સુરત શહેરમાં કુતરા પકડવાની આડમાં થયેલ ૨.૯૦ કરોડનો ભ્રષ્ટાચારનો આરોપ, તપાસની માંગણી.

ગજબની વાત છે, લાઈવસ્ટોક સેન્સેશ મુજબ સુરતમાં 2754 કૂતરાઓ, તો ૩૩,૭૬૧ ક્યાંથી પકડા ?

ગજબની વાત છે, લાઈવસ્ટોક સેન્સેશ મુજબ સુરતમાં 2754 કૂતરાઓ, અને SMC દ્વારા વર્ષ 2022-23 માં 10255 કુતરા પકડ્યા.!

RTI_Plus

પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ૩૩,૭૬૧ કુતરા પકડવામાં આવેલ હતા. જેમાં

વર્ષ 2018-19 માં -9987

વર્ષ 2019-20 માં -7869

વર્ષ 2020-21 માં -1697

વર્ષ 2021-22 માં -3962

વર્ષ 2022-23 માં -10255 કૂતરાઓનો સમાવેશ થાય છે. જે શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ RTI માં બહાર આવેલ હતું.

તા. 13.10.2023 ના રોજ મદદનીશ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, સુરત દ્વારા સંજય ઇઝાવાને આપવામાં આવેલ એક માહિતીમાં કંઈક ચોંકાવવાનારી માહિતી બહાર આવી છે. 20મી લાઈવ સ્ટોક સેન્સેસ મુજબ સુરત મહાનગરપાલિકાના તમામ 101 વોર્ડ મળીને 2754 જેટલા કુતરાઓ છે. જે ઓક્ટોબર 2018 માં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

હવે આ બંને RTI ની માહિતીઓ ભેગી કરો એટલે ખબર પડે કે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કૂતરાને કેટલી વાર પકડવામાં આવ્યા છે .?

વર્ષ 2018-19 માં એક કૂતરાને 3 થી વધારે વખત પકડવામાં આવ્યા હશે ?

વર્ષ 2019-20 માં એક કૂતરાને 3 વખત પકડવામાં આવ્યા હશે ?

વર્ષ 2020-21 માં 2754 કુતરા માંથી ફક્ત 1697 કૂતરાને પકડવામાં આવ્યા છે. (કોવીડ કાળમાં)

વર્ષ 2021-22 માં એક કૂતરાને 1 થી વધારે વખત પકડવામાં આવ્યા હશે ?

વર્ષ 2022-23 માં એક કૂતરાને 4 જેટલી વખત પકડવામાં આવ્યા હશે ?

એમ જોવા જાય તો છેલ્લા 5 વર્ષમાં એકજ કૂતરાને 12 થી વધારે વખત પકડવામાં આવ્યા હશે ?

મજાની વાત એ છે કે જો એકજ કૂતરાને 12 વખત પકડીને રસીકરણ / ખસીકરણ કરવામાં આવ્યા હોય તો એ કુતરા હવે માણસ જોડે એકદમ હળી મળીને રહેતા થઇ ગયું હોત, આતંક મચાવતા ના હોત, અને ડોગ બાઈટના કિસ્સા પણ ના બન્યા હોત.

ચાલો હવે સુરત શહેરમાં કેટલા ડોગ બાઈટ થયા એ અંગે જાણીએ.

વર્ષ 2022-23 માં 22,503 જેટલા ડોગ બાઈટના કિસ્સાઓ નોંધવામાં આવ્યા છે.

વર્ષ 2023-24 માં 11,818 જેટલા ડોગ બાઈટના કિસ્સાઓ નોંધવામાં આવ્યા છે.

એટલે છેલ્લા 2 વર્ષ માં શહેરના એક એક કુતરાએ 13 … 13 જેટલા લોકોને બચકું ભરવામાં આવ્યું છે ?

કુતરાના લાઈવસ્ટોક સેન્સેશના સરખામણીમાં સુરત શહેરના કૂતરાઓની સંખ્યા, અને પકડવામાં આવેલ કુતારોની સંખ્યા, અને ડોગ બાઈટની સંખ્યા માં કોઈ મેળ પડતો નથી.

કુતરા પકડવા પાછળ સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં રૂ. ૩.૨૯ કરોડ ખર્ચી નાખ્યા, એટલે એક કુતરા પાછળ 11,931/- રૂપિયાનો ખર્ચ થયો છે.

એક કુતરાને પકડીને રસીકરણ/ખસીકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ. ૧૪૦૩/- નો દર નક્કી કરવામાં આવેલ છે. અને 20મો  લાઈવ સ્ટોક સેન્સેસ મુજબ સુરત મહાનગરપાલિકાના તમામ 101 વોર્ડ મળીને 2754 જેટલા કુતરાઓ છે.એટલે તમામ કુતરાને એક વાર પકડીને રસીકરણ/ખસીકરણ કરવા પાછળ રૂ. ૩૮ લાખ ૬૩ હાજર ૮૬૨ નો ખર્ચ થાય તેમ છે. છતાં સુરત મહાનગરપાલિકા તરફથી રસીકરણ/ખસીકરણ કરવા પાછળ રૂ. ૩,૨૮,૬૦,૨૦૪/- નો’ ખર્ચ કરી નાખ્યો છે. એટલે આ ખર્ચ પાછળ ૨ કરોડ ૯૦ લાખથી પણ વધારાની રકમનો ભ્રષ્ટાચાર થયેલનો અનુમાન છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૮-૨૦૧૯ થી ૨૦૨૨-૨૦૨૩ સુધીમાં ૩,૨૮,૬૦,૨૦૪/- રૂપિયા ૩૩,૭૬૧ જેટલા કુતરાઓને પકડવા ખર્ચ કરી નાખ્યા છે. જેમાંથી ૩૦,૩૦૦ કુતરાઓને રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યા છે.

બંને RTI માં મળેલ આંકડા જોતા હાલમાં હયાત કુતરાઓ, કૂતરાઓને પકડવાની સંખ્યામાં, કરેલ ખર્ચમાં, ડોગ બાઈટ માં કોઈ પણ આંકડો મળતો નથી, હવે આ મૂદો તપાસનો વિષય છે કે કોને કેટલા કુતરા ભાગમાં આવ્યા છે. કારણ કે પકડવામાં આવેલ અને ડોગ બાઈટ કરવામાં આવેલ કૂતરાઓની સંખ્યા વધારે છે અને હાલ માં સુરત માં કુતરા મોટી સંખ્યા મા ઘટે છે. – સંજય ઇઝાવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *