માહિતી અધિકાર પારદર્શિતા માટે ગુજરાત રાજ્ય માહીતી આયોગને પણ કોર્ટમાં ખેંચી લઇ જવું પડ્યું .. બોલો આ છે નવું ભારત.

ગૂજરાત રાજ્ય માહીતી આયોગ છેલ્લા ઘણા વખતથી પોતાના કેબિન માં અપિલોની સૂનાવણી કરતાં હતાં. તેમજ અપિલ કરનાર ને સૂનાવણી માં મોબાઈલ બહાર સિક્યુરિટી પાસે જમા કરાવવો પડતો. આયોગે જે અપિલ અને ફરિયાદ માટેનું ફોર્મ બનાવ્યું હતું તેમાં પણ ત્રુટિઓ હતી. આયોગ પોતાને કોર્ટ તરીકે ઉલ્લેખ કરી, સૂનાવણી હોલ/ખંડ ને કોર્ટ રૂમ તરીકે ઉલ્લેખ કરતાં હતાં. આરટીઆઈ એકતા મંચ કન્વિનર શ્રી પંકજ ભટના કહેવા મુજબ ઉપરોક્ત તમામ મુદ્દાઓની રજૂઆત RTI એકતા મંચ તરીકે વખતો વખત કરી હતી, તેમ છતાં આયોગે અમારી માંગણીઓ સ્વીકારી નથી. અંતે RTI એકતા મંચ દ્વારા નામ. હાઇકોર્ટ માં PIL દાખલ કરવામાં આવી. આ PIL માં હાઈકોર્ટે હુકમ કર્યો કે અરજદારોને સાંભળી મુદ્દાસર જવાબ આપે. તા. 28/8 ના રોજ એકતા મંચ ના એડવોકેટ શ્રી આનંદભાઈ યાજ્ઞિક અને કનવીનર શ્રી પંકજભાઈ ભટ દ્વારા આયોગ સાથેની બેઠક માં આ મુદ્દે વિગત વાર ચર્ચા કરી આયોગના વહિવટ માં સુધારા અને પારદર્શિતા ની માંગણી કરી. અંતે આયોગે ત્રણ મહત્વના સકર્યુલર કર્યા.

1. મોબાઈલ, લેપટોપ સૂનાવણી હોલમાં લઈ જવા,
2. સૂનાવણી ઓપન હોલમાં રાખવા
3.ફોર્મમાં જરૂરી ફેરફાર કરવા નો નિણર્ય લીધો.

રાજય માહિતી કમીશનની કામગીરી માહિતી માંગતા અરજદાર નાગરીકો લક્ષી (applicant friendly) હોય તે જરૂરી છે. આ સંદર્ભે જણાવતા અમોને ખેદ થાય છે કે માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરી જાહેર સતામંડળોના વહિવટ બાબતે જાણવા-માહિતી મેળવવા માંગતા અને જાહેર સતા મંડળોની કામગીરીની ખામીઓ ઉજાગર કરવા માંગતા ગુજરાતના નાગરીકોમાં છેલ્લા ઘણા સમયથી એવી લાગણી વ્યાપક રીતે ઉદભવી રહી છે કે ગુજરાત માહિતી આયોગ દવારા પોતાનો વહિવટ આવા નાગરીકોમાં હતોત્સાહ, સંકોચ, નીરાશા જન્મે એ રીતે ચલાવવામાં આવે છે. પણ સુનાવણી દરમ્યાન અરજદારો પ્રત્યેના આયોગના નકારાત્મક વલણના લીધે આયોગ હંમેશા નાગરીકોએ જેની પાસેથી માહિતી માંગી હોય એવા જાહેર સતામંડળોના અધિકારીઓની તરફેણમાં હોય એવી નિરાશા પ્રવર્તી રહી છે.

અપીલ/ફરીયાદની રજુઆત મર્યાદિત રહે, અરજદારો પોતાની વાત વિગતવાર મુકી ન શકે એ રીતે નિયત કરાયેલ ફોર્મમાં શબ્દોની મર્યાદિત સંખ્યામાં જ જ અપીલ ફરીયાદ થઈ શકે એવી પ્રથા ફરજીયાત બનાવાયેલ હતી. આયોગમાં થતી સુનાવણીઓ કમીશ્નર સાહેબોની ચેમ્બરના ભારે ભરખમ વાતાવરણમાં રાખવામાં આવતી હતી. માહિતી અધિકારના કાયદામાં અરજદારે માહિતી માંગવાનું કારણ જણાવવું જરૂરી નથી એવી જોગવાઈ હોવા છતા ”કયા હેતુથી માહિતી માંગી છે’એવા અરજદારોને સવાલો પુછવામાં આવે છે. કોઈ ચોકકસ અરજદારે અગાઉ કેટલી અરજીઓ, અપીલો કરેલ છે એ વગર કારણે હુકમોમાં નોંધી દબાણ લાવવા પ્રયત્નો થાય છે. જાહેર માહિતી અધિકારી દવારા માહિતી આપવામાં વિલંબ થયો છે એવા નિષ્કર્ષ પર આયોગ આવે ત્યારે કેટલા દિવસનો વિલં બ છે એની સંખ્યા નોંઘ્યા વગર અને પ્રતિ દિવસના વિલંબ સબબ રૂ।. ૨૫૦ ( કુલ રૂપિયા પચ્ચીસ હજારની મર્યાદામાં) દંડ કરવો કાયદાથી આજ્ઞાત્મક ઠરાવેલ હોવા છતા ઉચ્ચક રકમનો દંડ કરવામાં આવે છે.

માહિતી આયોગ કોઈ કોર્ટ ન હોવા છતા બીજી અપીલ અને ફરીયાદની સુનાવણી માટે આયોગ ખાતે આવતા અરજદાર નાગરીકોમાં તેઓ કોઈ કોર્ટ કાર્યવાહીમાંથી પસાર થઈ રહયા છે એવી લાગણી અને હાઉ ઉત્પન્ન કરવા આયોગની નોટીસો, નંબર ૧, કોર્ટ નંબર ર, કોર્ટ નંબર ૩, એ રીતે કરાય છે. વેબસાઈટ ઉપર આયોગના કમિશ્નરશ્રીઓનો પરિચય પત્રોમાં આયોગનો ઉલ્લેખ કોર્ટ નંબર ૧, કોર્ટ નંબર ર, કોર્ટ નંબર ૩, એ રીતે કરાય છે. વેબસાઈટ ઉપર આયોગના કમિશ્નરશ્રીઓનો પરિચય કોર્ટ તરીકે અપાયેલ છે. આયોગ માંસુનાવણી માટે આવતા અરજદારોના મોબાઈલ ફોન બહાર મૂકવા ફરજ પડાતી હતી. મોબાઇલ બહાર મુકાવી તમામ કાગળોની હાર્ડકોપી અરજદારે ખર્ચ કરી કઢાવવી પડે એવી પરિસ્થિતિ ઉભી કરી માહિતી અધિકારના હેતુથી વિપરીત અને પેપરલેસ એડમીનીસ્ટ્રેશનની સરકારની પોલીસીથી વિરોધાભાસી પ્રથા ચલાવવામાં આવતી હતી.

આ તમામ બાબતો સંબંધે આરટીઆઈ એકતા મંચના પ્રતિનીધિઓએ તા.૨૫/૦૪/૨૦૨૨ના મુખ્ય આયુકત શ્રી અમૃતભાઈ પટેલને રૂબરૂ મળીને તથા તા.૧૭/૧૧/ર૦રર, તા.૨૦/૦૧/૨૦૨૩, તા.૦૨/૦૧/૨૦૨૩ અને તા.૧૫/૦૧/૨૦૨૩ તથા એપ્રિલ ૨૦૨૩માં આરટીઆઈ એકતા મંચ તરફથી આયોગને લેખિત રજુઆતો કરેલ પણ કોઈ ધ્યાન ન અપાતા આ મુદાઓ સંબંધે આરટીઆઈ એકતા મંચ ઘ્વારા હાઈકોર્ટના સીનીયર વકીલ શ્રી આનંદવર્ધન યાજ્ઞિક મારફતે રીટ પીટીશન નંબર ૮૩/૨૦૨૩થી જાહેર હીતની અરજી દાખલ કરતા ગુજરાતની નામદાર વડી અદાલતના મુખ્ય ન્યાયમુર્તીની વડપણ વાળી ખંડપીઠે પીટશનર આરટીઆઈ એકતા મંચ મુદાઓ આ સંબંધે જે રજુઆતો કરે તે બાબતે સત્વરે કારણો સાથેનો નિર્ણય કરવા આયોગને નિર્દેશ આપવામાં આવેલો.

જે અનુસંધાને આરટીઆઈ એકતા મંચે ગુજરાત માહિતી આયોગને જે રજુઆત કરવામાં આવી અને એકતા મંચના પ્રતિનિધિ તરીકે એડવોકેટ શ્રી આનંદવર્ધન યાજ્ઞિક અને એકતા મંચના કન્વીનર શ્રી પંકજભાઈ ભટટના ઓએ નામદાર હાઇકોર્ટના હુકમ મુજબ આયોગના મુખ્ય આયુક્તશ્રીને મળી રજૂઆતો કરી એના આધારે આયોગે પોતાના વહિવટમાં પારદર્શી ગણાય એવા સુધારાઓ કરવા ફરજ પડેલ છે. જેમાં આયોગમાં આવતા અરજદારોને મોબાઈલ વીગેરે ઈલેકટ્રોનીક ડીવાઈસીસ આયોગમાં લઈ જવા મુકિત અપાયેલ છે, આયોગની તમામ સુનાવણીઓનું ઓપન હીયરીંગ સુનાવણી હોલમાં જ કરવામાં આવશે એમ નિર્ણય લેવાયેલ છે અને બીજી અપીલના ફોર્મમાં અપીલ કરવાના કારણો દર્શાવવા શબ્દોની જે સંખ્યા મર્યાદા હતી તે દૂર કવામાં આવેલ છે.

એકતા મંચની અન્ય રજુઆતો સંબંધે આયોગે જે નિર્ણયો કરેલ છે તેનો અભ્યાસ કરી એકતા મંચ પોતાની આગળની નીતિ નકકી કરશે એમ નકકી કરાયેલ છે. આમ એકતા મંચની યોગ્ય રજુઆતો આયોગે ગ્રહયા ન રાખી માટે હાઇકોર્ટ સુધી વાત જવાના કારણે ‘ વાર્યુ ન રહે એ હાર્યા રહે” એવી કાઠિયાવાડી કહેવત સાર્થક થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *