લોકશાહી દેશમાં 141 સાંસદોને સસ્પેન્ડ કરીને લોકો માટે બોલનાર પ્રતિનિધિઓ પાસે બોલવાનો અધિકાર જ છીનવી લીધો છે.

48.62% વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરી સત્ર બહાર કાઢી ભાજપા સરકારે લોકશાહીમાં બોલવાનો હક જ છીનવી લીધો.

  • સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે ૬૭ વર્ષનો રેકોર્ડ તોળતી ભાજપ સરકાર, ફૂલ ૧૪૧ સાંસદો સસ્પેન્ડ.
  • UPA (કોંગ્રેસ) સરકાર દ્વારા ૧૦ વર્ષ માં વિપક્ષી ૧૮ સાંસદોને સસ્પેન્ડ કર્યા તો NDA (ભાજપ) દ્વારા ૯ વર્ષમાં ૧૪૧ સાંસદોને સસ્પેન્ડ કર્યું.
  • UPA (કોંગ્રેસ) દ્વારા ૧૦ વર્ષ માં એક પણ ભાજપા સાંસદને સસ્પેન્ડ નથી કર્યા અને NDA દ્વારા ૯ વર્ષ માં ૫૩ કોંગ્રેસ સાંસદોર્ને કર્યા સસ્પેન્ડ.
  • UPA (કોંગ્રેસ) દ્વારા ૧૦ વર્ષમાં પોતાના ૨૫ સાંસદોને પણ સત્ર માંથી સસ્પેન્ડ કરીને સત્રની ગરિમા સાચવી હતી, જયારે NDA દ્વારા પોતાના એક પણ સાંસદને ૯ વર્ષમાં સત્રમાંથી સસ્પેન્ડ કરાયા નથી.
  • NDA દ્વારા ૯ વર્ષ માં ૯૩ લોકસભા સાંસદ અને ૪૮ રાજ્યસભા સાંસદને સસ્પેન્ડ કરાયા એમાં NDA દ્વારા ૯ વર્ષ માં ૫૪ કોંગ્રેસ સાંસદોને કરાયા સસ્પેન્ડ, પણ UPA દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ ભાજપ સાંસદોની સંખ્યા શૂન્ય છે.
  • NDA સરકારે UPA કરતા 783% વધુ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે.

તાજેતરમાં સુરત શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ એક RTI માં લોકશાહીને ખુબ નુકશાન કારક એક ચોકાવનારી માહિતી બહાર આવી છે. લોકસભા અને રાજ્યસભા દ્વારા આપવામાં આવેલ આ માહિતી દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે દેશની જનતા દ્વારા ચુટાયેલ ઘણા સાંસદોને સાંસદ સત્રમાં બેસવાની પણ પરવાનગી નથી. છેલ્લા કેટલા વર્ષોથી NDA સરકાર દ્વારા વિપક્ષી સાંસદોને ટાર્ગેટ બનાવી કલમ ૩૭૪ A, ૨૫૨, ૨૫૪,૨૫૫,૨૫૭, ૨૫૯ અને ૨૬૦ હેઠળ સાંસદોને સસ્પેન્ડ કરવાની અને એમનો અવાજ દબાવવાની કોશિશ થઇ રહી છે.

NDA સરકાર ૧ અને ૨ દ્વારા વર્ષ ૨૦૧૪ થી આજ દિન સુધી લોકસભામાં ૯૩ જેટલા વિપક્ષી સાંસદો અને રાજ્ય સભામાં ૪૮ જેટલા સાંસદોને અલગ અલગ સમય ગાળામાં સસ્પેન્ડ કરવામાં આવેલ છે. લોકસભાના ૫૪૫ અને રાજ્યસભાના ૨૪૫ સાંસદો મળીને બંને સત્રમાં ૭૯૦ જેટલા સાંસદો છે. ફૂલ બેઠકના ૧૭.૮૫% જેટલા સાંસદોને NDA સરકાર દ્વારા છેલ્લા ૯ વર્ષમાં સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે.

UPA સરકાર ૧ અને ૨ થઈને વર્ષ ૨૦૦૪ થી વર્ષ ૨૦૧૪ સુધીના કાર્યકાળમાં લોકસભામાં ફૂલ ૩૬ અને રાજ્ય સભાના ૭ જેટલા મળીને ૪૩ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવેલ હતા. જે માંથી ૨૫ જેટલા લોકસભાના સાંસદો પોતાનો પક્ષ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સાંસદો હતા. એટલે કે સસ્પેન્ડ કરવામાં આવેલ વિપક્ષી સાંસદોની સંખ્યા ફક્ત ૧૮ જેટલા છે.

UPA દ્વારા બંને સત્રના ૭૯૦ જેટલા સાંસદો પૈકી ૧૮ જેટલા વિપક્ષી સાંસદોને ૧૦ વર્ષમાં સસ્પેન્ડ કરવામાં આવેલ હતા જેની ટકાવારી ૨.૨૮% થાય છે. પણ NDA દ્વારા છેલ્લા ૯ વર્ષમાં ૭૯૦ જેટલા સાંસદો પૈકી ૧૪૧ જેટલા વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા જેની ટકાવારી ૧૭.૮૫% થાય છે.

વર્ષ ૨૦૧૯ માં NDA ગઠબંધન દ્વારા ફૂલ ૩૫૩ સીટ પર વિજય મેળવીને લોકસભામાં સત્તા પર આવેલ છે. વિપક્ષ માં ૧૯૨ જેટલા સાંસદો છે, રાજ્યસભા માં હાલ ૯૮ જેટલા વિપક્ષી સાંસદો છે એટલે કે ફૂલ ૨૯૦ જેટલા વિપક્ષી સાંસદો પૈકી છેલ્લા ૯ વર્ષમાં ૧૪૧ જેટલા સાંસદોને કોઈ ના કોઈ કારણ થી સસ્પેન્ડ થઇ ચુક્યા છે. જેની ટકાવાળી ૪૮.૬૨% થાય છે, જે એક ગંભીર બાબત છે. ૧૫ કરોડથી પણ વધારે મતદારો દ્વારા મત આપીને ચુંટીને આવનાર સાંસદને લોકોનો અવાજ બનીને લોકસભા અને રાજ્યસભાના સત્રમાં બોલવાનો પણ અધિકાર હવે સમાપ્ત થઇ ચુક્યો છે.

કઈ પાર્ટીના કેટલા સાંસદ સસ્પેન્ડ થયા ?

લોકસભામાં ફૂલ ૯૩ સાંસદો.

SL No Political Party  No of Suspended MP’s
1 Indian National Congress INC  43
2 All India Anna Dravida Munnetra Kazhagam AIADMK 34
3 Telugu Desam Party TDP 14
4 Yuvajana Shramika Rythu Congress Party YSRCP 1
5 Aam Aadmi Party AAP 1

રાજ્યસભામાં ફૂલ ૪૮ સાંસદો.

SL No Political Party  No of Suspended MP’s
1 All India Trinamool Congress party AITC 14
2 Indian National Congress INC 11
3 Aam Aadmi Party AAP 6
4 Communist Party of India (Marxist) CPI(M) 5
5 Dravida Munnetra Kazhagam DMK 5
6 Bharat Rashtra Samithi BRS 3
7 Communist Party of India CPI 2
8 Shiv Sena SS 2

લોકસભામાં સૌથી વધુ વખત સસ્પેન્ડ કોણ થયા ?

1) શ્રી ગૌરવ ગોગોઈ:- લોકસભામાં સૌથી વધારે 3 વખત (2015,2017,2020) સસ્પેન્ડ થયા હતા. સાંસદ શ્રી ગૌરવ ગોગોઈ લોકસભામાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉપનેતા તરીકે સેવા આપે છે. અને તેઓ લોકસભામાં કાલિયાબોર, અસમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

2) શ્રી સુષ્મિતા દેવ :- આસામના સિલચરથી ભારતીય સંસદના નીચલા ગૃહ લોકસભામાં ચૂંટાયા હતા, લોકસભામાં એક થી વધારે 2 વખત (2015,2017) સસ્પેન્ડ થયા ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સાંસદ હતા.

3). અધીર રંજન ચૌધરી :- લોકસભામાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતા અને બર્હામપોરથી સંસદ સભ્ય તરીકે સેવા આપે છે. તેઓ એક થી વધારે 2 વખત (2017,2023) લોકસભામાંથી સસ્પેન્ડ થયેલ છે.

4). એમ. કે. રાઘવન:- કેરળના કોઝિકોડ લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભામાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સાંસદ તરીકે સેવા આપે છે. તેઓ એક થી વધારે 2 વખત (2015, 2017) લોકસભામાંથી સસ્પેન્ડ થયેલ છે.

5). શ્રી મણિકમ ટાગોર:- વિરુધુનગર, તમિલનાડુનું પ્રતિનિધિત્વ કરે છે. અને લોકસભામાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સાંસદ તરીકે સેવા આપે છે. તેઓ એક થી વધારે 2 વખત (2020, 2022) લોકસભામાંથી સસ્પેન્ડ થયેલ છે.

6). શ્રી ટી. એન. પ્રથાપન થ્રિસુરના ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સાંસદ છે જેઓ એક થી વધારે 2 વખત (2020, 2022) લોકસભામાંથી સસ્પેન્ડ થયેલ છે.

7). શ્રી રંજીત રંજન :- ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સંસદના સભ્ય તરીકે સેવા આપે છે, તેઓ એક થી વધારે 2 વખત (2015, 2017) લોકસભામાંથી સસ્પેન્ડ થયેલ છે.

બાકીના તમામ સાંસદ સભ્યો એક એક વખત સદન માંથી સસ્પેન્ડ થયેલ છે.

રાજ્યસભામાં સૌથી વધુ વખત સસ્પેન્ડ કોણ થયા ?

1). શ્રી સંજય સિંહ :- તેઓ દિલ્હીથી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપે છે. સંજય સિંહ સૌથી વધારે 3 વખત (2020,2022,2023) રાજ્યસભા માંથી સસ્પેન્ડ થયા હતા.

2). શ્રી સંતનુ સેન :- તેઓ એક ભારતીય ડૉક્ટર અને પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાના સભ્ય છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે તેઓ એક થી વધારે 2 વખત (2021, 2022) રાજ્યસભા માંથી સસ્પેન્ડ થયેલ છે.

3). શ્રી ડોલા સેન :- એક ભારતીય રાજકારણી અને ટ્રેડ યુનિયનિસ્ટ છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના પશ્ચિમ બંગાળથી રાજ્ય સભા સાંસદ છે. તેઓ એક થી વધારે 2 વખત (2020, 2022) રાજ્યસભા માંથી સસ્પેન્ડ થયેલ છે.

4). શ્રી ડેરેક ઓ’બ્રાયન :- એક ટેલિવિઝન વ્યક્તિત્વ અને ક્વિઝ માસ્ટર છે. તેઓ પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભામાં સંસદસભ્ય અને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સભ્ય છે. તેઓ એક થી વધારે 2 વખત (2020, 2021) રાજ્યસભા માંથી સસ્પેન્ડ થયેલ છે.

5). શ્રી ઈલામારામ કરીમ :- ટ્રેડ યુનિયનિસ્ટ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય છે. હાલમાં તેઓ કેરળ માંથી રાજ્યસભામાં સાંસદ છે. તેઓ એક થી વધારે 2 વખત (2020, 2021) રાજ્યસભા માંથી સસ્પેન્ડ થયેલ છે.

6). શ્રી રિપુન બોરા :- ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સભ્ય હતા, તેઓ આસામ માંથી રાજ્યસભામાં સાંસદ છે. તેઓ એક થી વધારે 2 વખત (2020, 2021) રાજ્યસભા માંથી સસ્પેન્ડ થયેલ છે.

7). શ્રી શાંતા છેત્રી :- એક ભારતીય રાજકારણી છે , તેઓ પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભામાં સંસદસભ્ય અને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સભ્ય છે. તેઓ એક થી વધારે 2 વખત (2021, 2022) રાજ્યસભા માંથી સસ્પેન્ડ થયેલ છે.

બાકીના તમામ સાંસદ સભ્યો એક એક વખત સદન માંથી સસ્પેન્ડ થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *