પર્યાવરણ સ્નેહી માટે ખુશ ખબર, શહેરમાં ૧૦ વર્ષમાં ૮૦૯૯ વૃક્ષો કાપી નાખ્યા તો SMC દ્વારા ૧૨.૫૭ લાખ વૃક્ષો રોપવામાં આવ્યા.

પર્યાવરણ સ્નેહી માટે ખુશ ખબર, શહેરમાં ૧૦ વર્ષમાં ૮૦૯૯ વૃક્ષો કાપી નાખ્યા તો SMC દ્વારા ૧૨.૫૭ લાખ વૃક્ષો રોપવામાં આવ્યા.
ચિંતાનો વિષય એ છે કે સુરતના ટ્રી કવર ૩% છે જે ગુજરાતના સરેરાશ ૭.૫૭% નો ૪૦% છે. ગુજરાત સરેરાશ પોહચવા હજુ લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવા પડશે. ગુજરાતભરના ૧.૨૯ કરોડ વૃક્ષો સામે સુરતમાં ફક્ત ૩.૩૪ લાખ વૃક્ષો.
માનવ વસ્તી અને વિસ્તાર મુજબ સુરત ગુજરાતનું બીજું સૌથી મોટું શહેર છે.શહેરની અંદર વસ્તીની ગીચતા ઘણી વધારે છે. બીજી બાજુ વૃક્ષનું આવરણ નબળું છે. શહેરી અને ઉપ-શહેરી વિસ્તારોમાં વૃક્ષોની ગણતરી – 2011 મુજબ આઠ મહાનગરપાલિકામાં સૌથી ઓછી વૃક્ષની ઘનતા સુરત કોર્પોરેશન છે.
સો વ્યક્તિ દીઠ વૃક્ષોની સંખ્યા પણ સૌથી ઓછી છે. ૩૯,૫૫૦ હેક્ટર એરિયા ધરાવતા સુરત શહેરમાં 10 CM GBH વાળું ૩,૩૩,૯૭૦ વૃક્ષો છે. (Individuals with girth ≥ 10 cm at breast height )
સુરત શહેરમાં પ્રતિ હેક્ટર ૮.૪ ઝાડની ધનતા  (Density ) છે. જયારે ગાંધીનગર પાલિકામાં પ્રતિ હેક્ટર ૧૫૨ અને અમદાવાદમાં પ્રતિ હેક્ટર ૧૩.૨ છે.
સુરત શહેરના વૃક્ષ આવરણ (Tree Cover) ભૌગોલિક વિસ્તારના  (geographical area) ફક્ત ૩% છે. જયારે ગાંધીનગર પાલિકામાં ૫૩.૯૦% અને અમદાવાદમાં ૪.૬૬ % છે. અને ગુજરાતની એવરેજ ૭.૫૭% છે.
સુરત શહેરમાં ૭.૫ વૃક્ષ પ્રતિ ૧૦૦ વ્યક્તિ છે. જયારે ગાંધીનગર પાલિકામાં ૪૧૬ અને અમદાવાદમાં ૧૧.૧ છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં વૃક્ષારોપણમાં ખુબ સરસ કામગીરી કરી છે, ૧૨ લાખ ૫૭ હજાર ૯૧૧ જેટલા વૃક્ષો રોપવામાં સફળ થયા છે. એટલે કે વાર્ષિક ૧ લાખ ૨૫ હાજર ૭૯૧ જેટલી એવરેજથી વૃક્ષો રોપી રહ્યા છે.
૧). વાર્ષિક રોપેલ વુર્ક્ષોની રોપાવાની સંખ્યા :-
વર્ષ રોપેલ વુર્ક્ષોનાં રોપાની સંખ્યા
૨). મંજુરીથી અને વગર મંજુરીએ કાપવામાં આવેલ  વુર્ક્ષોની સંખ્યા :- 
શહેરમાં નડતર રૂપ ૭૧૭૭ જેટલા વૃક્ષો મહાનગરપાલિકાની મંજૂરીથી અને ૯૨૨ જેટલા વૃક્ષો વગર મંજુરીએ સ્થાનિકો દ્વારા કાપવામાં આવેલ છે.
૩). મંજુરી વગર કાપવામાં આવેલ  વુર્ક્ષો અંગે લેવામાં  આવેલ દંડની રકમ :- 
શહેરમાં કોઈ પણ વૃક્ષ કાપતા પહેલા સુરત મહાનગરપાલિકાના ગાર્ડેન ખાતાની મંજુરી લેવી ફરજીયાત છે. સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાની મંજુરી વગર કાપવામાં આવેલ વુર્ક્ષો અંગે લાખો રૂપિયાનો દંડ અને અનેક નોટીસ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા પાઠવવામાં આવેલ છે. છેલ્લા ૬ વર્ષમાં મંજુરી વગર ઝાડ કાપવા અંગે મહાનગરપાલિકા દ્વારા રૂ. ૨૮ લાખ ૪૦ હજાર ૩૦૦ દંડ વસુલવામાં આવેલ છે. ત્યારે ૨૨૫ જેટલી નોટીસ પણ ઝાડ કાપવા બદલ પાઠવવામાં આવેલ છે.
૪). એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ વુર્ક્ષો :- 
એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ વુર્ક્ષોની સંખ્યામાં પણ છેલ્લા ૫ વર્ષમાં નોધનીય આકડો સામે આવ્યો છે. છેલ્લા ૮ વર્ષમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૪૭૬ જેટલા વૃક્ષો નડતરરૂપ જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે. મહાનરપાલિકાના ૮ ઝોન પૈકી સાઉથ વેસ્ટઝોનમાં સૌથી વધુ ૧૨૧૫ જેટલા વૃક્ષો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે.
એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ વુર્ક્ષોની સંખ્યા
શહેરના જાણીતા RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા માંગવામાં આવેલ માહિતી અંતર્ગત ડે.ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ, જાહેર બાગબગીચા ખાતું સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલ માહિતીમા આ તમામ જાણકારી મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *