સામાન્ય માણસોએ સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રી ને મળવા માટે ૫ (પાંચ) લેવલ પાર કરવું પડશે.!

જાગૃત નાગરીક સંજય ઇઝાવા એ મુખ્ય મંત્રી,હર્ષ સંઘવી, DGP, પોલીસ કમિશ્નર ને લખ્યો પત્ર, સિસ્ટમમાં સુધારો કરવા કરી માંગ.

સુરત શહેરમાં હવે કોઈ સામાન્ય માણસએ પોલીસ કમિશ્નરશ્રીને મળવા ઈચ્છતા હોય તો તેમને ૫ થી ૬ જેટલા લેવલમાંથી પસાર થવું પડશે એવી હાલાત છે. જનતાને થતી કોઈ પણ મુશ્કેલી અંગે ફરિયાદ કરશે તો સદર ફરિયાદ જે તે વિસ્તારની પોલીસ ચોકીમાંથી તપાસ થશે. પોલીસ ચોકીમાં વહીવટ અને તપાસ કરનાર અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય છે. જે તે ચોકીમાં ફરજ બજાવવનાર પોલીસ કોન્સ્ટેબલ દ્વ્રારા અરજદારને સમજાવવામાં આવેશે કે તમારી ફરિયાદમાં કોઈ સબુત મળી આવેલ નથી અથવા તપાસ ચાલુ છે. કોઈ કામ હોય તો સાહેબ ને મળી લેજો.

લેવલ -૧ :- પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીને મળવા માટે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સમય મેળવી મળવું પડશે અથવા સાહેબની રાહ જોઇને પોલીસ ચોકી પર બેસવું પડશે. તપાસ અધિકારી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીથી તમને સંતોષકારક જવાબ ના મળે તો તમારે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં મળવા જવું પડશે.

લેવલ -૨ :- પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને મળવા માટે નાગરીકો પોલીસ સ્ટેશનના ચક્કર મારવા ચાલુ કરી દેતા હોય છે. પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના કેબીનની બહાર બેસવામાં આવેલ પોલીસ કોન્સ્ટેબલ અથવા પી.એસ.ઓ. ને મળીને સાહેબ ને મળવા અંગે મંજૂરી લેતા પહેલા આ વાતના પુરાવા આપવા પડશે કે તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીને મળીને આવ્યા છે. ૩ થી ૪ ચક્કર લગાવ્યા પછી જે દિવસે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી હાજર હોય તે દિવસ ૨ થી ૩ કલાકનો સમય કાઢીને જવાનું રહેશે સાહેબ ને મળવા. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ભ્રષ્ટાચારથી કોઈ ખાસ નફરત ના હોય તો પછી તમારે ગાળ પણ ખાઈને પરત આવવાનો વારો આવી શકે છે.

લેવલ-૩ :- પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના કામથી તમે સંતોષ ના હોય તો તમે આગળ મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીને મળવા માટે જઈ શકો છો. સધારણ રીતે મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીને તમારા વિષય અંગે માહિતી હોય છે, પણ એ અંજાન રહીને તમારી વાત સંભાળશે અને કદાચ પોલીસ ઇન્સ્પેક્ટરને યોગ્ય કાર્યવાહી કરવા માટે કોલ પણ કરશે. પણ મોટા ભાગે કામ થાય નહી. કદાચ પોલીસ ઇન્સ્પેક્ટરો મોટા ભાગે મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીને ગાઠતા નથી.

લેવલ -૪ :- નીચેની કોઈ જગ્યાએ કામ ના થાય એટલે પછી તમારે નાયબ પોલીસ કમિશ્નરશ્રીને મળવાનો વારો આવશે. નાયબ પોલીસ કમિશ્નરના કાર્યાલય થી એમના પી.એ. આ બધી જગ્યા પર અરજદાર રજુઆત કરી છે કે નહી ખાતરી કરશે. પછી સમય આપશે સાહેબને મળવા માટે નિયત સમય પર આવી જજો. અને અહીંથી સામાન્ય નાગરીકો માટે અલગ નિયમ લાગુ પડે છે, પોતાના મોબાઈલ, બ્લુટુથ બહાર મુકીને સાહેબના કેબીનમાં જવાનું રહેશે. અને સમય નાગરિક આ અંગે કોઈ વિરોધ લેતા નથી. નાયબ પોલીસ કમિશ્નરશ્રી અરજદારની વાત ટુકમાં સંભાળીને કદાચ પોલીસ ઇન્સ્પેક્ટર અથવા મદદનીશ પોલીસ કમિશ્નરને કોલ કરીને પ્રશ્ન અંગે જાણકારી મોકલાવશે. અને મોટા ભાગે એવું કેહવામાં આવશે કે મેં કહી દીધુ છે, તમે પોલીસ સ્ટેશન જઈને ઇન્સ્પેક્ટરને મળી લેજો. જો આ વાત સંભાળીને અરજદ્દાર પોલીસ સ્ટેશન ગયા તો પછી પોલીસ ઇન્સ્પેક્ટરની ગાળો અલગથી સાંભળવાની તૈય્યારી રાખવી પડશે. કારણ કે ઉપરના અધિકારી એમને કોલ કરીને ખખડાવે તે પોલીસ ઇન્સ્પેક્ટરને જરા પણ ગમતું નથી.

લેવલ -૫ :- આ કોઈ જગ્યાએથી અરજદાર ને ન્યાય નહી મળે એટલે મોટા ભાગના અરજદારો અરજી પડતી મુકીને પોતાના કામ ધંધે લાગી જતા હોય છે. જો કોઈ અરજદાર એડીશનલ/જોઈન્ટ પોલીસ કમિશ્નરશ્રી ને મળવાની હિંમત કરશે તો ૪ થી ૫ કલાકનો સમય લઇ ને પોલીસ કમિશ્નર કચેરીએ જવાનું રહેશે. કારણ કે ત્યાં તમારે પહેલા એડીશનલ/જોઈન્ટ પોલીસ કમિશ્નરશ્રીના પી.એ. ને તમારી રજુઆત કરવાની છે, ત્યાર પછી પી.એ. તમારી અરજીની ખાતરી નાયબ પોલીસ કમિશ્નરશ્રી જોડે કરશે. અને બને ત્યાં સુધી તમને પરત મોકલી આપવાની કોશિશ કરશે, અને જો અરજદાર કડક રજુઆત કરશે તો તમારા નામની ચિઠ્ઠી બનાવી સાહેબને મોકલવામાં આવશે. ત્યારથી તમારો રાહ જોવાનો સમય શરૂ થાય છે. ભલે તમે પ્રથમ ક્રમમાં મુલાકાત માટે બેસેલા હોય પણ VVIP, VIP, ટાઉટો કોઈ પણ ચિઠ્ઠી વગર પોતાના મોબાઈલ સાથે એડીશનલ/જોઈન્ટ પોલીસ કમિશ્નરશ્રીની ઓફીસમાં જતા જોવા મળશે. વચ્ચે-વચ્ચે સાહેબ પોલીસ કમિશ્નરશ્રી જોડે મીટીંગમાં જશે, નીચેના અધિકારીઓ જોડે મીટીંગ કરશે અને અંતે વેઈટીગ કક્ષામાં કોઈ ના હોય ત્યારે અરજદારોનો સમય શરૂ થશે. કોઈ કાયદા કે પરિપત્ર ન હોવા છતાં સામાન્ય માણસોના મોબાઈલ બહાર મુકાવશે. પછી અરજદારની વાત સંભાળવા માટે મોકો આપશે. એડીશનલ/જોઈન્ટ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા નાયબ પોલીસ કમિશ્નરને સૂચના આપશે કે આ અંગે યોગ્ય કાર્યવાહી કરીને અત્રેની કચેરીએ જાણ કરો. લગભગ મોટા પાયે અરજદારના કામનો નિકાલ આ લેવલે પૂરો થઈ જતો હોય છે. અરજી પોલીસ વિરુધ, સત્તા વિરુધ, કોઈ નામચીન વ્યક્તિ, ગુંડાઓ, પૈસા વાળા સામે હોય તો કામ થવાની સંભાવના ઓછી છે.

લેવલ -૬ :- આ તમામ લેવલો પૂર્ણ કર્યા પછી અરજદાર શહેરના પોલીસ કમિશ્નરશ્રીને મળવા જઈ શકે છે. પહેલા પોલીસ ઇન્સ્પેકટરશ્રી, રીડર શાખાને મળીને તમારી રજુઆતો કરવાની હોઈ છે. પોલીસ ઇન્સ્પેકટરને (રીડર શાખા) તમારી ફરિયાદ યોગ્ય લાગશે તો નીચે કયા – કયા અધિકારીઓને મળ્યા એ અંગેની પૂછ-પરછ કરશે. ત્યાર પછી લગભગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરને (લેવલ -૨) ને સંપર્ક કરીને જાણકારી લેશે. જો તમે કોઈ પણ લેવલ ચુકી ગયા હોય તો તમને પોલીસ કમિશ્નરશ્રીને મળવાનો મોકો ના મળે. તમારે ફરજીયાત નીચેના અધિકારીને મળીને રજુઆત કરવી જ પડશે. ભલે પછી મુદા ગમે તેટલા ગંભીર હોય. પોલીસ કમિશ્નરશ્રી પાસે જવાનો મોકો મળે તો તમારે મોબાઈલ બહાર મુકીને જવાનું હોય છે. આવો કોઈ કાયદો અમલમાં ના હોવા છતાં તમામ અધિકારીઓએ હવે આ એક નિયમ બનાવી દીધો છે. લેવલ -૧ થી લેવલ -૫ સુધી જો કામ થયું ના હોય તો પછી તમારી વાત લગભગ પોલીસ કમિશ્નરશ્રી પણ ગંભીરતાથી લેશે નહી, અંતે કોર્ટ કચેરી સિવાય તમારી પાસે કોઈ ઉપાય બચશે નહી.

આ તમામ લેવલ પૂર્ણ કરવા એક સામાન્ય નાગરિક ને અંદાજે ૬૦ દિવસથી પણ વધારે સમય લાગી જશે.વારંવાર અધિકારીઓ સમક્ષ રજુઆત કરવા પોતાનો કામ ધંધો છોડીને જવું પડશે. હા જો તમારી પાસે એવી કોઈ ઓળખાણ હોય ઉચ અધિકારી સુધી તમે પોહચાડી શકે તો પછી ૧ દિવસમાં પણ તમે અડીશનલ/જોઈન્ટ પોલીસ કમિશ્નરશ્રી અથવા પોલીસ કમિશ્નરશ્રી ને રૂબરૂ મળી શકો છો.

સુરત શહેરના દરેક નાગરિક પોતાની રજુઆત શહેર પોલીસ કમિશ્નરને કરી શકે છે, એના માટે કોઈ ચોક્કસ સમય જાહેર જનતા માટે ફાળવવો જરૂરી છે. પણ અહિયાં હવે વ્યવસ્થા બદલીને સામાન્ય નાગરિક પોલીસ કમિશ્નરને મળી શકે એવી સીસ્ટમ હવે ના બરાબર છે. ચુટાયેલા પ્રતિનિધિઓની જેમ હવે સુરત શહેર પોલીસ કમિશ્નર સાહેબ પણ જનતાથી ડરે છે ?

શું ખરેખર કોઈ કાયદો છે કે ઉચ અધિકારીઓની કેબીન માં જતા પહલે મુલાકાતીઓ પોતાની મોબાઈલ બહાર મુકીને જાવું પડે છે ?

તા. ૦૮.૦૭.૨૦૨૧ ના રોજ અધિક પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફિક અને ક્રાઈમ, સુરત શહેર પોલીસ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત આપવામાં આવેલ માહિતી મુજબ મુલાક્તિઓને પોલીસ કમિશ્નર કચેરીમાં કોઈ પણ અધિકારીના કેબીન માં જતા પહલે પોતાની મોબાઈલ બહાર મુકવા અંગે કોઈ કાયદા, પરીપત્ર, સૂચના કોઈ પણ ઉચ અધિકારી / કોર્ટ / સરકાર શ્રી માંથી જારી કરવામાં આવેલ નથી. આવા પરિપત્રો અંગે કોઈ માહિતી અધિક પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફિક અને ક્રાઈમ, સુરત શહેર પોલીસ પાસે ઉપલબ્ધ નથી. છતાં મુલાકાતીઓને જબરદસ્તી પોતાની મોબાઈલ બહાર મુકવા મજબૂર કરે છે.

મારી સાથે પણ આવી ઘટના બની છે. તા. ૦૮.૦૯.૨૦૨૩ ના રોજ અધિક પોલીસ કમિશ્નરશ્રી, સેક્ટર -૨, સુરત શહેર પોલીસ ના કેબીન માં જતા પહલે મારા મોબાઈલ બહાર મુકવા જબરદસ્તી કરવામાં આવેલ હતા. આ ગેર કાનૂની કાયદાની વિરોધ માં મારે મુલાકાત ટાળવા પડી છે. અધિકારીઓ કોના થી ડરે છે ? મેટલ ડિટેકટર ચેકિંગ હોવા છતાં મોબાઈલના રૂપમાં કોઈ બોમ્બ લઈને જઈ શકે છે ? ઓડીઓ / વિડીઓ રેકોડીંગ થી ડરે છે અધિકારીઓ ? અધિકારીઓ ખોટું ના કરતા હોઈ તો મોબાઈલ થી ડર કેમ લાગે છે.?- સંજય ઇઝાવા.

2 thoughts on “સામાન્ય માણસોએ સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રી ને મળવા માટે ૫ (પાંચ) લેવલ પાર કરવું પડશે.!

 • September 9, 2023 at 9:57 am
  Permalink

  મૂળ મુદ્દાની વાત ખોટું નથી કરતા અધિકારીઓ તો મોબાઈલ થી કેમ ડર લાગે છે..ઇમાનદારીના નામે ભષ્ટાચાર?

  Reply
  • September 9, 2023 at 5:14 pm
   Permalink

   આ બધું કદાચ તાજેતરમાં આણંદમાં કલેક્ટર સાથે ઘટના બની એમનું રિએક્શન હોય શકે છે

   બાકી તો હવે એવું સમજવું કે અંદર ગયા પછી જે તે અધિકારીઓ અરજદાર સાથે કેવું વર્તન કરે છે અને ડરાવી ધમકાવીને હડધુત કરવાનો કારસો પણ હોય શકે…

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *