કેરાલા સ્ટોરી ફેસબુક પોસ્ટ પર અશ્લીલ કોમેન્ટ કરનાર શકશો સામે શું કાર્યવાહી થઈ ? જાણો કોર્ટ દ્વારા શું હુકમ કર્યું.

કેરાલા સ્ટોરી ફેસબુક પોસ્ટ પર અશ્લીલ કોમેન્ટ કરવાનો મામલો, દિન ૩૦મા તપાસ પૂર્ણ કરી રીપોર્ટ યા ચાર્જસીટ રજુ કરવા સુરતના એડી.સિવિલ જજનો હુકમ.

ધ કેરલા સ્ટોરી ફિલ્મ અંગે આંકડાકીય વિશ્લેષણ સાથે ફેસબુક પર પોસ્ટ મુક્યા પછી ૨૨ જેટલા અજાણ્યા શકશો દ્વારા ગેર સંસદીય ભાષામાં ગંદી ગાળો કોમેન્ટમાં લખનાર સામે સામાજિક કાર્યકર્તા સંજય ઇઝાવા દ્વારા અડાજણ પોલીસ અને પોલીસ કમિશ્નરશ્રી પાસે ફરિયાદ કરવામાં આવેલ હતી. જુન મહિનામાં થયેલ આ ઘટનામાં ૩ મહિના પછી પણ FIR નોધીને તપાસ શરૂ ન કરવા બદલ સંજય ઇઝાવા દ્વારા ઉચ્ચ અધિકારી એવા DGP અને પોલીસ કમ્પ્લેઇન્ડ અથોરીટી સુધી ફરિયાદ કરવામાં આવેલ હોવા છતાં કોઈ ચોક્કસ પરિણામ નહી આવતા અંતે કોર્ટના શરણે પોહચી ગયા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકમાં ગંદી ગાળો કોમેન્ટમાં લખનાર શકશોની ઓળખાણ મળી જાય તેમ હોવા છતાં પોલીસ આ અંગે કોઈ કાર્યવાહી કરેલ ન હોય. અરજદાર દ્વારા ન્યાય માટે કોર્ટનો દરવાજો ખખડાવામાં આવેલ હતો.સોશિયલ મીડિયામાં સંજય ઇઝાવાના ફોલોવેર્સ અને અન્ય વ્યક્તિઓ પણ એમની ઘણી પોસ્ટ અંગે સપોર્ટમાં અને વિરોધમાં કોમેન્ટ કરતાં હોય છે. પણ આ વખતે “ધ કેરલા સ્ટોરી” માં બિન સંસદીય, સમાજને ઉશ્કેરાઈ તેમ, નગ્નતા ધરાવતા, અન્ય વાચકોને શરમમાં મુકે તેવી કોમેન્ટ અને ફોટો સાથેની કોમેન્ટ કરીને કાયદાઓનો ભંગ કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબની કલમોનો ભંગ જણાઈ આવેલ છે.

A. Indian Penal Code, 1980 :-
I. Section 354A,
II. Section 503
III. Section 509
IV. Section 292
V. Section 298
VI. Section 354A
VII. Section 354D
VIII. Section 499

B. Information Technology Act, 2000:-
I. Section 66E
II. Section 67
III. Section 67A

છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહી કરતા વકીલ-હર્ષા એસ. પટેલ.(હારેજા ) હસ્તક ફરિયાદ દાખલ કાર્ય પછી સુરત એડી.સિવિલ જજ તથા જ્યુડી. મેજી. ફાસ્ટ ક્લાસ સુરત દ્વારા નીચે મુજબ હુકમ કરવામાં આવેલ હતો.

“ફરિયાદીની ફરિયાદ જોતા એ ફલિત થાય છે કે આજ ગુના સંબંધે પોલીસ તપાસ ચાલુ હોય. એજ ગુના સંબંધે અલગ-અલગ તપાસ ચાલુ રાખવી વ્યાજબી કે ન્યાયી નથી.આથી હાલની ફરિયાદીની કાર્યવાહી ક્રિમીનલ પ્રો.સી. કોડની કલમ ૨૧૦ અન્વયે સ્થગિત કરી પોલીસ ઇન્સ્પેકટર બી.એ.ભટ્ટને આદેશ આપવામાં આવે છે કે ફરિયાદીની ફરિયાદની તપાસ હાલ કયા તબક્કે છે તેની તાત્કાલિક આ કોર્ટને લેખિત જાણ કરવી આને આ આદેશ મળ્યાનાં દિન ૩૦મા તપાસ પૂર્ણ કરી રીપોર્ટ યા ચાર્જસીટ રજુ કરવું. સદર અરજીને ક્રિમીનલ ઇન્ક્વાયરી નંબર પાડવાનો હુકુમ કરવામાં આવે છે.”

આવનાર તા. ૨૭.૧૦.૨૦૨૩ ના રોજ હવે અડાજણ પોલીસ દ્વારા આ અંગે રીપોર્ટ રજુ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *