Right to Walk – સુરત શહેરમાં રાહદારીઓ માટે અવરોધ મુક્ત ફૂટપાથ બનાવવા મુહિમ શરૂ કરતા જાગૃત નાગરિક.

મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય, મ્યુનિસિપાલ કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકા અને અગ્ર સચિવશ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગને પત્ર લખીને સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવા એ કરી માંગ.

અવરોધ મુક્ત ફૂટપાથ બનાવવા અમદાવાદ, વડોદરા, રાજકોટના મ્યુનિસિપાલ કમિશ્નરશ્રીઓને પણ કરી અપીલ.

જાણો શું છે Right to Walk અંતર્ગત ફૂટપાથની માંગણી સાથેની રજુઆતની દલીલો.

સુરત શહેરના એક પણ ઝોનમાં રાહદારીઓ માટે નડતર વગર ચાલી શકે એવો કોઈ પણ રોડ ઉપલબ્ધ નથી. યોગ્ય ફૂટપાથના અભાવે લોકોને ચાલુ ટ્રાફિકમાં મેઈન રસ્તા ઉપર ચાલવાની ફરજ પડે છે. રોડ રેગુલેશન એક્ટ ૧૯૮૯, IPC, મોટર વેહિકલ એક્ટ ૧૯૮૮ માં રાહદારીઓની સુરક્ષા માટે કાયદાની જોગવાઈઓ કરવામાં આવેલ છે. મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ 138 પણ રાજ્ય સરકારને ફૂટપાથ અને ફૂટપાથ પર મોટર વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને માર્ગ વપરાશકર્તાઓની સલામતી સુનિશ્ચિત કરતા નિયમો બનાવવાની સત્તા આપે છે. પણ ગુજરાત સરકાર દ્વારા આજદિન સુધી આ તરફ કોઈ કામગીરી કરવામાં આવેલ નથી એ ૬ કરોડ જનતાનું દુર્ભાગ્ય છે.

સુરતના તમામ માર્ગો પર રાહદારીઓ માટે યોગ્ય અને અવરોધ મુક્ત ફૂટપાથ બનાવવા અંગે નીચે રજુવાત. 

1) ભારતનું બંધારણ દરેક નાગરિકને સમગ્ર દેશમાં સ્વતંત્રપણે ફરવાનો મૂળભૂત અધિકારની ખાતરી આપે છે. આજે મોટાભાગના શહેરોમાં આ અધિકારનો ભંગ થાય છે, કારણ કે ભારતીય શહેરોના આયોજનમાં પદયાત્રીઓની માળખાગત સુવિધાઓ પાછળ રહી ગઈ છે. કોમ્પેક્ટ ડેવલપમેન્ટ, મિશ્ર-ઉપયોગી વિસ્તારો અને ચાલવા યોગ્ય સ્ટ્રીટ્સ સાથેની પરંપરાગત ભારતીય શહેરોને છૂટાછવાયા શહેરો અને ખાનગી ઓટોમોબાઈલને પૂરા પાડતા અનંત રસ્તાઓ માટે માર્ગ બનાવવા માટે તોડી પાડવામાં આવી રહ્યા છે અને પુનઃવિકાસ કરવામાં આવી રહ્યા છે. ઓટોમોબાઈલ આધારિત, વિકસિત રાષ્ટ્રો પાસેથી ઉછીના લીધેલ નીતિ ભલામણો અને ડિઝાઇન નિર્દેશો આધુનિક ભારતીય શહેરોના સ્વરૂપ,બંધારણ અને સંદર્ભને બદલી રહ્યા છે. રાહદારીઓ રસ્તાઓ પર જગ્યા ગુમાવી રહ્યા છે અને રસ્તા પરનું પાર્કિંગ ઘણીવાર પાકા ફુટપાથ જેવા રાહદારીઓના માળખા પર પૂર્વવર્તી બને છે.

2) સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 2008 માં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં સૂચવવામાં આવ્યું હતું કે 10 માંથી 9 રાહદારીઓ રસ્તાઓ ક્રોસ કરતી વખતે અસુરક્ષિત અનુભવે છે. આજે, ભારતમાં ટ્રાફિક અકસ્માતમાં દરરોજ 400 જીવો ગુમાવે છે, જેમાંથી સત્તાવાર રીતે લગભગ 20 લોકો રાહદારીઓના મૃત્યુ છે. “સડક અકસ્માતોનો સામનો કરવા માટે કાયદાકીય સુધારાઓ” પરના કાયદા પંચના અહેવાલમાં પણ જણાવવામાં આવ્યું છે કે માર્ગ અકસ્માતોમાં 53% મૃત્યુ રાહદારીઓમાં થાય છે. બિનસત્તાવાર અંદાજો આ સંખ્યા સત્તાવાર આંકડા કરતાં લગભગ બમણી છે.

3) હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય (MoHUA) માટે વિલ્બર સ્મિથ એસોસિએટ્સ દ્વારા પદયાત્રીકરણ પરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અન્ય તમામ લોકોમાં રાહદારીઓ સૌથી વધુ સંવેદનશીલ રસ્તાના વપરાશકારો છે. ભારતમાં 28% વસ્તી ચાલતી વસ્તી હોવાનો અંદાજ છે. તેમ છતાં, ભારતીય શહેરોના રસ્તાઓ આ વૉકિંગ વસ્તી માટે તદ્દન અસુરક્ષિત બની ગયા છે.

4) માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૧ માં રોડ અકસ્માત અંગે જારી કરેલ રીપોર્ટ મુજબ ગુજરાત રોડ અકસ્માતમાં ૧૫૧૮૬ ઘટના સાથે ૧૦ મા ક્રમે છે. રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો ૭૪૫૨ છે અને ગુજરાત ૭ મા ક્રમે છે. સુરત શહેરમાં વર્ષ ૨૦૨૧ માં થયેલ અકસ્માત ૭૦૪ છે અને રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો ૨૨૨ છે, અને ઈજાગ્રસ્ત લોકો ૫૧૩ છે.

5) ભારતમાં વર્ષ ૨૦૨૧ માં રોડ અકસ્માતમાં ફૂલે ૨૯૧૨૪ રાહદારીઓના મૃત્યુ થયેલ છે. જે કુલ રોડ અકસ્માત મૃત્યુની ૧૮.૯૦% છે. રોડ અકસ્માતમાં ગુજરાત માં કુલ્લે ૧૪૭૩ રાહદારીઓના મૃત્યુ થયેલ છે.

6) રોડ રેગ્યુલેશન 1989 નિયમ નંબર 8 મુજબ પદયાત્રી ક્રોસિંગની નજીક પહોંચતી વખતે ડ્રાઇવરની ગતિ ધીમી કરવાની ફરજીયાત છે, અને નિયમ નંબર 11 મુજબ ફૂટપાથ અથવા સાયકલ લેન પર વાહન ચલાવવું પ્રતિબંધ છે. નિયમ 15 મુજબ ફૂટપાથ અથવા રાહદારી લેન પર કોઈ પણ વાહન પાર્કિંગ કરી શકે નહીં આ રીતે પદયાત્રીઓને “રાઈટ ઓફ વે” માં પ્રથમ અગ્રતા આપવા વિશે અધિકારો આપે છે.

7) દેરભરમાં “રાઈટ ઓફ વે” અંગે નબળા કાયદાકીય માળખું હોવા છતાં, સર્વોચ્ચ અદાલત અને વિવિધ ઉચ્ચ અદાલતોએ પદયાત્રીઓના અધિકારોના સમજ્યા છે, અતિક્રમણ મુક્ત ફૂટપાથ અને શેરીઓ અને તેની જાળવણી અંગે ઘણા ચુકાદાઓ આવેલ છે. Olga Tellis v. Bombay Municipal Corporation કેસમાં 1985માં સર્વોચ્ચ અદાલતે પદયાત્રીઓના અધિકારો પર વિસ્તૃત રીતે (અને પ્રથમ વખત) વાત કરી હતી. SC દ્વારા સ્પષ્ટપણે નોંધ્યું હતું કે “the main reason for laying out pavements is to ensure that pedestrians are able to go about their daily affairs with a reasonable measure of safety and security. That facility, which has matured into a right of pedestrians, cannot be set at naught by allowing encroachments to be made on pavements.”

8) Omprakash Gupta and others v. Mumbai Municipal Corporation (2018) કેસમાં મુંબઈ હાઈ કોર્ટના તાજેતરના ચુકાદામાં પણ આવું જ હતું “By their very nature, public streets are meant for vehicular and pedestrian movements and rather they are dedicated to the use of the public. They are the property of the public. They cannot be used nor occupied by anybody in a manner causing inconvenience to the members of the public.”

9) વર્ષ 2017 માં, પંજાબ સરકારના અધિકૃત ટ્રાફિક સલાહકાર, પ્રખ્યાત માર્ગ સલામતી નિષ્ણાત નવદીપ અસિજાએ “Right to Walk” ના અમલ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પિટિશન બંધારણની કલમ 21 પર આધારિત હતી – જીવનનો અધિકાર – એવી દલીલ કરતી હતી કે ચાલવાનો અધિકાર એ જીવનના અધિકારનો નોંધપાત્ર ભાગ છે. પરંતુ કોર્ટે હજુ સુધી આ અરજી પર ચુકાદો આપ્યો નથી.

10) સુરત શહેરમાં ફૂટપાથ વગરના રોડોની લામ્ભાઈ કિલોમીટરોમાં છે, ફૂટપાથ બનેલ હોઈ અને તેની ઉપર ચાલવા જોગ ના હોઈ એવા રોડ પણ કિલોમીટરોમાં છે, સદારણ લોકો આસાનીથી ચાલી શકે એવા ફૂટ પાથ વાળી રોડ સુરત શહેર માં ખુબજ ઓછું છે. સુરતના અલગ અલગ વિસ્તારના ફૂટ પથોની ફોટો આ સાથે સામેલ છે.

11) નામદાર ગુજરાત હાઈકોર્ટ, રાજસ્થાન હાઈકોર્ટ, ઉતરાખંડ હાઈકોર્ટ, પંજાબ હરિયાણા હાઈકોર્ટ, મુંબઈ હાઈકોર્ટ, કર્ણાટક હાઈકોર્ટ જેવા દેશના ઉચ્ચ ન્યાયાલય દ્વારા દેશના નાગરિકો માટે ફૂટપાથ કેટલો જરૂરી છે તે અંગે વારંવાર ચુકાદો આપવામાં આવેલ છે.

12) સુરત શહેરમાં ફૂટપાથ સાથેના રોડ પર નજર કરીએ તો ખ્યાલ આવે કે ફૂટપાથ પર GEB ના ઈલેક્ટ્રીક પોલ, ટ્રાન્સફોર્મર, ઈલેક્ટ્રીક ડીપી, કચડા પેટી, મોટા મોટા ઝાડ, લારી ગલ્લા, વાહન પાર્કિંગ, ફૂટપાથ પર સામાન્ય વસ્તુઓ વેચવાવાળા, ઉચાનીચા ફૂટપાથ, તૂટી ગયેલ પેવમેન્ટ ખુબ જ છે. જેથી કોઈ પણ રાહદારીઓ એક જગ્યાથી બીજી જગ્યાએ ફૂટપાથ ઉપરથી ચાલીને જઈ શકાતા નથી.

ઉપરના મુદાઓ ધ્યાને લઈને નીચે મુજબના કાર્યો ઝડપથી કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવા સંજય ઇઝાવા એ કરી અપીલ.

I. સુરત શહેરમાં ફૂટપાથ બનેલ ના હોય એવા રસ્તાઓમાં રોડની બંને બાજુ ઓછામાં ઓછું ૧૦ ફૂટની પહોળાઈવાળા અને ૧ ફૂટ ઉચાઇમાં ફૂટપાથ બનાવવાની યોગ્ય કાર્યવાહી હાથ ધરાવવા મારી અપીલ છે.

II. સુરત શહેરમાં ફૂટપાથ બનેલ હોય અને ચાલવા યોગ્ય ના હોય એવા રસ્તાઓમાં રોડની બંને બાજુ જરૂરી રીપેરીંગ કરીને ફૂટપાથની પહોળાઈ ૧૦ ફૂટ અને ૧ ફૂટ ઉચાઇમાં ફૂટપાથ બનાવવાની યોગ્ય કાર્યવાહી હાથ ધરાવવા મારી અપીલ છે.

III. ફૂટપાથ પર કોઈ પણ પ્રકારના દબાણ થયેલ હોય તે તાત્કાલિક અસરથી દૂર કરવા યોગ્ય કાર્યવાહી હાથ ધરાવવા મારી અપીલ છે.

IV. ફૂટપાથ પર લારી ગલ્લા તથા અન્ય સમાન સામગ્રી વેચવાવાળા કબજો ના કરે તેની તકેદારી રાખવી.

V. સમયાંતરે ફૂટપાથની મરામત અને રંગીન કામ હાથ ધરાવવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *