અધિકારીઓ તમારો મોબાઈલ ઓફિસ બહાર રાખવા મજબૂર કરી શકે છે ? જાણો વિગતવાર.

સુરત ન્યુ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકથી નાગરિકો હેરાન પરેશાન.

અધિકારીઓ મુલાકાતીઓથી ડરે છે કેમ? મોટાભાગના અધિકારીઓ પોતાની પોલ ના ખુલે તે માટે મુલાકાતીઓના મોબાઈલ કેબીન બહાર રખાવે. સુરત પોલીસ ખાતામાં પણ આ પ્રકારની ખોટી પ્રેક્ટીસ ચાલે છે.અરજદાર મોબાઈલમાં સ્ટિંગ અથવા વોઇસ રેકોર્ડ કરી ભ્રષ્ટાચારની પોલ ખોલવાનો ડર હોય છે અધિકારીઓને.

સુરતના જાગૃત નાગરિક સંજય ઈઝાવા દ્વારા મુખ્ય મંત્રી, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી, ગૃહ મંત્રી અને અધિક મુખ્ય સચિવ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગને પત્ર લખીને સુરત ન્યુ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના અમુક નિર્ણયના લીધે નાગરિકો હેરાન પરેશાન થઈ રહેલ અંગે ફરિયાદ કરી છે.

સુરત ન્યુ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી તથા એ.ડી.તબીબી અધિક્ષકશ્રી દ્વારા પોતાને નિભાવવાની ફરજ છોડીને અન્ય કામોમાં રસ દાખવેલ છે.તબીબી તાપસ માટે આવનાર વ્યક્તિઓ/દર્દીઓ પાસેથી ગેર કાયદેસર રીતે ડોનેશનના નામે રૂપિયા ઉધરાવવાનું ગેર કાયદેસર કૃત્ય વર્ષોથી ચાલી રહેલ છે.જબરદસ્તી રૂ. ૧૦,૦૦૦/- સુધીની વસૂલી કર્યા પછી કોઈ-કોઈ દર્દીને રોગી કલ્યાણ સમિતિના નામે રસીદ આપે છે.એક દિવસમા રોકડામાં લાખો રૂપિયાની વસૂલી ચાલી રહી છે.

ગેર કાયદેસર રોકડની વસૂલી અંગે સવાલ ઉભો કરનાર વ્યકતિને કોઈ જાતની સુવિધા આપ્યા વગર કાઢી મુકે છે.તાજેતરમાં અરજદારને પોતે તબીબી તાપસ માટે ન્યુ સિવિલ હોસ્પિટલ જવાનું થયું અને રોકડ ભરવા ના પાડતા તબીબી તાપસ મુલતવી રાખી દેવામાં આવેલ હતી. ત્યારે અરજદાર દ્વારા તબીબી અધિક્ષકના મુલાકાત માટે કરેલ ડિમાન્ડમાં ધણી મુશ્કેલીથી મુલાકાતની તક મળી હતી. અરજદારને પોતાના મોબાઈલ સાથે તબીબી અધિક્ષકની કચેરીમાં પ્રવેશ ના આપી અને એમને આપવામાં આવેલ જાણકારી મુજબ તબીબી અધિક્ષકની કચેરીમાં મુલાકાતિઓને મોબાઈલ બેન કરવામાં આવેલ છે. જેથી મોબાઈલ સાથે કચેરીમાં અંદર જઈ શકાય નહી.

અંતે જાગૃત નાગરિકના સવાલ-જવાબથી પરેશાન થયેલ અધિકારીઓ તબીબી અધિક્ષકશ્રીને આ વાતની જાણ કરતા તબીબી અધિક્ષકશ્રી જાતે લોબીમાં આવીને અરજદાર સાથે વાત કરવા લાગ્યા હતા.તબીબી અધિક્ષકના રૂપમાં ડો.ધારિત્રી પરમાર M.D. (Physiology) (એ.ડી. તબીબી અધિક્ષક) હોવાની જાણકરી પ્રાપ્ત થઈ હતી.જેમની વાત મુજબ તબીબી અધિક્ષકની કચેરીમાં મુલાકાતીઓને પોતાના ખાનગી મોબાઈલ સાથે પ્રવેશ આપતા નથી.અને ન્યુ સિવિલ હોસ્પિટલ દ્વારા વસૂલી રહેલ ગેર કાયદેસર રોકડ અંગે કોઈ વાત કરવા પણ રાજી નથી.તા. 23.09.2023 ના રોજ અરજદાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ કરેલ અરજીમાં તા. 25.09.2023 ના રોજ નિવાસી તબીબી અધિકારી, સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ જવાબ અને નકલ જોતા એવું લાગી રહ્યું છે કે ભારતનું બંધારણ નાગરિકોને આપેલા અધિકારો આ અધિક્ષકશ્રી દ્વારા છીનવી લીધું છે.

તા. 18.10.2022 ના રોજ ક્રમાંક નંબર- 31357-58/2022 થી તબીબી અધિક્ષકશ્રી દ્વારા “કચેરીમાં મોબાઈલ ફોનનો ઉપયોગ બાબત” ના હુકમમાં સ્પષ્ટ હુકમ કરવામાં આવેલ છે કે “બહારના વ્યક્તિઓ તબીબી અધિક્ષકશ્રીના ચેમ્બરમાં મુલાકાત સમયે મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરવા અથવા પી.એ. ને જમા કરાવી પ્રવેશ કરવાનો રહેશે.”. આ પ્રકારના હુકમ કરવા તબીબી અધિક્ષકશ્રીને સરકારશ્રીમાંથી મળેલ સત્તા અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

અને RTI અરજીના જવાબમાં પણ આ પ્રકારની કોઈ સત્તા અંગે માહિતી નીલ છે. અને નાગરિકોને મળેલ મૂળભૂત અધિકારોનો ભંગ પણ થાય છે. મોબાઈલ ફોન કોઈ પણ કાયદાથી પ્રતિબંધ મુકવામાં આવેલ વસ્તુ નથી. સ્માર્ટ ફોન દરેક નાગરિકના જીવન જરૂરીયાતની વસ્તુમાંથી એક છે. પોતાના ઘણા બધા દસ્તાવેજો, ઓનલાઈન માધ્યમના આઈ.ડી. – પાસવર્ડ તથા અન્ય ઘણી માહિતીઓ એક સ્માર્ટ ફોનમાં હોય છે. કોઈ પણ સરકારી કચેરીમાં અધિકારીઓને રૂબરૂ મળીને રજુઆત કરવાનો નાગરિકોનો અધિકાર છે. અરજદાર સાથે મોબાઈલ હોય એવું કારણ આપીને કોઈ પણ અધિકારી નાગરિકોની રજુઆત સાંભળવાનું નકારી શકે નહી.

તબીબી અધિક્ષક આટલી બધી હદે મુલાકાતીઓથી ડરે છે કેમ ? પોતાના ચેમ્બરમાં આવતા મુલાકાતીઓ સાથે સંસદીય ભાષામાં અને કામની વાતો, રજુઆતો સંભાળવા માટે મોબાઇલ કઈ રીતે અવરોધ ઉભો કરે છે? તબીબી અધિક્ષક, એ.ડી.તબીબી અધિક્ષક અને નીચલા અધિકારીઓ સાથે મળીને કરી રહેલ ગેર કાયદેસર નાણાની વસૂલી અને ભ્રષ્ટાચારની વાત કોઈને ખબર ના પડે એટલા માટે મોબાઈલ સાથે આવનાર મુલાકાતીઓને અટકાવે છે ?

શું આવો કોઈ કાયદો બનાવવાની સત્તા તબીબી અધિક્ષકને છે? હવે આ સવાલોના જવાબ અને મુલાકાતીઓને થઈ રહેલ અગવડ દૂર કરવાની જવાબદારી સરકારશ્રીની છે. જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ ઉચ્ચ સ્થળે રજુઆત કરી છે કે મુલાકાતીઓ પોતાનો મોબાઈલ સાથે તમામ અધિકારીઓના ચેમ્બરમાં લઈ જઈ શકે, આવા નાગરિકોના અધિકારો પર સ્પષ્ટતા સરકાર દ્વારા આપે, અને આવા અધિકારીઓ પોતાની મનમાની કરી કાયદો બનાવવા બદલ ખુલાસો માંગે અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *