સુરત એરપોર્ટ સ્મગ્લરો માટે ગ્રીન ચેનલ.. ૪ વર્ષમાં 60 કિલો સોનું પકડાયુ.

સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખે કરેલી RTI માં ચોંકાવનારી હકીકત બહાર આવી,

સુરત એરપોર્ટ પરથી ચોકાવનારી માહિતી બહાર આવી છે. શારજાહ – સુરત વચ્ચે અઠવાડિયામાં ફક્ત ૩ ફ્લાઈટ છે તો પણ મોટા પાયે સોનાની દાણચોરી પકડવામાં આવી છે. વર્ષ ૨૦૧૯ – ૨૦ માં ૬૭૯૯.૧૨ ગ્રામ, વર્ષ ૨૦૨૧-૨૨ માં ૨૮૨.૬૦ ગ્રામ, વર્ષ ૨૦૨૨-૨૩ માં ૮૯૫૫.૭૮ ગ્રામ અને વર્ષ ૨૦૨૩-૨૪ માં ઓગસ્ટ મહિના સુધી ૪૩૫૬.૬૯ ગ્રામ સોનું મળીને ફૂલ ૨૦,૩૯૪.૧૯ ગ્રામ એટલે કે ૨૦ કીલો ગ્રામ કરતા વધુ દાણચોરી થઈ છે.

વર્ષ ૨૦૧૯ – ૨૦ માં રૂપિયા ૨.૪૫ કરોડ, વર્ષ ૨૦૨૧-૨૨ માં ૦.૧૪ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩ માં ૪.૫૩ કરોડ અને વર્ષ ૨૦૨૩-૨૪ માં ઓગસ્ટ મહિના સુધી ૨.૭૩ કરોડ મળીને ફૂલ ૯.૮૫ કરોડની કિમતની દાણચોરી થઈ છે.

વર્ષ ૨૦૧૯ – ૨૦ માં ૧૪ વખત, વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧ વખત, વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૭ વખત અને વર્ષ ૨૦૨૩-૨૪ માં ઓગસ્ટ મહિના સુધી ૯ વખત મળીને ફૂલ ૪૧ વખત સુરત એરપોર્ટ પર થી દાણચોરી થઈ છે.

જા.માં.અધિકારી અને કસ્ટમ વિભાગના મદદનીશ કમિશ્નર, સુરત એરપોર્ટ દ્વારા આપવામાં માહિતી મુજબ છેલ્લા ૪ વર્ષમાં કોઈ FIR આ ૪૧ જેટલા કેસોમાં કરવામાં આવેલ નથી. સુરત એરપોર્ટ પર ૧૩ જેટલા કસ્ટમ અધિકારીઓ સુરત પોલીસના અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે.

સુરત એરપોર્ટ સ્મગલરો માટે હોટ ફેવરેટ, તાજેતરમાં સુરત એરપોર્ટથી દાણચોરીનો આક્ષેપ લાગેલા આરોપી પરાગ દવે (ઈમીગ્રેશનના પી.એસ.આઇ., સુરત પોલીસ) માત્ર મોહરો છે. માત્ર એક PSI કક્ષાના અધિકારી આ પ્રકારની ઘટનાને અંજામ ન આપી શકે. કોઇ ઉચ્ચ અધિકારી આ કિસ્સામાં માસ્ટર માઈન્ડ તરીકે કામ કરી રહ્યા છે, એવા આક્ષેપો આ છેલ્લા ૪ વર્ષના ગોલ્ડ સ્મગલીંગ કિસ્સાઓ સાથે જોડીને વાંચવું પડશે. ચાર વર્ષમાં કસ્ટમ વિભાગ દ્વારા ૧૦ કરોડનું સોનું અને DRI દ્વારા વર્ષ 2023 માં 20 કરોડથી વધુ નું સોનુ ઝડપાયું હતુ, કુલ 30 કરોડથી વધુ નું સોનુ પકડાય ચૂક્યું છે. ટોટલ 60 કિલોગ્રામ જેટલું ગોલ્ડની દાણચોરી થઈ છે.

“સુરત એરપોર્ટ થી થઇ રહેલ આ દાણચોરીમાં સુરત પોલીસ અને કસ્ટમ્સનાં ઘણા અધિકારીઓની મિલી ભગત હોય શકે છે. સુરત એરપોર્ટ સ્મગ્લરો માટે ગ્રીન ચેનલ સમાન થઇ ગયું છે. દેશના ઇકનોમીને અસર પડી શકે એવા ગોલ્ડ સ્મગલીંગમાં અધિકારીઓ વધુ ધ્યાન આપવું પડશે. શરૂઆતથી જ સ્મગ્લરોની ચેનલ તોડવું પડશે, અન્યથા સુરત એરપોર્ટ દેશ માટે એક કલંક બની શકે છે, જે સુરત એરપોર્ટના વિકાસ અને વિદેશી વિમાની સેવામાં અસર પડશે” – સંજય ઇઝાવા, પ્રમુખ, સુરત એરપોર્ટ એક્શન કમિટી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *