આતંકવાદને કમરતોડ જવાબ આપવાની વાતો માત્ર પોકળ, મોદીકાળમાં ૪૯% વધારે જવાનો શહીદ.

NDA સરકારે કમાન હાથમાં લીધા પછી મોદી સરકાર દ્વારા આતંકવાદ ખતમ કરી રહ્યાની વાતો વચ્ચે ચોકાવનારી માહિતી RTI દ્વારા બહાર આવી છે. વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૪ ના UPA સરકાર શાસનમાં જવાનોનું વીરમૃત્ય વાર્ષિક ૩૭ હતું , જે NDA ના વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૨ સુધી ના સમયગાળામાં જવાનોનું વીરમૃત્ય વાર્ષિક ૫૫ છે.

મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ તથા ગૃહ મંત્રાલય, જમ્મુ અને કશ્મીર દ્વારા સુરતના RTI કાર્યકર્તા સંજય ઇઝાવાને ( Sanjay Ezhava ) આપવામાં આવેલ એક માહિતીમાં આ ચોકાવનારી માહિતી બહાર આવી છે.

કોના કાળમાં કેટલા જવાનો મૃત્યુ પામ્યા ?:-

RTI માં મળેલ માહિતી મુજબ વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૪ દરમિયાન UPA સરકારના કાર્યકાળમાં વર્ષ ૨૦૧૧ માં – ૩૩, વર્ષ ૨૦૧૨ માં -૧૫, વર્ષ ૨૦૧૩ માં -૫૩ અને વર્ષ ૨૦૧૪માં – ૪૭ મળીને ફૂલ ૧૪૮ જેટલા જવાનો આતંકી હુમલામાં વીરમૃત્યુ પામ્યાં હતા. એટલે કે વાર્ષિક સરેરાશ ૩૭ જવાનોનો સમાવેશ થયો હતો.

વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૨ દરમિયાન NDA સરકારના કાર્યકાળમાં વર્ષ ૨૦૧૫ માં -૩૯, વર્ષ ૨૦૧૬ માં -૮૨, વર્ષ ૨૦૧૭ માં -૮૦, વર્ષ ૨૦૧૮ માં -૯૧, વર્ષ ૨૦૧૯ માં -૮૦, વર્ષ ૨૦૨૦ માં- ૩૨, વર્ષ ૨૦૨૧ માં -૧૮, અને વર્ષ ૨૦૨૨ માં- ૧૫ મળીને ફૂલ ૪૩૭ જવાનો વીર મૃત્યુ પામ્યા છે. જેનો વાર્ષિક સરેરાશ ૫૫ થાય છે. વાર્ષિક સરેરાશ જોઈએ તો મોદી કાળમાં ૪૯% વધારે જવાનો આતંકવાદ સામે લડવામાં શહીદ થયા છે.

કોના કાળમાં કેટલા આતંકવાદીઓ માર્યા ગયા ?:-

વર્ષ ૨૦૧૧ માં – ૧૦૦, વર્ષ ૨૦૧૨ માં -૭૨, વર્ષ ૨૦૧૩ માં -૬૭ અને વર્ષ ૨૦૧૪માં – ૧૧૦ મળીને ફૂલ ૩૪૯ જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હતા.એટલે કે વાર્ષિક સરેરાશ ૮૭ આતંકવાદીઓનો સમાવેશ થતો હતો.

વર્ષ ૨૦૧૫ માં – ૧૦૮, વર્ષ ૨૦૧૬ માં -૧૫૦, વર્ષ ૨૦૧૭ માં – ૨૧૩, વર્ષ ૨૦૧૮ માં -૨૫૭, વર્ષ ૨૦૧૯ માં -૧૫૭, વર્ષ ૨૦૨૦ માં- ૧૪૭, વર્ષ ૨૦૨૧ માં -૧૪૧, અને વર્ષ ૨૦૨૨ માં- ૧૦૦ મળીને ફૂલ ૧૨૭૩ જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હતા. એટલે કે વાર્ષિક સરેરાશ ૧૫૯ આતંકવાદીઓનો સમાવેશ થતો હતો.

આતંકવાદની કમર તોડવા નોટ બંધી, એર સ્ટાઇક અને આર્ટીકલ ૩૭૦ જેવા આકરા કાર્યોને અંજામ આપ્યા પછી પણ સરહદ પર આતંકીઓ સાથેની લડાઈમાં ભારતના વીર સૈનિકો પોતાની જાન દેશ માટે આપી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. UPA કાર્યકાળ કરતા NDA ના કાર્યકાળમાં વધુ આતંકીઓ ભારતમાં ઘુસતા જોવા મળે છે. આતંકીઓને કાબુમાં લાવવા માટે ભારતને પોતાના હજારો સૈનિકોનો ભોગ આપવો પડે છે.

NDA ના અમૃત કાળમાં વધારે આતંકીઓ માર્યા ગયાનો મતલબ એ નથી કે ભારતના જવાનોએ વધુ સફળતા મેળવી છે. બાકી એનો મતલબ એવો થાય છે કે હવે ભારતમાં વધુ આતંકવાદીઓ ધુસે છે અને એને ઠાર કરવા ભારતના વધુ સૈનિકોનો ભોગ આપવો પડે છે. નોટ બંધી કે એર સ્ટાઇક થી સરકારની વાહ-વાહ થાય છે, પણ હકીકત કઈક અલગ જ છે- સંજય ઇઝાવા (RTI એક્ટીવીસ્ટ, સુરત)

आतंकवाद को मुंहतोड़ जवाब देने की बात खोखला, मोदी युग में 49% ज्यादा शहादतें.

एनडीए सरकार बनने के बाद मोदी सरकार द्वारा आतंकवाद खत्म करने की बात के बीच आरटीआई से चौंकाने वाली जानकारी सामने आई है। 2011 से 2014 तक यूपीए सरकार के शासनकाल के दौरान, सैनिकों की मृत्यु का आंकड़ा प्रति वर्ष 37 था, जो 2015 से 2022 तक एनडीए की शासनकाल के दौरान प्रति वर्ष 55 हो गयी है।

केंद्र गृह मंत्रालय और गृह मंत्रालय, जम्मू-कश्मीर द्वारा सूरत के आरटीआई (RTI) कार्यकर्ता संजय इझावा को दी गई एक जानकारी में यह चौंकाने वाली जानकारी सामने आई है।

किसके कार्यकाल में कितने जवान मरे गया ?:-

आरटीआई में मिली जानकारी के मुताबिक यूपीए सरकार के 2011 से 2024 तक के कार्यकाल के दौरान 2011 में 33, 2012 में 15, 2013 में 53 और 2014 में 47 मिलके कुल 148 जवान आतंकी हकला में शहीद हुए है, यानी सालाना औसत 37 सैनिक होता है. 2015 से 2022 तक एनडीए सरकार के कार्यकाल में 2015 में -39, 2016 में 82, 2017 में 80, 2018 में 91, 2019 में 80, 2020 में 32, 2021 में 18, और साल 2022 में 15 कुल 437 जवान आतंकी हकला में शहीद हुए है. वार्षिक औसत 55 होता है. सालाना औसत देखें तो मोदी काल में आतंकवाद के खिलाफ लड़ाई में 49 फीसदी ज्यादा जवान शहीद हुए हैं.

किसके कार्यकाल में कितने आतंकी मारे गए?:-

आरटीआई में मिली जानकारी के मुताबिक यूपीए सरकार में 2011 में – 100, 2012 में – 72, 2013 में – 67 और 2014 – 110, कुल 349 आतंकवादी मारे गए। यानी हर साल औसतन 87 आतंकवादी मारे गए।

2015 में 108, 2016 में 150, 2017 में 213, 2018 में 257, 2019 में 157, 2020 में 147, 2021 में 141, और 2022 में 100 मिलके फूल 1273 आतंकवादी मारे गए। यानी सालाना औसतन 159 आतंकी मारे गए। आतंकवाद की कमर तोड़ने के लिए नोटबंदी, एयर स्ट्राइक और कश्मीर में धारा 370 जैसी कठोर कार्रवाई करने के बाद भी भारत के वीर जवान सीमा पर आतंकियों से लड़ाई में देश के लिए अपनी जान दे रहे हैं. जो चिंता का विषय है. यूपीए कार्यकाल की तुलना में एनडीए कार्यकाल में अधिक आतंकवादी भारत में प्रवेश करते हुवे दिख रहा हैं। आतंकियों पर काबू पाने के लिए भारत को अपने हजारों सैनिकों की कुर्बानी देनी पड़ी है.

तथ्य यह है कि एनडीए के उत्कर्ष के दिनों में अधिक आतंकवादी मारे गए इसका मतलब यह नहीं है कि भारतीय सैनिकों ने अधिक सफलता हासिल की है। इसके अलावा, इसका मतलब यह है कि अब अधिक आतंकवादी भारत में प्रवेश करेंगे और उन्हें मारने के लिए अधिक भारतीय सैनिकों को बलिदान देना होगा। नोटबंदी हो या एयर स्ट्राइक सरकार की वाहवाही कराती है, लेकिन हकीकत कुछ और ही है – संजय इझावा (आरटीआई एक्टिविस्ट, सूरत)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *