છેલ્લા ૧૦ વર્ષમાં ગોદી મીડિયાનું બેંક ખાતું છલકાઈ ગયું, જાહેરાત પાછળ સરકારે ચૂકવી ઘણી મોટી રકમ.

વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ સુધીના સમયગાળો ભારતની ન્યૂસ ચેનલ, મનોરંજન ચેનલો, રેડીઓ માટે સુવર્ણકાળ હતો. ભારત સરકારે પોતાની જાહેરાત આપીને તમામ ઇલેક્ટ્રોનીક્સ અને ન્યૂસ મીડિયા તથા રેડીઓને રૂ. ૩૦૬૨.૯૨ કરોડ ચૂકવી દીધેલ છે.

સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા માંગવામાં આવેલ માહિતી અંતર્ગત માહિતી અને પ્રસારણ મંત્રાલય (Ministry of Information and Broadcasting, Government of India) દ્વારા આપવામાં આવેલ આ માહિતીમાં આ ચોકાવનારી માહિતી બહાર આવી છે.

રેડીઓ કેમ્પઇયેન

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૩-૨૪ સુધી માં રૂ. ૮૫૬.૩૨ કરોડ રેડીઓ જાહેરાતોમાં ખર્ચ કરી નાખેલ છે. પણ કયા રેડીઓ સ્ટેશનને કેટલી ચુકવણી કરી છે તે માહિતી ગુપ્ત રાખવામાં આવેલ છે.

TV અને ન્યૂસ મીડિયા

મુજબ વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૩-૨૪ સુધી માં રૂ. ૨૨૦૬.૬૦ કરોડ ટી.વી. અને ન્યૂઝ મીડિયા ચેનલોની જાહેરાત પાછળ ચૂકવામાં આવેલ છે. પણ કઈ ટી.વી. અને ન્યૂસ મીડિયાને કેટલી ચુકવણી કરી છે તે માહિતી ગુપ્ત રાખવામાં આવેલ છે. આના વિરુદ્ધમાં અરજદાર સંજય ઇઝાવા દ્વારા પ્રથમ અપીલ અધિકારી અને ત્યાર પછી કેન્દ્ર સૂચના આયોગમાં અપીલ કરવામાં આવી છે.

છેલ્લા ૧૦ વર્ષ થી એક પણ દિવસ એવો ના હોય કે વડાપ્રધાન મોદીનો ચેહરો ટી.વી. અને ન્યૂઝ મીડિયા અને ન્યૂસ પેપરમાં ના આવતા હોય. સામાન્ય જનતાના પૈસાથી કરોડોનો ખર્ચ કરીને રોજ ટી.વી. અને ન્યૂઝ મીડિયા અને ન્યૂઝ પેપરમાં ચમકવા માટે વડાપ્રધાન કોઈ રિયાલિટી-શોમાં ભાગ નથી લેતા. જનતાના ૩૦૬૩ કરોડ રૂપિયાનો ધુમાડો કરીને પોતાનો રાજકીય વટ વધારવામાં ખર્ચ કર્યા છે. સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં કઈ ચેનેલને કેટલા રૂપિયા ચૂકવ્યા છે તે જાહેર કરવામાં ડરે છે. જેનાથી ખબર પડી ગઈ છે કે કઈ ગોદીમીડિયા ને કેટલી મલાઈ મળી ગઈ છે. અરજદાર આ વિષે બીજી અપીલ કરીને આયોગ સમક્ષ પોતાની રજુઆત કરી દીધેલ છે.

આખો દિવસ વિપક્ષી નેતાઓની મશ્કરી કરવામાં અને શાસક પક્ષના અને મોદીજીના ગુણગાન ગાવામાં છેલ્લા કેટલાક વર્ષોથી મીડિયામાં કોઈને કેમ નથી ઘટતું તે હવે ખબર પડી છે. આ પ્રકારની માહિતી ગુજરાત સરકાર દ્વારા પણ છુપાવી દેવામાં આવેલ છે. કોઈ પ્રતિ ઉત્તર આપવામાં આવેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *