ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવા બાબતે શું છે કાયદો, જાણો.

ગુજરાતભરમાં જાહેર હિતની ફરિયાદો કરી રહેલ નાગરીકો પોતાની ઓળખ જાહેર થવાથી પોતાની જાન પણ જોખમમાં મુકાતી હોય છે.આવાર-નવાર ફરિયાદી ઉપર હુમલાઓ પણ થતા હોય છે. રખડતા ઢોર અંગે ફરિયાદ કરનાર નાગરિકોને સૌથી વધુ મુશ્કેલી ભોગવવું પડે છે. ત્યારે ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવા અંગે શું છે કાયદાકીય જોગવાઈ અને ફરિયાદીનું નામ જાહેર કરનાર અધિકારી વિરુધ કયા ફરિયાદ કરવાની, અને ફરિયાદીનું નામ જાહેર કરનાર અધિકારી, તંત્ર સામે શું કાર્યવાહી થઇ શકે છે તે માહિતી અહિયાં ઉલ્લેખ કરવામાં આવેલ છે.

ફરિયાદી પોતાની લેખિત ફરિયાદમાં એટલું ઉમેરીને અધિકારીને આ કાયદાની જાગૃતિ આપી શકે છે. – સંજય ઇઝાવા ( સામાજિક કાર્યકર્તા.)

(ડીપાર્ટમેન્ટ ઓફ પેર્સોનલ એન્ડ ટ્રેનીંગ,ભારત સરકારના ઠરાવ તા. ૧૬.૦૬.૨૦૧૪, No. 371/4/2013-AVD-III “વ્હિસલ બ્લોઅર પોલિસી – જાહેર હિતની જાહેરાત અને બાતમીદારનું રક્ષણ” અંગેના કાયદા મુજબ મળેલી ફરિયાદોનું સંચાલન કરતી વખતે CVC દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.)

પબ્લિક ઇન્ટરેસ્ટ ડિસ્ક્લોઝર એન્ડ પ્રોટેક્શન ઓફ ઇન્ફોર્મર્સ (PIDPI) હેઠળની ફરિયાદો કરવાની પદ્ધતિ.

ડીપાર્ટમેન્ટ ઓફ પેર્સોનલ એન્ડ ટ્રેનીંગ, ઠરાવ તા. ૧૬.૦૬.૨૦૧૪ (No. 371/4/2013-AVD-III)

“વ્હિસલ બ્લોઅર પોલિસી – જાહેર હિતની જાહેરાત અને બાતમીદારનું રક્ષણ” હેઠળ મળેલી ફરિયાદોનું સંચાલન કરતી વખતે CVC દ્વારા નિર્ધારિત નીચેની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહશે.

કેન્દ્ર સરકાર અથવા કોઈપણ કેન્દ્રીય કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ કોર્પોરેશન, સરકારી કંપનીઓ, સોસાયટીઓ અથવા સ્થાનિક સત્તાવાળાઓને મળતી લેખિત ફરિયાદ પછી ફરિયાદીની ઓળખ કોઈ પણ સંજોગમાં જાહેર કરી શકે નહી.

ફરિયાદીની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં સિવાય કે ફરિયાદીએ પોતે ફરિયાદની વિગતો કયા તો સાર્વજનિક કરી હોય અથવા તેની ઓળખ અન્ય કોઈ કચેરી અથવા સત્તાધિકારી સમક્ષ જાહેર કરી હોય.

જો કોઈ વ્યક્તિને ફરિયાદ કાર્ય પછી કોઈ કાર્યવાહીથી નારાજ કે તે ફરિયાદની કારણે ભોગ બની રહ્યો છે, તે કેન્દ્રીય તકેદારી આયોગમાં સંબંધિત અધિકારી સામે અરજી દાખલ કરી શકે છે.અને કેન્દ્રીય તકેદારી આયોગ સંબંધિત વ્યક્તિ અથવા સત્તાધિકારીને યોગ્ય નિર્દેશો આપી શકે છે.જો કમિશનનો અભિપ્રાય છે કે ફરિયાદી અથવા સાક્ષીઓને રક્ષણની જરૂર છે, તે સંબંધિત સરકારને યોગ્ય નિર્દેશો જારી કરી અરજદ્દાર/સાક્ષીની સુરક્ષાની ખાતરી કરી શકે છે.

કમિશનના નિર્દેશોથી વિપરીત બાતમી આપનારની ઓળખ છતી થતી હોય એવી ઘટનામાં, કમીશન દ્વારા યોગ્ય કાર્યવાહી શરૂ કરવા માટે અધિકૃત છે. આવી જાહેરાત કરનાર વ્યક્તિ અથવા એજન્સી સામે વર્તમાન નિયમો અનુસાર કાર્યવાહી પણ કરવામાં આવેશે.

ભારતીય પુરાવા અધિનિયમ, 1872ની કલમ -125 મુજબ કોઈ માહિતી આપનાર કે જેણે ગુના વિશે સાચી માહિતી આપી હોય તેને પણ સુરક્ષિત રાખવું જોઈએ, કારણ કે તેની ઓળખની કોઈપણ જાહેરાત તેના માટે નુકસાનકારક હોય શકે છે. જો પ્રામાણિક માહિતી આપનારને ગુના વિશે માહિતી આપતા અટકાવવામાં આવે તો આવી જાહેરાત જાહેર હિત માટે હાનિકારક હોય શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *