સમગ્ર ગુજરાતની નગરપાલિકા અને મહાનગર પાલિકામાં જાગૃત નાગરિકે એક સાથે કરી ઢગલાંબધ અરજીઓ.

એક દિવસમાં એક વ્યક્તિ કેટલી RTI અરજી કરી શકે ?

RTI ના ઇતિહાસમાં એક જ દિવસમાં સૌથી વધારે અરજી કરનાર સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા, જાણો શું છે મામલો.

સમગ્ર ગુજરાતની નગરપાલિકા અને મહાનગર પાલિકામાં જાગૃત નાગરિકે એક સાથે કરી ડગલાંબદ અરજીઓ.

ગુજરાત રાજ્યની 7 મહાનગર પાલિકા અને 156 જેટલી નગર પાલિકામાં એક સાથે એક સરખી માહિતી માંગવાનો કિસ્સો બહાર આવ્યો છે. સુરતના RTI એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિકે એક સાથે 163 જેટલી RTI અરજીઓ કરીને તંત્ર પાસેથી માહિતી માંગી છે. સમગ્ર ગુજરાતમાં એક સાથે એકજ અરજદાર દ્વારા માહિતી માંગવાનો કિસ્સો આ પહેલી વાર બન્યો છે.

મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના 142 જેટલા લોકોનો જીવ લીધા પછી ગુજરાત ઉચ્ચ ન્યાયાલય દ્વારા સૂઓ- મોટો કેસ દાખલ કરીને સરકાર પાસે જવાબ માંગવામાં આવેલ હતો. Write Petition (PIL) નંબર -87/2022 માં કોર્ટના સ્પેશિયલ હુકમ દ્વારા અરજદાર સંજય ઇઝાવાને પક્ષકાર બનાવવામાં આવેલ હતા. ગુજરાતભરના બ્રિજો માટે યુનિફોર્મ પોલિસી બનવવાની માંગ સરકાર દ્વારા સ્વીકારીને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તા. 06.03.2023 ના રોજ ઠરાવ ક્રમાંક: UDUHD/MIM/e-file/18/2022/5219/M થી બનાવવામાં આવેલ પૉલિસી ” રાજ્યની મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ, અને જાહેર સત્તામંડળો હસ્તકના રસ્તાઓ ઉપર આવેલ નાના-મોટા પુલ, નાળા વગેરેના સમયાંતરે નિરીક્ષણ તથા જાળવણી કરવા બાબત ” ના ઠરાવ રાજ્યની તમામ મહાનગર પાલિકા, નગર પાલિકાઓને મોકલીને એક સોગંદનામુ ઉચ્ચ ન્યાયાલય માં રજુ કરવામાં આવ્યું હતું .

અરજદાર દ્વારા 163 કાર્યાલયમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરીને સરકારના આ સોગંદનામામાં દર્શાવામાં આવેલ નાના-મોટા પુલ, નાળા વગેરેના સમયાંતરે નિરીક્ષણ તથા જાળવણી કાર્ય અંગે આજદિન સુધી કરવામાં આવેલ કાર્યવાહીની માહિતી માંગવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે સરકારના આ સોગંદનામા પછી પણ સુરેન્દ્રનગર ખાતે બે દિવસ પહેલા બ્રિજ તૂટીને ટ્રક ખાડીમાં પડી હતી.

અરજદાર દ્વારા RTI માં કઇ માહિતી માંગવામાં આવી છે :-

1). મહાનગર પાલિકાઓ / નગર પાલિકાઓ / જાહેર સત્તામંડળો હસ્તકના રસ્તાઓ ઉપર આવેલ નાના-મોટા પુલ, નાળાની સંખ્યાની માહિતી માંગી છે.

2). સદર ઠરાવના મુદ્દા નંબર-1 મુજબ – Appendix -A મુજબ પ્રથમ / મુખ્ય ઇન્સ્પેક્શન કરવામાં આવેલ નાના-મોટા પુલ, નાળાની સંખ્યાની માહિતી માંગી છે.

3). સદર ઠરાવના મુદ્દા નંબર-1- Appendix -A મુજબ ઇન્સ્પેક્શન કરવામાં આવેલ નાના-મોટા પુલ, નાળાના નામ, લોકેશન સાથેની માહિતી માંગી છે.

4). સદર ઠરાવના મુદ્દા નંબર-2- Appendix -B મુજબ ચોમાસા પહેલા મે માસમાં ઇન્સ્પેક્શન કરવામાં આવેલ નાના-મોટા પુલ, નાળાની સંખ્યાની માહિતી માંગી છે.

5). સદર ઠરાવના મુદ્દા નંબર-2 – Appendix -B મુજબ ચોમાસા પછી ઇન્સ્પેક્શન કરવામાં આવેલ નાના-મોટા પુલ, નાળાની સંખ્યાની માહિતી માંગી છે.

6) સદર ઠરાવના મુદ્દા નંબર-3 – Appendix -C મુજબ કરવામાં આવેલ ઇન્સ્પેક્શનની નકલો માંગી છે.

7). સદર ઠરાવના મુદ્દા નંબર-4 – Appendix -D માં દર્શાવેલ સક્ષમ અધિકારીઓ તથા સત્તાધિકારીઓ દ્વારા નિભાવવામાં આવેલ રજીસ્ટરની નકલ તથા રિપોર્ટની નકલ માંગી છે.

8). સદર ઠરાવના મુદ્દા નંબર-5 – મુજબ પુલ -નાળા વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય કે નહીં એ અંગે રજીસ્ટરમાં કરવામાં આવેલ નોંધણીની નકલ માંગી છે.

9). ઉપરોકત કોઈ પણ માહિતી ઉપસ્થિત ના હોઈ તો તે અંગેનું કોઈ કારણ માહિતીના રૂપમાં હોય તો તેની તેની નકલ માંગી છે.

10). નાના-મોટા પુલ, નાળાની જવાબદારી કોના કોના અધિકાર ક્ષેત્રમાં આવે છે તે અધિકારીના નામ, હોદ્દો અને કર્મચારી નંબર માંગ્યા છે.

ઉપરોક્ત આ તમામ માહિતી માંગતી અરજી થી જે ભ્રષ્ટાચારમાં ડૂબેલા હોઈ અને જે અધિકારીઓને કામ નથી કરવું એવા લોકો ખુબ ફસાવાના છે.
રૂ.20/- ની અરજી ફી સાથે આખા ગુજરાતમાં સ્પીડ પોસ્ટ ચાર્જ સાથે અરજીઓ કરવા રૂ.10 હજાર થી પણ વધારે રકમની ખર્ચ થયું છે. જનતા અને સમાજના હિત માટે આ પ્રકારની અરજીઓ કરી જાગૃત નાગરિક બનવા સંજય ઇઝાવા દ્વારા નવયુવાનોને અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *