જાગૃત નાગરિક સંજય ઇઝાવાનો વધુ એક પત્ર વાયરલ, આ કામ થશે તો ભ્રષ્ટ અધિકારીઓને થશે તકલીફ.

ગુજરાતના તમામ સરકારી કાર્યાલયમાં વોઈસ રેકોડીંગ સાથેના CCTV કેમેરા લગાવી તેની ઉપલબ્ધતા પબ્લિક ડોમાઈન પર જાહેર કરવા જાગૃત નાગરિક દ્વારા માંગ.

ગુજરાતના સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં વધી રહેલ ભ્રષ્ટાચારને રોકવા આ પ્રકારની ટેક્નોલેજીનો ઉપયોગ સરકારી કચેરીમાં લાગુ કરવો જરૂરી છે. પારદર્શિકતા અંગે ઢંઢેરો પીટનાર સરકાર હવે પોતાની કચેરીઓમાં CCTV કેમેરા લગાવી લાઈવ દ્રશ્યો જનતા સુધી પોચાડશે એ જોવાનું રહ્યું.

સુરતના જાગૃત નાગરિક સંજય ઈઝાવા દ્વારા મુખ્ય મંત્રી, ગૃહ મંત્રી અને ચીફ સેક્રટરીને પત્ર લખીને આ અંગે કાયદો બનાવવા અપીલ કરી છે, આ સાથે સુરત, અહમદાબાદ, વડોદરા, રાજકોટ જિલ્લા કલેક્ટરો અને પોલીસ કમિશ્નરોને પત્ર લખીને આ અંગે કાયદો બનાવવા સરકારશ્રીમાં યોગ્ય ભલામણ કરવા અપીલ કરી છે.

ગુજરાત રાજ્યભરમાં સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં રોજીંદા લાખો લોકો પોતાના અલગ-અલગ કામ કાજ માટે આવતા જતા હોય છે. મોટા ભાગે સરકારી કચેરીઓમાં મુખ્ય દરવાજો, લોબી જેવી જગ્યા પર CCTV કેમેરા લગાવવામાં આવેલ છે. પણ જ્યાં નાગરીકો સાથે કર્મચારીઓનો સંપર્ક થાય છે, અને અધિકારીઓના કેબીન જેવા સ્થળોમાં CCTV કેમેરા હજુ લગાવવામાં આવેલ નથી.

ગુજરાત સરકાર દ્વારા Gujarat Public Safety (Measures) Enforcement Rules, 2022 અમલમાં લાવીને જાહેર સ્થળો પર અને ખાનગી મોલ, કોમ્પ્લેક્ષમાં CCTV ફરજીયાત કરવામાં આવ્યા છે, ત્યારે નાગરીકો અને અધિકારીઓની સુરક્ષા તથા પારદર્શિકતા માટે સરકારી કચેરીઓ જેવી કે કલેકટર કચેરી, મામલતદાર કચેરી, પાણી પુરવઠા કચેરી, પોલીસ સ્ટેશન અને અન્ય મુખ્ય કચેરીઓ, RTO કચેરીઓ, નગરપાલિકા અને મહાનગરપાલિકા કચેરીઓ, પંચાયત અને તાલુકા કચેરીઓ, આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલો, ઉદ્યોગ કેન્દ્રની કચેરીઓ, રજીસ્ટ્રારની કચેરી જેવી તમામ સરકારી કચેરીઓમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના કેબીનમાં CCTV કેમેરા લગાવી જેની ઉપલબ્ધતા કોઈ પણ નાગરિક જોય શકે તેમ જાહેર ડોમાઈન પર પ્રસારિત કરવું જરૂરી છે.

કેટલાંક મુદાઓ ધ્યાને લઈને આ અંગેનો નિર્ણય લેવા સંજય ઇઝાવા દ્વારા સરકારમાં અપીલ કરી છે.

1. ગુજરાત સરકાર દ્વારા Gujarat Public Safety (Measures) Enforcement Rules, 2022 અમલમાં લાવીને જાહેર સ્થળો પર અને ખાનગી મોલ, કોમ્પ્લેક્ષમાં CCTV ફરજીયાત કરવામાં આવ્યા છે, જે કાયદામાં ફેરફાર કરીને તમામ સરકારી અને અર્ધ સરકારી કાર્યાલયો, અધિકારીઓના કેબીનો આ કાયદામાં સમાવેશ કરવા યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.

2. Octobar 2011 માં મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના આદેશ મુજબ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરીને મહારાષ્ટ્રમાં તમામ સરકારી કચેરીમાં ફરજીયાત CCTV કેમેરા લગાવવા સૂચના આપવામાં આવેલ છે.

3. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કેન્દ્ર સરકારને તેના ડિસેમ્બર 2020 ના ચુકાદાનું પાલન કરવા માટે 18 જુલાઈના રોજ સમાપ્ત થવાની સમયમર્યાદા નક્કી કરી હતી, જેમાં પારદર્શિતા વધારવા અને આરોપીઓ અને અન્ડરટ્રાયલ્સના માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓની કચેરીઓમાં CCTV કેમેરા લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

4. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા અને બાળકો સામેના ગુનાઓ અટકાવવા માટે રાજ્યભરની શાળાઓમાં CCTV કેમેરા લગાવવા માટેની વ્યવસ્થા તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં CCTV કેમેરા લગાવવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL)ની સુનાવણી દરમિયાન કાર્યકારી ચીફ જસ્ટિસ એ.એસ.દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેંચે આ નિર્દેશ આપ્યો હતો.

5. ગુજરાત હાઈકોર્ટે દ્વારા ગુજરાત રાજ્ય સરકારને સૂચન કર્યું છે કે જ્યાં રસ્તાઓ પર ‘ટાયર કિલર’ લગાવવામાં આવી રહ્યા છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે. આ સૂચના ઓગસ્ટ ૨૦૨૩ માં રસ્તા અને ટ્રાફિકના મુદ્દાઓ પરની અવમાનની અરજીની સુનાવણી દરમિયાન આવ્યું હતું. આવી રીતે વર્ષ ૨૦૧૬ માં પણ ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનો પર CCTV કેમેરા લગાવવા અંગે પણ ગુજરાત હાઈકોર્ટે દ્વારા કડક સૂચના આપવામાં આવેલ હતી.

6. આણંદ જીલ્લા કલેકટરની રંગરેલિયા મનાવતો વિડીયો ક્લીપ વાયરલ થયા પછી સરકારી ઉચ્ચ અધિકારીઓના કેબીનમાં થઇ રહેલ ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે મોટો સવાલ ઉભો થયેલ છે. ઉચ્ચ અધિકારીઓ મહિલા કર્મચારીઓ સાથે કરી રહેલ હેરાનગતિ અને યૌન શોષણનો અંત લાવવા માટે પણ ગુજરાત ભરની તમામ કચેરીમાં વોઈસ રેકોડીંગ સાથેના CCTV કેમેરા લગાવવું જરૂરી છે.

7. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં અને અધિકારીઓના કેબીનમાં વોઈસ રેકોડીંગ સાથેના CCTV કેમેરા દ્વારા નિરીક્ષણ કરવાથી કર્મચારીઓ દ્વારા ગેરકાનૂની કૃત્યો તથા કામનું સ્થળ છોડીને જતા રહેવાની પ્રવૃતિઓ એક અંત સુધી કંટ્રોલ કરી શકાય છે. વોઈસ રેકોડીંગ સાથેના CCTV કેમેરા લગાવવાથી કર્મચારીઓ સમયસર કાર્યાલય પર કામ કરવા લાગશે અને કામનો નિકાલ જલદી થશે. અને ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે આ CCTV લાલબત્તી સાબિત થશે.

8. ગુવાહાટીમાં ગુનાખોરીને અંકુશમાં લેવા અને અટકાવવા માટે આસામ સરકાર દ્વારા એક નવો કાયદો લાવવાનો વિચાર કરી રહીયા છે,જેથી કરીને ગુવાહાટીમાં પાંચથી વધુ કર્મચારીઓ ધરાવતા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સરકારી ઓફિસો અને એપાર્ટમેન્ટ્સ માટે CCTV ની સ્થાપના ફરજિયાત કરી શકાય, ગુજરાતમાં ફક્ત હવે સરકારી કચેરીઓમાં અને અધિકારીઓની કેબીનમાં CCTV કેમેરા લગાવવા અંગેની કાર્યવાહી શરુ કરવાની બાકી છે.

ઉપરોક્ત તમામ હકીકતો ધ્યાને લઈને સરકારી કચેરીઓમાં અને અધિકારીઓના કેબીનમાં વોઈસ રેકોડીંગ સાથેના CCTV કેમેરા લગાવી લાઇવ દ્રશ્યો લોકો આસાનીથી જોઈ શકે તેમ પબ્લિક ડોમાઈનમાં પ્રસારિત કરવા સંજય ઇઝાવા દ્વારા અપીલ કરી છે

One thought on “જાગૃત નાગરિક સંજય ઇઝાવાનો વધુ એક પત્ર વાયરલ, આ કામ થશે તો ભ્રષ્ટ અધિકારીઓને થશે તકલીફ.

 • September 21, 2023 at 3:37 pm
  Permalink

  This Airport Smuggling planned on in BJP GOVERNMENT
  B-भारतीय J-जनता P-प्रजा परेशन.
  भाई और बहनो—
  I want to ask question to Modi under which law act you have gone to USA for Trump Election Canvassing Speech अब की बार Trump in CORONA 2020 when My lovely Indians was in fear.

  बेटी बचावों-Why Modi has gone to America at the time of Manipur Issue.What is the Meaning of बेटी बचावों.

  मन की बात- Why did Modi has not meet any Agriculturist in AGRI BILL 2020 RELLY IN DELHI.
  What is the meaning of मन कीं बात.
  By all Modi speech Modi HIMSELF HAS PROVED GADDAR DESHDROHI MURDERER.
  Modi as a Gujrati in 2014 election speech Congress ने क़्या किया by saying this Modi has insulted HONOURABLE MAHATMA GANDHIJI SARDAR VALLABHAI PATELJI BOTH ARE HONOURABLE FREEDOM FIGHTER ARE GUJARAT
  You Send this Message to Modi by my name-
  Jitesh Jamnadas Prajapati’
  Gujarat Surat M.No. 9374733567

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *