વંદેભારત એક્સપ્રેસ બનાવવાનો ખર્ચ શું છે ? અને અત્યાર સુધી કેટલી ટ્રેનો બનાવવામાં આવી છે ?

જાણી લો વંદેભારત એક્સપ્રેસ બનાવવાનો ખર્ચ શું છે ? અને અત્યાર સુધી કેટલી ટ્રેનો બનાવવામાં આવી છે ?

વંદેભારત ટ્રેન અંગે RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા માંગવામાં આવેલ માહિતી અંતર્ગત ઇન્ટેગ્રેલ કોચ ફેક્ટરી, ચેન્નાઇ દ્વારા આપવામાં આવેલ માહિતીમા આ તમામ જાણકારી મળી છે.

ઇન્ડિયન રેલ્વે દ્વારા સંચાલિત વંદેભારત ટ્રેન વર્ષ 2019 થી કાર્યરત છે. પ્રથમ વંદેભારત ટ્રેન તા. 15.02.2019 ના રોજ વારાણસી – દિલ્હી વચ્ચે શરૂ કરવામાં આવેલ હતી,જેમાં એન્જીન સાથે 16 જેટલા કોચ છે.વંદેભારત ટ્રેન એની સ્પીડ અને સુવિધાઓથી લોક ચાહક થઈ ગઈ છે. ઇન્ડિયન રેલ્વેની જુની ટ્રેનથી પરેશાન થયેલ યાત્રીઓને આ ન્યુ જનરેશન ટ્રેને રાહત આપી છે. ઓછા કોચ ધરાવતી વંદેભારત ટ્રેનમાં બુકીંગ પણ સૌથી વધારે છે.

હાલ કેટલી વંદેભારત ટ્રેન સેવામાં છે :-

હાલ 25 જેટલી વંદેભારત ટ્રેન લોકોની સેવામાં છે. આ આંકડો 07.07.2023 ના રોજ શરૂ કરેલ જોધપુર – સાબરમતી 12461/12462 વંદેભારત ટ્રેન સુધીનો છે. તમામ વંદેભારત ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલે છે. દરેક વંદેભારત ટ્રેન અપ અને ડાઉન મુસાફરી કરે છે.

કયા- કયા રૂટ પર વંદેભારત ટ્રેન ચાલે છે:-

1. વારાણસી – ન્યુ દિલ્હી- 22435/22436
2. ન્યુ દિલ્હી- માતા વૈષ્ણોદેવી કટ્રા – 22439/22440
3. મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ – 20901/20902
4. ન્યુ દિલ્હી – અંબ અંદૌરા -22447/22448
5. ચેન્નાઇ – મૈસુર – 20607/20608
6. બિલાસપુર – નાગપુર – 20825/20826
7. હાઉરાહ – ન્યુ જેલપાઈગુરી – 22301/22302
8. વિશાખા પટ્ટનમ – સિકંદરાબાદ – 20833/20834
9. મુંબઈ – શિરડી – 22223/22224
10. મુંબઈ – સોલાપુર – 22225/22226
11. રાણી કમલાપતિ – નિઝામુદીન – 20171/20172
12. સિકંદરાબાદ – તિરૂપતિ – 20701/20702
13.ચેન્નાઇ – કોયમ્બતૂર – 20643/20644
14. અજમેર-દિલ્હી – 20977/20978
15. કંસારકોડ – તિરુવનંદપુરમ – 20633/20634
16. હાઉરાહ – પુરી – 22895/22896
17. આનંદ વિહાર – દેહરાદૂન – 22457/22458
18. ન્યુ જેલપાઈગુરી- ગુવાહાટી – 22227/22228
19. બેંગલુરુ – ધરવાડ – 20661/20662
20. રાણી કમલાપતિ – જબલપુર – 20173/20174
21. ઇન્દોર-ભોપાલ – 20911/20912
22. પટના – રાંચી – 22349/22350
23. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ- મડગાઉન -22229/22230
24. ગોરખપુર – લખનૌ – 22549/22550
25. જોધપુર – સાબરમતી – 12461/12462

એક વંદેભારત ટ્રેનનો ખર્ચ શું છે:-

એક વંદેભારત ટ્રેન બનાવવા પાછળનો ખર્ચ 106 કરોડ રૂપિયા છે. જેમાં 8 મોટોર કોચ, 2 ડ્રાંઈવિંગ ટ્રેલર કોચ, 2 નોન ડ્રાંઈવિંગ ટ્રેલર કોચ, 4 ટ્રેલર કોચ સહીત 16 જેટલા કોચ છે. તા. 08.09.2023 ના રોજ ઇન્ટેગ્રેલ કોચ ફેક્ટરી, ચેન્નાઇ દ્વારા RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાને આપવામાં આવેલ જવાબ મુજબ ઓગસ્ટ 2023 સુધી 408 જેટલી વંદેભારત કોચ બનાવી ચુકી છે, જેની કિંમત પેટે 2732.72 કરોડનો ખર્ચ થયેલ છે. અને ભારતીય રેલ્વે પાસેથી આ તમામ રકમ પણ ઇન્ટેગ્રેલ કોચ ફેક્ટરી દ્વારા મેળવી ચુક્યા છે.

શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં પણ 16 જેટલા કોચ હોય છે, જે વંદેભારત ટ્રેનના સામાન છે. શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ 150 કી.મી પ્રતિ કલાક છે. જયારે વંદેભારત ટ્રેનની સ્પીડ 130 કી.મી પ્રતિ કલાક છે. પણ વધુમાં વધુ સ્પીડ 160 કી.મી પ્રતિ કલાક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *