બોલો, દારૂબંધી ગુજરાતમાં સૌથી વધારે દારૂ અંગેના કેસ. FIR ની સંખ્યા જાણીને ચોકી જશો તમે..

ગુજરાતમાં દારુબંધી ફક્ત કાગળ પર, વાર્ષિક લાખોની સંખ્યામાં દારૂની જથ્થો પકડાઈ છે ત્યારે કેસ પણ લાખોમાં થાય છે.

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં લાખોની સંખ્યામાં દારૂનું સેવન કરવા, દારૂ સાથે રાખવા અને દારૂનું સેવન કરી વાહન ચલાવવા બદલ FIR નોંધાઈ છે.

સુરત શહેરમાં લાગુ પડતા ૩૧ જેટલા પોલીસ સ્ટેશનથી મળેલ માહિતી મુજબ છેલ્લા ૧૦ વર્ષમાં સુરત શહેરમાં ૨,૪૬,૧૩૧ જેટલી FIR નોંધવામાં આવેલ છે. એટલે કે વાર્ષિક ૨૪,૬૧૩ જેટલા કેસો સુરત શહેરમાં પ્રોહીબીશન એક્ટ અંતર્ગત દારૂનું સેવન, દારૂ સાથે રાખવા અને દારૂનું સેવન કરીને વાહન ચલાવવા ગુનાઓમાં FIR નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સુરતના RTI કાર્યકર્તા સંજય ઇઝાવાને સુરત પોલીસ દ્વારા આપવામાં આવેલ માહિતીમાં આ ચોકાવનારી માહિતી બહાર આવી છે.

પ્રોહીબીશન એક્ટના સેક્શન ૬૪ માં આપવામાં આવેલ છૂટ શિવાય દેશી/વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિઓ સામે વર્ષ ૨૦૧૩ થી ૨૦૨૩ સુધીના સમયગાળામાં નોંધવામાં આવેલ FIR ની સંખ્યા ૧,૨૭,૬૯૯ છે. અને દેશી/વિદેશી દારૂ સાથે રાખવા બદલ છેલ્લા દસ વર્ષમાં ફૂલ ૧,૧૦,૦૩૧ વ્યક્તિઓ સામે FIR નોંધવામાં આવેલ છે. અને દેશી/વિદેશી દારૂનું સેવન કરી ફોર વ્હીલ, ટુ વ્હીલ, અને હેવી વાહનો શહેરમાં ચલાવવાના ગુનામાં ૮૪૦૧ વાહન ચલાક સામે FIR નોંધવામાં આવેલ છે. એટલે આ ત્રણે ગુના મળીને ૨,૪૬,૧૩૧ જેટલા FIR છેલ્લા ૧૦ વર્ષમાં નોંધવામાં આવેલ છે. આ ફક્ત સુરત શહેર પુરતી માહિતી છે. આમ જોવા જાય તો આખા ગુજરાતમાં પ્રોહીબીશન એક્ટ અંતર્ગત છેલ્લા ૧૦ વર્ષમાં ધણી મોટી સંખ્યામાં FIR અને કાર્યવાહી થયેલ છે એવો અંદાજ કરી શકાય છે.

સુરતમાં સૌથી વધારે કેસો પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં – ૧૯૭૭૧ કેસો અને લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૮૭૭૫ કેસો સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં -૧૬૫૪૫ અને ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં – ૧૫૯૯૬ કેસો ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં – ૧૪૬૩૧ કેસો FIR નોંધીને કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગુજરાતભરમાં કોઈ પણ ગુનાઓમાં સૌથી વધારે પ્રોહીબીશન એક્ટ અંતર્ગત ગુનાઓ નોંધાઈ છે. એનો મતલબ એ થાય છે કે ગુજરાતમાં મોટા પાયે દારૂ મળે છે અને લોકો પીવે છે. લાખોની સંખ્યામાં આવા ગુનાઓ પૈસા પડાવીને પોલીસ નોધવાનું પણ ટાળતું હોય છે. આવા સંજોગમાં ગુજરાતમાં દારુબંધી છે એવું કઈ રીતે માની શકાઈ ? દારુબંધી ફક્ત કાગળ પર છે, બાકી જનતાને દારૂ ખુલ્લે આમ મળી જાય છે તે આ માહિતીથી સાબિત થાય છે. – સંજય ઇઝાવા (સામાજિક કાર્યકર્તા, સુરત)

बोले..शराबबंदी गुजरात में सबसे ज्यादा मामले शराब से जुड़े हैं, FIR की संख्या जानकर आप हैरान हो जाएंगे.

गुजरात में शराबबंदी सिर्फ कागजों पर है, मामले भी लाखों में हैं जब हर साल लाखों में शराब पकड़ी जाती है.

गुजरात में शराबबंदी के बावजूद शराब पीने, शराब साथ रखने और नशे में गाड़ी चलाने पर लाखों एफ FIR दर्ज की गई हैं।

सूरत शहर में लागू 31 पुलिस स्टेशनों से प्राप्त जानकारी के अनुसार, प्रोहिबिशन अधिनियम के तहत पिछले 10 वर्षों में सूरत शहर में 2,46,131 FIR दर्ज की गई हैं। सूरत शहर में शराब पीने, शराब रखने और शराब पीकर गाड़ी चलाने के अपराध में लगभग 24,613 मामले सालाना दर्ज कि जा रही हैं और प्रोहिबिशन अधिनियम के तहत FIR दर्ज करके कानूनी कार्रवाई की गई है। सूरत के आरटीआई कार्यकर्ता संजय इझावा को सूरत पुलिस द्वारा दी गई जानकारी में यह चौंकाने वाली जानकारी सामने आई है।

निषेध अधिनियम की धारा 64 में दी गई छूट के बिना घरेलू/विदेशी शराब का सेवन करने वाले व्यक्तियों के खिलाफ 2013 से 2023 की अवधि के दौरान दर्ज की गई एफआईआर की संख्या 1,27,699 है। वहीं, पिछले दस सालों में देशी/विदेशी शराब साथ रखने के आरोप में कुल 1,10,031 लोगों के खिलाफ एफआईआर दर्ज की गई है। वहीं देशी/विदेशी शराब पीकर शहर में चार पहिया, दो पहिया एवं भारी वाहन चलाने के अपराध में 8401 वाहन चालकों पर FIR दर्ज की गयी है. तो इन तीन अपराधों को मिलाकर पिछले 10 सालों में 2,46,131 एफआईआर दर्ज की गई हैं। यह जानकारी केवल सूरत शहर के लिए है। इसका अंदाजा इस बात से लगाया जा सकता है कि गुजरात में शराबबंदी कानून के तहत पिछले 10 सालों में बड़ी संख्या में एफआईआर और कार्यवाही दर्ज की गई हैं.

सूरत में सबसे ज्यादा ५ मामले में पांडेसरा पुलिस थाना क्षेत्र में – 19771 मामले और लिंबायत पुलिस थाना क्षेत्र में 18775 मामले, सचिन पुलिस थाना क्षेत्र – 16545 और चौकबाजार पुलिस थाना क्षेत्र – 15996 मामले डिंडोली पुलिस थाना क्षेत्र में – 14631 मामले दर्ज किए गए हैं .

प्रोहिबिशन अधिनियम ने पूरे गुजरात में किसी भी अपराध की सबसे अधिक संख्या दर्ज की है। इसका मतलब है कि गुजरात में शराब व्यापक रूप से उपलब्ध है, और लोग इसे पीते हैं। लाखों की संख्या में होने वाले ऐसे अपराधों में पुलिस पैसे वसूल कर एफआईआर भी दर्ज करने से बचती है. ऐसे में यह कैसे माना जाए कि गुजरात में शराबबंदी है? शराबबंदी केवल कागजों पर है, यह जानकारी साबित करती है कि शराब जनता के लिए स्वतंत्र रूप से उपलब्ध है। – संजय इजावा (सामाजिक एवं RTI कार्यकर्ता, सूरत)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *