પોલીસ કર્મીએ નાગરિક ને માર માર્યું, 3 વર્ષ પછી FIR નો હુકમ કરતી સુરત કોર્ટ.

ન્યાયમાં વિલંબ થઈ શકે છે, પરંતુ નકારવામાં આવશે નહીં.

વર્ષ 2020 મેં મહિનામાં થયેલ ઘટનાના 3 વર્ષ 3 મહિના પછી એક પોલીસ કર્મી સાથે 10 લોકો સામે FIR નો હુકમ કરતી સુરત કોર્ટ.

કતારગામ આશ્રમ રોડ સ્થિત પટેલ કોમ્પ્લેક્સમાં રહેતા પરેશભાઈ લાલજીભાઈ પટેલની અરજી પર સુરત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ કોર્ટ સુરત દ્વારા હુકમ કરી અરજદારના એપાર્ટમેન્ટમાં રહેતા 9 જેટલા લોકો અને પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર પર કામ કરી રહેલ પોલીસ કર્મી સહીત તમામ આરોપીયો સામે IPC કલમ 323, 504,506,294(b), 114 જેવી કલમો લગાવી તા. 02.09.2023 ના રોજ FIR નોંધવામાં આવેલ છે.

કોણ કોણ છે આરોપીયો :-

(1) રમેશ ઉર્ફે બહાદુર ઉર્ફે દિનેશસિંગ જગતસિંગ ઠાકુર
(2) નિશાબેન તે રમેશભાઇ ઉર્ફે દિનેશ ઉર્ફે બહાદુરની પત્ની
(3) જીતુભાઈ નાનજીબાઇ પરમાર
(4) ગીતાબેન તે જીતુભાઈ નાનજીબાઇ પરમારની પત્ની
(5) જયદીપ જીતુભાઇ પરમાર
(6) દીક્ષીત જીતુભાઈ પરમાર
(7) રીનાબેન જીતુભાઇ પરમાર
(8) અ.લો.૨. પ્રતાપભાઇ દિપસીંગ પરમાર
(9) અતુલભાઇ વી. રાજપરા
(10 ઘનશ્યામભાઇ નારણભાઇ પવાસીયા

જાણો શું છે ઘટના,

કતારગામ આશ્રમ રોડ સ્થિત પટેલ કોમ્પ્લેક્સમાં રહેતા પરેશભાઈ લાલજીભાઈ પટેલ સાથે ઉપરોક્ત આરોપી નં-(૧) તથા આરોપી નં-(૨) ૨સ્તામા ચાલવા બાબતે ઝગડો તકરાક કરી ગાળો આપી તથા ગુનાહિત ધમકીઓ આપી તથા આરોપી નં-(૩)થી (૭) નાઓ એ પરેશભાઈ લાલજીભાઈ પટેલ ને ભુંડાબોલી ગાળો આપી આરોપી નં-(૫) નાઓએ ફોન કરી પોલીસ બોલાવેલ અને આરોપી નં-(૮) પોલિસ કર્મીએ આવીને પરેશભાઈ લાલજીભાઈ પટેલને ગાળો આપી ડંડા વડે માર મારી પી.સી.આર. વાનમાં બેસાડેલ તથા આરોપી નં-(૯) તથા (૧૦) નાઓએ પરેશભાઈ લાલજીભાઈ પટેલના મમ્મીને ચુપ રહેવા દબાણ કરી ગુનો કરેલ હોય જે બાબતે પરેશભાઈ લાલજીભાઈ પટેલ દ્વારા નામદાર કોર્ટમા ક્રિમીનલ મીસ.એપ્લીકેશન નંબર ૨૫૪/૨૦૨૧ થી અરજી દાખલ કરેલ જે અરજીના કામે નામદાર મે.ચોથા જ્યુડીશ્યલ મેજી. ફસ્ટ ક્લાસ સુરત શહેર નાઓના તા.૦૨/૦૮/૨૦૨૩ નારોજ ઇ.પી.કો. ક.૩૨૩, ૫૦૪, ૫૦૬, ૨૯૪(બી), ૧૧૪ મુજબ ફરીયાદ દાખલ કરવા હુકમ કરેલ હોય જે હુકમની નકલ આધારે ફરીયાદ દાખલ કરેલ છે.

પોલીસ કર્મી સાથેની ઓળખ હોવાનો ફાયદો ઉઠાવી અમાન્ય તકરાર પોલીસ સુધી પહોંચાડી પોલીસ કર્મી વડે ફરિયાદીને માર મારવાનની ઘટના વધતી જાય છે. પરેશભાઈ લાલજીભાઈ પટેલને પટેલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગમાં માર મારવાનો વિડિઓ જે-તે સમયે વયરલ થયેલ હતો. સમયસર યોગ્ય કાર્યવાહી માટેની અરજી કરવાથી પોલીસ દ્વારા ન્યાય નહીં મળ્યા તો પણ કોર્ટ દ્વારા ન્યાયની હિતમાં ગુનો દાખલ કરવા હુકમ કરેલ છે. અરજદાર પરેશભાઈના કહેવા મુજબ FIR દાખલ થયા પછી પણ આરોપીયો અરજદારને ગાળો આપવાનું, ધમકાવાનું અને છેડતી અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપે છે. અને ફરિયાદ લેવા કતારગામ પોલીસ પણ આનાકાની કરી રહ્યા છે.

કોર્ટના હુકમ થી ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી એટલે હવે કતારગામ પોલીસ પણ તાજી ઘટના અંગે ફરિયાદ લેવાની ના પાડી ફરિયાદી ઉપર પણ સામેવાળા તરફથી ફરિયાદ કરાવવાની ધમકી આપી રહ્યા છે.

One thought on “પોલીસ કર્મીએ નાગરિક ને માર માર્યું, 3 વર્ષ પછી FIR નો હુકમ કરતી સુરત કોર્ટ.

 • September 15, 2023 at 3:35 am
  Permalink

  આમ જોવા જઈએ તો હાલની સિસ્ટમ મુજબ ઘણાં બધાં જાગૃત નાગરિકો આવી રીતે સિસ્ટમ સામે અવાજ ઉઠાવવામાં ડરી રહ્યા છે..
  પરંતુ તે છતાં સંજયભાઈ તમારી જેવાં હિમંતવાન નાગરિકો ભારતમાં આજે ખુબ જ ઓછા જોવા મળી રહ્યા છે..
  નાગરિકોને તકલીફ તો ખુબ છે પરંતુ કાયદાનું નોલેજ તથા તેમને કોઈ સપોર્ટ ના હોવાથી આવા કેટલાય મુદ્દાનું બાળ મરણ થાય છે

  ખુબ ખુબ આભાર સંજયભાઈ આવા લાચાર અને બેબસ લોકોની સાથે અડીખમ રીતે ઉભા રહેવાં બદલ 💓💓💓

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *