઉપરની ૮ જેટલા માહિતીઓ માટે અરજદાર દ્વારા પ્રધાન મંત્રી કાર્યાલયમાં અરજી કરીને માહિતી માંગવામાં આવેલ હતી. તા. ૨૨.૦૮.૨૦૨૩ ના રોજ પ્રધાન મંત્રી કાર્યાલય દ્વારા પાઠવવામાં આવેલ જવાબ મુજબ “The Information sought by the applicant is based on assumption and from of roving enquiry and does not come under the definition of Information under Section 2(f) of the RTI Act, 2005.” એટલે કે “અરજદાર દ્વારા માંગવામાં આવેલી માહિતી ધારણા અને રોવિંગ ઇન્ક્વાયરી પર આધારિત છે અને RTI એક્ટ, 2005ની કલમ 2(f) હેઠળ માહિતીની વ્યાખ્યા હેઠળ આવતી નથી.” ટુકમાં પ્રધાન મંત્રી કાર્યાલયમાં આ પ્રકારની કોઈ માહિતી માહિતીના રૂપમાં નથી.

Section 2(f) in The Right To Information Act, 2005 :-
“information” means any material in any form, including records, documents, memos, e‑mails, opinions, advices, press releases, circulars, orders, logbooks, contracts, reports, papers, samples, models, data material held in any electronic form and information relating to any private body which can be accessed by a public authority under any other law for the time being in force.

એટલે કે મણીપુર હિંસા અને પરિસ્થિતિ અંગે દર ૩ કલાકે હોમ મીનીસ્ટ્રી દ્વારા સેક્શન ૨ (f) માં સમાવેશ કરવામાં આવેલ કોઈ પણ રેકોર્ડ થી માહિતી ઉપલબ્ધ નથી. એનો મતલબ એવો થાય છે કે લોકસભામાં માં.હોમ મીનીસ્ટરશ્રી ખોટું બોલી રહ્યા હતા… ?

તમારે શું કહવું છે મિત્રો ? જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *